માણસ માત્રમાં કળાત્મકતા છુપાયેલી હોય છે. એટલે જ માણસ ઘણીબધી બાબતોમાં એવું કશુંક કરી શકતો હોય છે, જે એના વ્યક્તિત્વની આગળ પિછાણ બની રહે છે
કોઈક રિક્શાવાળો એની રીક્ષામાં જે પ્રકારનાં સ્ટિકર્સ લગાડે એના પરથી એની ક્રિએટિવિટીનો અંદાજ મેળવી શકાય છે. કોઈક માણસ ગ્રીટિંગ કાર્ડમાંથી ફોટોફ્રેમ બનાવે તો એ પણ એની કળાનો નમૂનો છે. નોટબુક પર પૂઠું ચડાવવામાં પણ કળાત્મકતા છે. ઉતાવળ હોય ત્યારે ઝડપભેર નિયત સ્થાને પહોંચી જવા લેવાતા નિર્ણય પણ કળા છે. આપણી કળા દરેક બાબતમાં સીધી કે આડકતરી રીતે ઝળકતી રહે છે. રોજિંદું જીવન જીવતી વખતે પણ એનું પ્સરતિબિંબ પડતું રહે છે. એને ખીલવવા માટે અંદરથી આનંદિત રહીએ તો કળા અને આવડત વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ થાય છે. સામાન્ય અને કંટાળાજનક લાગતી જવાબદારીને પણ ધારીએ તો એનાથી રોચક બનાવી શકાય છે. રોચકતા હોય ત્યાં થાક અને કંટાળાને પ્રવેશવાની જગ્યા મળી શકતી નથી. ક્રિએટિવ રહેવાની જીદ હોય ત્યાં માણસનું જીવન બોજરૂપ બની શકતું નથી. આજના દિવસથી એટલે જ અભિગમ એવો રાખતા થઈએ કે જેનાથી કોઈ પ્રવૃત્તિ હેરાનગતિ લાગે નહીં. એકવાર બસ જે છે એ જીવન સાથે દોસ્તી કરી લેવાની. સેલ્સમેન તરીકે કાપડ વેચવાં પડતાં હોય કે ગૃહિણી તરીકે સવાર-સાંજ રસોઈ બનાવવી પડતી હોય, સતત ઉત્સાહિત રહીએ. કંઈક અનોખું કરવા તત્પર રહીએ. સુખી અને સુખી થવા માટે આટલી નાનકડી તકેદારી રાખવાની હોય તો એનાથી ભાગવું શા માટે?
Read more Articles on Deshwale – https://deshwale.com/en/gatrad-ni-pol-article/