સનાતન સંગીતનું વૈશ્વિક ગૌરવ: ડૉ. કૃપેશ ઠક્કરના સંસ્કૃત આલ્બમ અને તેમના ભગવદ્ ગીતા આધારિત હિન્દી ફિલ્મ ગીતને ગ્રેમી અવોર્ડ્સ 2026 માટે કન્સિડરેશન મળ્યું

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા કૃપ મ્યુઝિક અંતર્ગત રિલીઝ થયેલ ડૉ. કૃપેશ ઠક્કરનું “સાઉન્ડ્સ ઓફ સનાતન: વોલ્યૂમ 1” સંસ્કૃત આલ્બમ અને “રેઝોનન્ટ રોર ઓફ હનુમાન” ગીત હવે વૈશ્વિક સંગીત જગતમાં ભારતનું ગૌરવ વધારી રહ્યું છે. ગ્રેમી અવોર્ડ્સ 2026 માટે ચાર અલગ કેટેગરીમાં તેમના કાર્યને કન્સિડરેશન મળ્યું છે, જે કચ્છ, ગુજરાત અને ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે.
ગ્રેમી અવોર્ડ્સ વિશ્વભરના સંગીત ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે, જેમાં ત્રણ તબક્કા હોય છે: કન્સિડરેશન, નોમિનેશન અને વિજેતા પસંદગી. હાલ આ આલ્બમ અને ગીતે પ્રથમ તબક્કો પાર કર્યો છે. કન્સિડરેશન ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ’, ‘બેસ્ટ આલ્બમ કવર’ અને ‘બેસ્ટ એન્જિનિયર્ડ આલ્બમ, નોન-ક્લાસિકલ’ કેટેગરીમાં કરવામાં આવ્યું છે. ઉપરાંત, બાળ કલાકાર પર્વ ઠક્કરના જીવન પર આધારિત ભગવદ્ ગીતા લોકજાગૃતિ ફિલ્મ “મૈં ભી અર્જુન: પર્વ”માં ગીત ‘રેઝોનન્ટ રોર ઓફ હનુમાન’નું કન્સિડરેશન ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ’ કેટેગરીમાં થયું છે. આમ, ચાર વિવિધ કેટેગરીમાં કન્સિડરેશન પામેલું આ પહેલું સનાતન સંસ્કૃત આલ્બમ અને ગીત બની ગયું છે.
આ આલ્બમ ગીતકાર, સંગીતકાર, ગાયક અને રેકોર્ડિગ એન્જિનિયર ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા તૈયાર થયું છે. તેમની સાથે યુવા કલાકાર વાચા ઠક્કર અને વિશ્વના યુવાન સિંગર પર્વ ઠક્કર કંઠ આપતા જોવા મળ્યા. આલ્બમનું રેકોર્ડિંગ કચ્છ સ્થિત કૃપ મ્યુઝિક સ્ટુડિયોમાં પર્વ ફ્યુઝન બેન્ડ અને ધ કૃપ બેન્ડ દ્વારા થયું છે. રેકોર્ડિંગ અને પ્રોડક્શનના પાયા રૂપે ડૉ. પૂજા ઠક્કરનું યોગદાન અમૂલ્ય છે, જેમણે આયુર્વેદ અને મ્યુઝિક થેરપીના સંયોજનથી આલ્બમને ઉપચારાત્મક અભિગમ આપ્યો છે.
આ આલ્બમમાં સાત ગીતો છે:
- સેક્રેડ સાઉન્ડ્સ ઓફ ગણેશ (Sacred Sounds of Ganesha) – વિઘ્નહર્તા ગણેશજીના ‘ગણેશ ગાયત્રી મંત્ર’ સાથે થેરપી સંગીતનો સંગમ.
- રેઝોનન્ટ રોર ઓફ હનુમાન (Resonant Roar of Hanuman) – બજરંગબલીના ‘હનુમાન મંત્ર’ સાથે મનને જાગૃત કરતું ગીત.
- ગ્લોરિયસ ચેન્ટસ ઓફ જલારામ (Glorious Chants of Jalaram) – સેવાભાવ અને ભક્તિ પ્રતિબિંબિત કરે છે.
- મિસ્ટિકલ મંત્ર ઓફ ગણપતિ (Mystical Mantra of Ganpati) – આત્મચેતના જગાવતું ‘વક્રતૂંડ મહાકાય’ મંત્ર.
- પાવરફૂલ ઈકોસ ઓફ રામ (Powerful Echoes of Ram) – રામના ધર્મ, કર્તવ્ય અને શૌર્ય પ્રતિબિંબિત કરે છે.
- ડિવાઇન વાઇબ્રેશન્સ ઓફ ક્રિષ્ના (Divine Vibrations of Krishna) – ‘ગોવિંદ બોલો હરિ’ ગીત સાથે મનને આનંદિત કરતું.
- નિર્વાણા બ્લિસ ઓફ શિવ (Nirvana Bliss of Shiva) – ‘ઓમ મંત્ર’ સાથે ચક્ર સંતુલન અને આધ્યાત્મિક શાંતિ આપે છે.
આ સાતેય ગીતો સનાતન ધર્મના સિદ્ધાંતો, ભારતીય વેદમંત્રો, ક્લાસિકલ રાગો અને વૈશ્વિક સંગીતના તાલમેળથી રચાયેલ છે. ડૉ. પૂજા ઠક્કર, ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. શશિકાંત ઠક્કર દ્વારા આ આલ્બમ “મ્યુઝિક થેરપી ફોર ઓલ” અભિયાનના અંતર્ગત વૈશ્વિક લોકજાગૃતિ માટે તૈયાર થયું છે. આ દ્વારા માનસિક તણાવ, ચિંતા, ડિપ્રેશન અને નકારાત્મક ઉર્જાનો ઉપચાર નિ:શુલ્ક ભેટરૂપે આપવામાં આવ્યો છે.
ડૉ. કૃપેશ ઠક્કર કહે છે, “આ ગ્રેમી કન્સિડરેશન માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસારનું પ્રતીક છે. અમારી ઈચ્છા છે કે સંગીત દ્વારા દરેક વ્યક્તિ જીવનની મુશ્કેલીઓ સામે જીત પ્રાપ્ત કરે.” ડૉ. પૂજા ઠક્કર ઉમેરે છે, “ગુજરાત અને ભારત માટે ગ્રેમી અવોર્ડ્સમાં પ્રતિનિધિત્વ કરવું ગૌરવની બાબત છે. આવનાર વર્ષોમાં કૃપ મ્યુઝિક વધુ કલાકારોને વૈશ્વિક મંચ પર લાવશે.”
Album Link: YouTube
Subscribe Deshwale on YouTube


