ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, એટલે જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, (ઇસરો) આજે તેના 100મા મિશન સાથે ઐતિહાસિક તબક્કે પહોંચવાને સજ્જ છે. ગણતરીની મિનિટોમાં એનું જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હિકલનું (જીએસએલવી-એફ-15) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લિફ્ટ-ઓફ્ફ થશે. સમય છે સવારે 6:23નો. એનાથી એનવીએસ-02 નેવિગેશન ઉપગ્રહ જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં તરતું થશે. 

આ મિશન ઇસરો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઇસરોના જીએસએલવીનું સત્તરમું મિશન છે. સાથે એ એનું અગિયારમું એવું મિશન પણ છે જેમાં સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજનો ઉપયોગ થયો છે. ઉપરાંત, ઇસરોના નવનિયુક્ત અધ્યક્ષ વી. નારાયણનના નેતૃત્વ હેઠળનું સંસ્થાનું આ પ્રથમ અવકાશ મિશન છે. નારાયણને 13 જાન્યુઆરીએ પદભાર સંભાળ્યો હતો.

એનવીએસ-02 ઉપગ્રહ ભારતની નેવિગેશન વિથ ઇન્ડિયન કૉન્સ્ટેલેશન (નેવિક) સિસ્ટમનો ભાગ છે. ભારતની સરહદથી 1,500 કિલોમીટર દૂર સુધીના વિસ્તારમાં ઇસરોના ગ્રાહકોને આ સિસ્ટમ સચોટ સ્થિતિ, ગતિ અને સમયની સેવાઓ પૂરી પાડે છે.

આ ઉપગ્રહ પરિવહન, કૃષિ, કટોકટકાળની સેવાઓ વિમાનસેવાઓ અને મોબાઇલ આધારિત સ્થાનોની સેવાઓ જેવી વિવિધ સેવાઓને સુધારવા બની છે.

એનવીએસ-02 નવા પેઢીની એનવીએસ શ્રેણીનો બીજો ઉપગ્રહ છે. એ 29 મે 2023ના રોજ લોન્ચ થયેલા એનવીએસ-01ને અનુસરે છે. આ ઉપગ્રહ એલ-વન, એલ-ફાઇવ અને એસ બૅન્ડમાં નેવિગેશન પે-લોડ તેમ જ સી-બૅન્ડમાં રેન્જિંગ પે-લોડ ધરાવે છે. એનવીએસ-02માં સ્વદેશી અને આયાતી ઓટોમિક ઘડિયાળ હોવાથી એ સમયસૂચકતાના મામલે કમાલની ચોકસાઈ ધરાવે છે. 

એનવીએસ-02 ની મુખ્ય વિશેષતાઓ

  • વજન: ~2,250 કિલોગ્રામ
  • પ્લેટફોર્મ: સ્ટાન્ડર્ડ આઈ-2કે બસ
  • પાવર સંભાળવાની ક્ષમતા: ~3 કિલોવૉટ
  • કક્ષીય સ્થિતિ: 111.75°E, જે IRNSS-1Eને બદલી દેશે
  • પે-લોડ સુવિધાઓ: ટ્રાઈ-બૅન્ડ નેવિગેશન સિસ્ટમ અને ઓટોમિક ફ્રિક્વન્સી સ્ટાન્ડર્ડ

જીએસએલવી-એફ15: તબક્કા 

જીએસએલવી-એફ15 ત્રણ તબક્કાવાળું લોન્ચ વ્હિકલ છે. એ ઉપગ્રહને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)માં તરતો મૂકે છે. તેની મુખ્ય તબક્કાઓ છે:

  1. પ્રથમ તબક્કો (જીએસ-વન): એસ139 સોલિડ રોકેટ મોટર + ચાર એલ40એચ લિક્વિડ સ્ટ્રેપ-ઓન બૂસ્ટર્સ
  2. બીજો તબક્કો (જીએસ2): જીએલ40એચટી લિક્વિડ એન્જિન
  3. ત્રીજો તબક્કો (જીએસ3): સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન (સીયુએસ15)

જીએસએલવી-એફ15ની વિગતો:

  • રૉકેટ ઊંચાઈ: 50.9 મીટર
  • વજનવહન ક્ષમતા: 420.7 ટન
  • લક્ષ્ય કક્ષાઓ: 170 કિલોમીટર પેરિજી, 36,577 કિલોમીટર એપોજી
  • એનવીએસ-02 ઉપગ્રહ અલગ થવાનો અંદાજિત સમય: ~1,150 સેકંડ લિફ્ટ-ઓફ્ફ પછી

એનવીએસ-02: વિકાસ અને પરીક્ષણ

એનવીએસ-02ને યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર, બેંગલુરુમાં વિકસાવવામાં આવ્યું છે. એ કાર્યમાં ઇસરોનાં વિવિધ કેન્દ્રોએ સહયોગ આપ્યો હતો. ઉપગ્રહે નીચે મુજબની કડક પરીક્ષણ પ્રક્રિયા પાર કરી છે:

  • થર્મો-વેક્યુમ ટેસ્ટિંગ (નવેમ્બર-ડિસેમ્બર 2024) – અવકાશ પરિસ્થિતિઓની સમીક્ષા
  • ગતિશીલ પરીક્ષણ (ડિસેમ્બર 2024) – લૉન્ચ દરમ્યાનના દબાણને સહન કરવાની ક્ષમતા 
  • એકોસ્ટિક અને વાઇબ્રેશન ટેસ્ટ્સ – અવકાશમાં સલામત રીતે કાર્યરત રહેવા માટેનું પરીક્ષણ

27 ડિસેમ્બર 2024ના રોજ પ્રિ-શિપમેન્ટ સમીક્ષા પછી, એનવીએસ-02ને પાંચમી જાન્યુઆરીએ શ્રીહરિકોટા મોકલવામાં આવ્યું હતું. આજે એ લૉન્ચ માટે તૈયાર છે.

ઇસરોનું 100મું મિશન અને જીએસએલવી-એફ15 – તથ્યો

વિશેષતાવિગતો
મિશનઇસરોનું 100મું અવકાશ લૉન્ચિંગ
રૉકેટજીએસએલવી-એફ15 (17મું GSLV મિશન, 11મું ક્રાયોજેનિક સ્ટેજવાળું)
લૉન્ચ સમય29 જાન્યુઆરી 2025, સવારે
લૉન્ચ સ્થળસતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા
પેલોડએનવીએસ-02 નેવિગેશન ઉપગ્રહ (~2,250 કિગ્રા)
લક્ષ્ય કક્ષાઓજિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)
ઇસરો અધ્યક્ષવી. નારાયણન (તેમના નેતૃત્વ હેઠળ પ્રથમ અવકાશ મિશન)
Leave A Reply

Exit mobile version