IPL 2025નું આગમન થઈ રહ્યું છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે બીસીસીઆઈએ એના શિડ્યુલ વિશે પ્રથમ જાહેરાત કરી દીધી છે. એ અનુસાર, આ ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટ 23 માર્ચ 2025ના રોજ શરુ થશે, એની ફાઇનલ 25 મે 2025એ રમાશે. બીસીસીઆઈના ઉપપ્રમુખ અને આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ આ વિશે વિગતો જાહેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દર વરસની જેમ આ વરસે પણ ટુર્નામેન્ટનું આયોજન ઉત્કૃષ્ટ રીતે થશે. આઈપીએલ 2025ની આવૃત્તિમાં પ્લેઓફ્ફ હૈદરાબાદમાં અને ફાઇનલ કોલકાતામાં યોજાશે. આ રહી મહત્ત્વની વિગતોઃ
- ટુર્નામેન્ટની શરુઆત: આઈપીએલ 2025ની શરૂઆત 23 માર્ચે થશે. એની વિવિધ મેચ દેશનાં અલગ અલગ શહેરોમાં યોજાશે.
- પ્લેઓફ સ્થળો: હૈદરાબાદ પ્લેઓફ્ફની મેચ રમાશે..
- ફાઇનલનું સ્થળઃ આ વરસે ફાઇનલ 25 મે 2025ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે.
ટુર્નામેન્ટમાં પરંપરાગત રીતે રાઉન્ડ રોબિન ફોર્મેટ અનુસાર મેચ રમાશે અને વિવિધ ટીમ્સ આગેકૂચ કરશે. ટોચની ટીમ્સ પ્લેઓફ્ફ્સમાં રમશે.
ટુર્નામેન્ટની તારીખો જાહેર થવા સાથે, તમામ ટીમ પણ તડામાર તૈયારીમાં વ્યસ્ત છે. ભારતમાં 2007થી આઈપીએલ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આ વરસે પણ 10 ટીમ મેદાનમાં હશે. કુલ 74 મેચ રમાવાનો અંદાજ છે. ગયા વરસની વિજેતા ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ છે.