Author: Kalpana Shah

એક તરફ છોડ અને બીજી તરફ મકાનની ભીંત વચ્ચે ચબૂતરો રૂંધાતો હોય તેવી પણ જરાતરા લાગણી થાય  છે. વળી ચબૂતરાની બરાબર સામે સ્ટ્રીટલાઇટ તો ખરી જ રંગીલા પોલીસ ચોકીની નજીક આવેલી ભવાનપુરા પોળનો ચબૂતરો વિશિષ્ટતાઓનું એક કેન્દ્ર છે, શાહપુરમાં આવેલી આ પોળમાં આવેલા ચબૂતરાને જુઓ કે તેમાં કોતરવામાં આવેલી પથ્થરની ઢીંગલીઓને એકીટશે નિરખવાનું મન થાય જે, જાણે એની તવારીખ. આશરે સિત્તેર વરસ પહેલાં આ ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નિર્માણ થયું હતું પોળના પંચના પ્રયત્નો થકી. મોટાભાગે જ્યાં પટેલ પરિવારો વસે છે તેવી આ પોળમાં પટેલ પંચ ટ્રસ્ટ પોળની જવાબદારી સંભાળે છે. રહેવાસીઓ અને પંચ ચબૂતરો સદાય કાર્યરત રહે તે…

Read More

માણસનું નસીબ ચાલે કે ન ચાલે પણ જિંદગીમાં કંઈક સિદ્ધ કરવા માટે એનું મગજ સતત ચાલવું જ જોઈએ સફળતા, સુખ, શાંતિ, સિદ્ધ અને જે ગણો એ બધા જ મનગમતાં સોપાન સર કરવા માટે પણ મગજનું ચાલવું એ પહેલી શરત છે. બીજી રીતે જુઓ તો નીંદરમાં પણ માણસની વિચારપ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. શમણાનું સર્જન એને કારણે જ થાય છે. ચગદી નાખે એવી ભીડમા પ્રવાસ કરો તો ય ટ્રેનની સાથે એવી જ ગતિથી મગજ ચકરાવે ચડેલું રહે છે. અમસ્તા બેઠા હોવ કે કામમાં વ્યસ્ત હોય, ઈચ્છો નહીં તો પણ વિચારવાનું બંધ થઈ શકતું નથી. આ વાત સમજાય તો પછી એ સમજવું…

Read More

જેમાં આપણું મન લાગે નહીં એવું કોઈપણ કામ કરવા માટે આપણને પૃથ્વી પર મોકલવામાં નથી આવ્યા – રસ્કિન બોન્ડ ”મજા નથી આવતી.” આ ત્રણ શબ્દો જેણે જેણે બોલવા પડે એ બધા માણસોએ પોતાની જીવનશૈલી તરફ તપાસભરી નજરે જોવાની શરૂઆત કરી દેવી જોઈએ. અરે, જિંદગી તમારી, દિવસ તમારો, વિચાર તમારા છતાં જીવવાની મજા ન આવે એવું કંઈ રીતે બની શકે? ફરિયાદ કરનારા લોકો સામાન્યપણે એવી કબૂલાત કરી બેસતા હોય છે કે અમને સરખું જીવતા નથી આવડયું. ચાલો, માની લઈએ કે જિંદગીના આરોહ-અવરોહમાં શક્ય છે કે કોઈકને ચોવીસેય કલાક આનંદ પ્રાપ્ત થાય એવું ન પણ બને. એ સ્થિતિ એટલે હંગામી કંટાળાની સ્થિતિ…

Read More

તારીખિયું, પંચાંગ કે કેલેન્ડર માણસે જો બનાવ્યાં હોત નહીં તો કેવી રીતે એ દિવસને એકમેકથી અનોખાં પાડત? નોખાં પાડ્યા વિના એ કઈ રીતે એકાદ દિવસને આટઆટલી આશાઓ સાથે જોઈ શકત? નવું વરસ જસ્ટ શરૂ થયું છે. માણસને નવું વરસ શરૂ થયાની જાણ છે, પ્રકૃતિને નથી અને સૂર્યને નથી. નવા વરસની ખુશાલીમાં આંબા પર નવાં મોર નથી આવ્યાં, છોડ પર નવી ગુલાબકળી ખીલી નથી અને સૂર્યપ્રકાશમાં જુદી ચમક ઉમેરાઈ નથી. માણસ સિવાય પ્રકૃતિમાં કોઈનામાં નવા વરસના નવલા આગમનની ખુશાલી જોવા મળતી નથી. વાંધો નહીં, માણસ માટે એમાં ગુમાવવાનું કશું જ નથી. હા, મેળવવાનું નિશ્ચિતપણે છે. પેલો કેલેન્ડરનો આભાર માનો કે એના…

Read More

Winter and Umbadiyu – what a match! This dish, which is only available during the cold months, is a culinary gem with unique flavours and preparation methods. Let’s dive into the essence of this dish, its special qualities, and where to enjoy it. Winter and Umbadiyu go hand in hand, much like a super combo! Found primarily in South Gujarat, this dish is a regional speciality, much like the famous Undhiyu. If you happen to be driving through South Gujarat during these months, roadside stalls selling Umbadiyu are hard to miss. Stop at one, and don’t even think about moving…

Read More

શિયાળો અને ઊંબાડિયું એટલે સુપર કોમ્બિનેશન. માત્ર ગુજરાતમાં અને એમાં પણ લગભગ દક્ષિણ ગુજરાતમાં જ મળતી આ વાનગી ઊંધિયાની જેમ આ પ્રદેશની ખાસ દેન છે. આ દિવસોમાં જો ગુજરાત તરફ જવાનું થાય, બાય રોડ, તો દક્ષિણ ગુજરાતમાં માર્ગમાં ઠેરઠેર ઊંબાડિયું વેચતા બાંકડા દેખાશે. એમાંથી એકાદને ત્યાં કાર રોકીને ઊંબાડિયું વિથ ચટણી અને છાશ, ખાધા વિના આગળ જશો નહીં. કારણ, ખાઈને દિલ તરબતર થઈ જવાની ગેરન્ટી છે. તો, ઉપડીએ ઊંબાડિયાની દુનિયામાં લટાર મારવા? દક્ષિણ ગુજરાતમાં સ્વાદ અને સંસ્કૃતિ સહિયારાં મોજ કરે છે. શિયાળો તાજાં શાકપાન, અનાજ-કઠોળ અને ઘઉં, બાજરી, જુવાર વગેરેનાના પોંકની અફલાતૂન મોસમ છે. આ મોસમમાં ભોજનનો આનંદ ચરમસીમાએ પહોંચે…

Read More

  કોઈક પાસેથી શીખવામાં માણસને કયારેય શરમ નડવી જોઈએ નહીં. શાળાકીય અને કોલેજના શિક્ષણ કરતાં ક્યાંય મહત્ત્વનું શિક્ષણધામ આ વિશ્વ છે. આપણે સૌ એના નિરંતર વિદ્યાર્થીઓ છીએ. જીવનની આંટીઘૂંટીઓ છે અનંત અભ્યાસક્રમ. જોકે પુસ્તકીયા શિક્ષણની જેમ અહીં ચોક્કસ અભ્યાસક્રમ નથી. દરરોજ ગુણાંક મેળવવાની સ્પર્ધા પણ નથી. માનવી જે હરકતો કરે, જે ભૂલો કરે નિર્ણયો લે એ એનો અભ્યાસ પણ છે અને એમાં એની પરીક્ષા છે. દરેક કર્મની ફળશ્રુતિ આપણે એમાં પાસ થયા કે નાપાસ એની સાબિતી છે. રોજેરોજ નવું શીખતા રહેવાનું છે. રોજેરોજ માર્કશીટમાં નવી ટિપ્પણી ઉમેરાતી જવાની છે. પારંપારિક અભ્યાસમાં નકલ કરવાની છૂટ નથી મળતી. જીવનમાં નકલ કરીને પણ…

Read More