બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે બીસીસીઆઈએ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ કે આઈપીએલ 2025ના સંપૂર્ણ કાર્યક્રમ સહિતની વિગતો રવિવારે જાહેર કરી હતી. આઈપીએલ 2025માં કુલ 74 મેચ રમાશે. આ રહી જાણવા જેવી વિગતો.
ટુર્નામેન્ટની શરૂઆત શનિવાર 22 માર્ચથી થશે. શુભારંભ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. એમાં ગત વરસના વિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) સાથે થશે.
13 અલગ અલગ મેદાનો પર આઈપીએલ 2025ની મેચ રમાશે. ફાઇનલ મેચ રવિવાર 25 મેએ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે.
બપોરની દરેક મેચની શરૂઆત સાડાત્રણે થશે. સાંજની દરેક મેચની શરૂઆત સાડાસાતે થશે.
ટુર્નામેન્ટમાં 12 ડબલ હેડર મેચ છે. એમાં બપોરની ઇનિંગ્સ સાડાત્રણે શરૂ થશે તો સાંજની શરૂ થશે સાડાસાતે. પ્લેઓફ્ફ્ મેચ હૈદરાબાદ અને કોલકાતામાં રમાશે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પહેલી ક્લૉલિફાયર અને એલિમિનેટર મેચ રમાશે. ક્વૉલિફાયરની બીજી મેચ અને ફાઇનલ ઇડન ગાર્ડન્સમાં રમાશે.
ડબલ હેડરમાંની પહેલી મેચ રવિવાર 23 માર્ચે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાશે. એ હૈદરાબાદમાં બપોરે યોજાઈ છે. એ પછી એ સાંજે ચેન્નાઈમાં મુંબઈ અને ચેન્નાઈની ટીમ વચ્ચે ટક્કર થશે.
દિલ્હી કેપિટલ્સની મેચ વિશાખાપટનમ અને દિલ્હી એમ બેઉ જગ્યાએ યોજાશે. રાજસ્થાન રોયલ્સની મેચ પણ જયપુર ઉપરાંત ગુવાહાટીમાં રમાશે. પંજાબ કેપિટલ્સની મેચ ધરમશાલા અને ન્યુ ચંદીગઢમાં રમાશે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, મંગળવાર 25 માર્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ ગુજરાત અને પંજાબ વચ્ચે રમાશે.
આઈપીએલની દસમાંની ત્રણ ટીમ બે સ્થળે એમની મેચ રમશે. દિલ્હી પોતાના શહેર ઉપરાંત વિશાખાપટનમમાં, રાજસ્થાન જયપુર ઉપરાંત ગુવાહાટીમાં તો ચેન્નાઈ પોતાના શહેર ઉપરાંત જયપુરમાં હોમ મેચ રમશે. પંજાબની ટીમની હોમ મેચમાંની એક ન્યુ ચંદીગઢમાં અને ત્રણ ધરમશાલામાં યોજાશે.
લીગ રાઉન્ડ પૂરો થયા પછી પ્લેઓફ્ફ્ મેચ હૈદરાબાદ અને કોલકાતામાં રમાશે. કોલકાતામાં એ પછી ફાઇનલ પણ રમાશે.


