દર પ્રજાસત્તાક દિનની પરંપરાને અનુસરતાં આ વરસે પણ મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘે એ દિવસે પિકનિક યોજી છે.
આ વરસે પિકનિક વસઈ તાલુકામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સ્થિત રોયલ ગાર્ડન રિસોર્ટમાં યોજાઈ છે. આ એક દિવસીય પિકનિકમાં જોડાવા ઇચ્છતા સંઘના સભ્યો બુધવાર, 15 જાન્યુઆરી 2025 સુધી નામ નોંધાવી શકશે. વ્યક્તિદીઠ માત્ર રૂ. 600માં પિકનિકમાં સંઘના સભ્યોને દિવસભરનો આનંદ અને નાનાં પ્રકારનાં ભોજન માણવા મળશે. સંઘ બહારના પિકનિકમાં જોડાનારા મહેમાનોએ વ્યક્તિદીઠ રૂ. 800 આપવાના રહેશે.
અડધી સદીથી અસ્તિત્વ ધરાવતો સંઘ મુંબઈના ગુજરાતી પત્રકારોને એકતાંતણે સાંધે છે. છેલ્લાં ઘણાં વરસોથી સંઘે પ્રજાસત્તાક દિને સભ્યો માટે પિકનિક યોજવાની પરંપરા જાળવી રાખી છે.
દર વરસની જેમ આ વરસની પિકનિકમાં પણ ઉપસ્થિત સભ્યો માટે વિવિધ સ્પર્ધા યોજાશે. એના વિજેતાઓને રિટર્ન ગિફ્ટ ખુશી ક્રિએશન્સના ધર્મેશ વકીલ અને લેખક-પત્રકાર મુકેશ પંડ્યાના સૌજન્યથી આપવામાં આવશે.
પિકનિકમાં જોડાવા ઇચ્છુક સભ્યો એમનાં નામ પ્રમુખ વિપુલ વૈદ્ય, સેક્રેટરી કુનેશ દવે, ઉપપ્રમુખ પી. સી. કાપડિયા અથવા જોઇન્ટ સેક્રેટરી નિમેષ દવે પાસે નોંધાવી શકશે.
યાદ રહે, નામ નોંધાવવાની છેલ્લી તારીખ બુધવાર, 15 જાન્યુઆરી 2025 છે.
2 ટિપ્પણીઓ
excellent coverage.
keep it up.
Thanks! Keep reading!