કવિ: Kalpana Shah

ભૂતકાળમાં આ ચબૂતરો નમી જવાને લીધે જોખમી થયો હતો. તેથી તેને આધાર આપવા માટે રહેવાસીઓએ તેની ફરતે સિમેન્ટનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું હંસોલના પટેલોની એક જમાનામાં આ પોળમાં બહુમતી હતી. તેમના લીધે આ પોળને હંસોલા પોળ નામ મળ્યું. દરિયાપુરમાં આવેલી આ પોળમાં રાવલિયા વાસ છે અને તેમાં આવેલો લાકડાનો આ ચબૂતરો પણ ઉપેક્ષા અને દુર્લક્ષની કથાનું વધુ એક પ્રકરણ છે. પીળા રંગના મધ્યમ ઊંચાઈએ આવેલા આ ચબૂતરાનો નીચેનો ભાગ બિસમાર અવસ્થામાં છે. એના ઓટલાનો ભાગ તૂટી ગયેલો દેખાય છે. પાસે અંબા માતાજીની તસવીર મૂકી હોવાથી કદાચ અહીં ગંદકી કરવાનું ટાળવામાં આવે છે. ભૂતકાળમાં આ ચબૂતરો નમી જવાને લીધે જોખમી થયો હતો.…

Read More

”ખરેખર હોં! સાચી જિંદગી એટલે તો એ જે સ્કૂલનાં વરસોમાં માણીએ. એ પછી તો એક વાર કોલેજ પતી કે હાયવોય શરૂ.” આઘેડ વયની એક મિત્રમંડળી ક્યાંક બેઠાં બેઠાં ચર્ચાએ ચડી હતી. જીવનની થપાટ અને જીવવાની કુમાશ બેઉ જોઈ લીધાના ભાવ આ મિત્રોના ચહેરે સ્પષ્ટ દેખાતા હતા અને દોડધામમાંથી મળેલી ફુરસદની આ પળોમાં તેઓ સૌ એવી વાતો કરવામાં વ્યસ્ત હતા જેનાથી મજા આવે, સંતોષ મળે. લગભગ દરેક જણની આ સર્વસામાન્ય લાગણી છે. બાળપણ અને કિશોરાવસ્થા પછી જિંદગી ક્યારેક અસાધારણ રીતે માણવાલાયક રહેતી નથી. આ વાત સાચી હોય તો વિચારીએ કે શાને આવું થતું હશે. એના એ આપણે જો જાણીએ છીએ કે…

Read More

માણસ માત્રમાં કળાત્મકતા છુપાયેલી હોય છે. એટલે જ માણસ ઘણીબધી બાબતોમાં એવું કશુંક કરી શકતો હોય છે, જે એના વ્યક્તિત્વની આગળ પિછાણ બની રહે છે કોઈક રિક્શાવાળો એની રીક્ષામાં જે પ્રકારનાં સ્ટિકર્સ લગાડે એના પરથી એની ક્રિએટિવિટીનો અંદાજ મેળવી શકાય છે. કોઈક માણસ ગ્રીટિંગ કાર્ડમાંથી ફોટોફ્રેમ બનાવે તો એ પણ એની કળાનો નમૂનો છે. નોટબુક પર પૂઠું ચડાવવામાં પણ કળાત્મકતા છે. ઉતાવળ હોય ત્યારે ઝડપભેર નિયત સ્થાને પહોંચી જવા લેવાતા નિર્ણય પણ કળા છે. આપણી કળા દરેક બાબતમાં સીધી કે આડકતરી રીતે ઝળકતી રહે છે. રોજિંદું જીવન જીવતી વખતે પણ એનું પ્સરતિબિંબ પડતું રહે છે. એને ખીલવવા માટે અંદરથી આનંદિત…

Read More

માણસના મનનું વર્તન ખરેખર વિચિત્ર હોય છે. ક્યારેક જીવનમાં અઢળક નવરાશ હોય ત્યારે મન બૂમાબૂમ કરી મૂકે અને વારંવાર પૂછયા કરે. “કોઈક તો કામ મળે… તો આ કંટાળો દૂર થાય.” વળી ક્યારેક એટલું બધું કામ માથે આવી પડે કે મન હોબાળો મચાવી નાખે, “બસ હવે, પાંચ મિનિટ તો શાંતિથી બેસવા દો.” પણ જિંદગી આવી જ છે. એને જે મળે એના કરતાં ના મળે એમાં વધુ રસ પડે. બે અંતિમો વચ્ચે લોલકની જેમ અફળાઇએ છીએ આપણે. એકત્રીસમી માર્ચે પૂરા થતા નાણાકીય વરસે રિટર્ન ફાઇલ કરવાની દોડધામ હોય ત્યારે ઘડીક શાંતિ ના હોય. રિટર્ન ફાઇલ થઈ ગયું કે પહેલી એપ્રિલે એવો ખાલીપો…

Read More

એક તરફથી નમી ગયેલા ચબૂતરાની નીચે ટેલરિંગની એક દુકાન છે. તેની ઉપર નાની ઓરડીમાં ચણ માટેના જારનો સંગ્રહ કરવામાં આવતો હતો રિલીફ રોડથી નજીક આવેલા દેવશાના પાડામાં વિશાળ ચોક છે. જૈન મંદિર નજીકના આ ચોકમાં આવેલો બેઠા ઘાટનો ચબૂતરો નોખી ભાતનો હોવાની લાગણી કરાવે છે. આ પાડાના ચબૂતરાનો ઉપલો ભાગ પીપળાના ભારથી તૂટી ગયો છે. સ્થિતિ નાજુક છે અને ચબૂતરાના ઉપરના ભાગમાં જવું જોખમી થઈ ગયું છે. આ ચબૂતરો ગોળાકાર છે. વિશાળ ચોકમાં આવેલા આ ચબૂતરા આસપાસ આજે ગોળાકાર ઓટલો પણ જોવા મળે છે. અનુમાન એવું છે કે પહેલાં ચબૂતરાનું અને પછી ઓટલાનું નિર્માણ કરવામાં આવ્યું હશે. આ ચબૂતરાનું નિર્માણ…

Read More

In countries like Cambodia and Thailand, the epic tales of Lord Rama and his divine journey are revered, just as they are in India. Speaking of Thailand, the capital once was Ayodhya, and its kings proudly trace their lineage to Lord Rama himself. Thailand has long been a magnet for travelers, especially Indians, who flock to the country in large numbers. Recently, the country has also offered visa-free entry, which further enhances its appeal. Among Thailand’s ancient cities, Ayutthaya stands out. Founded in 1350 at the confluence of three rivers, the city’s name is a close phonetic match to Ayodhya.…

Read More

દરેક ભાષાની પોતાની આગવી અભિવ્યક્તિ હોય છે. સૌનો અનુભવ છે કે અમુક શબ્દો, વાક્યપ્રયોગ અને લાગણીને પોતાની ભાષા સિવાય કોઈ રીતે વ્યક્ત કરી શકાતી નથી. પુરણપોળીને, દાખલા તરીકે, અંગ્રેજીમાં શું કહીશું. હજી તો અંગ્રેજી પાસે રોટલી શબ્દનો આટલો અસરકારક પર્યાય નથી ત્યાં પુરણપોળીની વાત વધારે પડતી ગણાય. બિલકુલ કંઈક આવી જ રીતે માણસ માણસમાં ગમે તેટલી પ્રગાઢ સામ્યતા હોય છતાં દરેક માણસ બીજા કરતાં નોખો છે અને રહેવાનો જ. આ નોખાપણું જ સ્વભાવ, આવડત… ગમા-અણગમા સહિતની દરેક બાબતને આગવો સ્પર્શ આપે છે. માણસ માટે એમાં એક પરીક્ષા છુપાયેલી છે. રોજબરોજના જીવનમાં એણે પોતાની પ્રકૃતિની એ વાતોને કોરાણે રાખીને ચાલવું પડે…

Read More

દરિયાપુરની રૂપાપરીની પોળમાં આશરે સવાસો વર્ષ જૂનો ચબૂતરો આવેલો છે. ચબૂતરો કોણે બંધાવેલો છે એની કોઈ જ માહિતી નથી. આસપાસના દુકાનદારો અને વેપારીઓ જાતેજ ભંડોળ એકઠું કરીને ચબૂતરાનું રિનોવેશન કરાવે છે. ચબૂતરો રોડ પરના ચોકમાં આવેલો હોવાથી, ઘણા પક્ષીઓ આવતાં હોય છે. આજુબાજુના લોકો દાણા-પાણી નાખીને આજે પણ ચખૂતરાનો ઉપયોગ કરે છે. ૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી, નવરાત્રી જેવા દિવસોમાં ચબૂતરાને શણગારવામાં આવે છે. આખો ચબૂતરો સિમેન્ટ, કોંક્રીટ અને પથ્થરના મિશ્રણથી બનેલો દેખાય છે. વર્ષો જૂનું બાંધકામ હોવાથી આજે થોડો ભાગ ખંડિત થઈ ગયો છે. આઠ પાયાવાળું ચબૂતરાનું પ્લેટફોર્મ કોતરણીવાળા પથ્થરોનું બનેલું છે. સૌથી ઉપરના ભાગે પથ્થરનો નાનો ગુંબજ જડેલો છે,…

Read More

જે બાબતોથી તમારે દૂર જ રહેવાનું હોય એમાંની ઘણી એવી હોય છે જે ક્યારેક તમે કરીને એનાં અવળાં પરિણામ ભોગવ્યાં હોય જીવનનો એક સહજ સ્વભાવ અનુભવોમાંથી વ્યક્તિના વાણી, વિચાર અને વ્યક્તિત્વને ઘડવાનો છે. અમુક બાબતો છતાં પણ માણસથી વારંવાર ભૂલનું પુનરાવર્તન થયા વિના રહેતું નથી. દાખલા તરીકે સમયની પાબંદી. દરેક જણ શિસ્તબદ્ધ રીતે જીવવા ઈચ્છતા હોવા છતાં વારંવાર ઘણાં ક્ષુલ્લક કારણોસર બિનજરૂરી છૂટ લઈ લેતા હોય, મોડું થવાનું ન હોય છતાં મોડા પડતા હોય. એવી જ રીતે શરીરને સદે નહીં એવા ખોરાકથી અળગા રહેવું સૌને સમજાય એવી વાત છે. તોય શરદીમાં ઠંડું અને ઉધરસમાં તળેલું ખાવાથી ઘણા લોકો દુર રહી…

Read More