એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ. ૩૧૧, ચાંદીના વાયદામાં રૂ. ૪૪ અને ક્રૂડ તેલના વાયદામાં રૂ. ૨૩ની વૃદ્ધિ
કોટન-ખાંડી વાયદો નરમઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૯૪૩૦.૩૯ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૫૧૩૬૦.૮૧ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૬૫૩૩.૬૩ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૧૯૨૮૭ પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૬૦૭૯૪. કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૯૪૩૦.૩૯ કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૫૧૩૬૦.૮૧ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯૨૮૭ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૭૮૪.૬૨ કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6533.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯૩૨૮ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૭૯૫૭૭ અને નીચામાં રૂ. ૭૯૨૯૨ના સ્તરને સ્પર્શી, રૂ. ૭૯૨૨૪ના આગલા બંધ સામે રૂ. ૩૧૧ વધી રૂ. ૭૯૫૩૫ના ભાવ થયા હતા. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૧૪૬ વધી રૂ. ૬૩૭૯૫ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૩૪ વધી રૂ. ૭૮૯૦ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૭ વધી રૂ. ૭૯૪૯૬ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૨૧૪૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૨૫૫૦ અને નીચામાં રૂ. ૯૨૦૬૦ના સ્તરને સ્પર્શી, રૂ. ૯૨૦૯૧ના આગલા બંધ સામે રૂ. ૪૪ વધી રૂ. ૯૨૧૩૫ના ભાવ થયા હતા. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૨૬ વધી રૂ. ૯૨૧૧૫ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. ૭૦ વધી રૂ. ૯૨૧૩૪ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1261.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ. ૧.૩ ઘટી રૂ. ૮૩૨.૪ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ. ૧.૭ ઘટી રૂ. ૨૭૪.૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ. ૧.૬ ઘટી રૂ. ૨૫૪.૪ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો ૬૫ પૈસા વધી રૂ. ૧૭૭.૯૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1706.87 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ. ૬૫૬૭ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૬૬૧૪ અને નીચામાં રૂ. ૬૫૨૭ના મથાળે અથડાઈ, રૂ. ૬૫૬૪ના આગલા બંધ સામે રૂ. ૨૩ વધી રૂ. ૬૫૮૭ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૨૦ વધી રૂ. ૬૫૮૩ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ. ૨ વધી રૂ. ૩૨૭.૩ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ. ૨.૪ વધી રૂ. ૩૨૭.૬ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ. ૯૧૦ના ભાવે ખૂલી, રૂ. ૧.૧ વધી રૂ. ૯૧૭.૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ. ૨૦ ઘટી રૂ. ૫૩૬૦૦ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4704.79 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1828.84 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 608.72 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 290.45 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 64.24 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 298.02 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 374.34 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1332.53 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 5.45 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 6.61 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૮૪૫૩ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૩૨૫૭૯ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૫૮૦૭ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૬૨૭૬૯ લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં ૨૩૬૨૦ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૩૯૦૪૬ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૪૮૧૮૧ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૮૮૬૯ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૧૭૫૭૨ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯૨૮૧ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૧૯૩૧૬ પોઇન્ટના સ્તર અને નીચામાં ૧૯૨૭૫ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૭૬ પોઇન્ટ વધી ૧૯૨૮૭ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. ૬૬૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩.૬ વધી રૂ. ૨૦૯.૮ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ. ૩૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ ૧૫ પૈસા ઘટી રૂ. ૭.૭૫ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ. ૮૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯.૫ વધી રૂ. ૨૪૪ના ભાવે બોલાયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩૯.૫ વધી રૂ. ૨૯૨૧ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ. ૮૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧.૯૨ ઘટી રૂ. ૪.૩ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ. ૨૮૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૨૩ પૈસા ઘટી રૂ. ૦.૨૪ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. ૬૬૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૪.૯ વધી રૂ. ૨૧૨.૭ના ભાવ થયા હતા. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ. ૩૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ ૧૫ પૈસા ઘટી રૂ. ૭.૭૫ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ. ૮૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦.૫ વધી રૂ. ૨૪૮ના ભાવ થયા હતા. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧ ઘટી રૂ. ૨૭૮૦ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. ૬૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૬.૫ ઘટી રૂ. ૧૭૨.૧ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ. ૩૨૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૧.૨ ઘટી રૂ. ૫.૯૫ના ભાવ થયા હતા.
સોનું જાન્યુઆરી રૂ. ૭૯૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૦.૫ ઘટી રૂ. ૨૨૦ના ભાવ થયા હતા. ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૪ વધી રૂ. ૨૭૮૦ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ. ૮૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૫૦ પૈસા ઘટી રૂ. ૨.૩૮ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ. ૨૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૨૩ પૈસા વધી રૂ. ૦.૫ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. ૬૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૪.૪૫ ઘટી રૂ. ૧૭૩.૭ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ. ૩૨૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૧.૨૫ ઘટી રૂ. ૫.૯ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ. ૭૯૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૫.૫ ઘટી રૂ. ૨૪૨.૫ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૧.૫ ઘટી રૂ. ૨૬૩૬ના ભાવ થયા હતા.