ગુજરાતી ગીત “માટલા ઉપર માટલું”થી લોકપ્રિય બનેલા જીગર ઠાકોરની નવી ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ રિલીઝ થશે. માર્સ મૂવીઝ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ બનેલ આ ફિલ્મનું નિર્માણ ભરત જૈન અને દિગ્દર્શન વિષ્ણુ ઠાકોરે કર્યું છે.
ફિલ્મમાં જીગર ઠાકોર એક એવા કલાકારની કથા રજૂ કરે છે, જેણે જીવનના અનેક ચેલેન્જિસ વચ્ચે સફળતાની ગાથા લખી છે. ફિલ્મમાં એક પિતાના સંઘર્ષની વાર્તા છે, જે પોતાના બાળકના સપનાને સાકાર કરવા પ્રયાસશીલ રહે છે.
ફિલ્મનાં મુખ્ય કલાકારોમાં જીગર ઠાકોર સાથે ચેતન દૈયા, જીતુ પંડ્યા, જિમી, પૂજા સોની અને સોશિયલ મીડિયા સ્ટાર્સ વિજુડી અને વિલેજ બોય છે. ગીતો જશવંત ગાંગાણી અને ચંદુ રાવલે લખ્યાં છે. સંગીત ઋત્વિજ જોષીનું છે.
“જીગરની જીત” 17મી જાન્યુઆરીએ મોટા પડદે રિલીઝ થશે.