એમ કહો કે અનેકતામાં એકતાનું એ આગવું પ્રતીક છે. લોખંડનો થાંભલો, નીચે લટકતાં વસ્ત્રો થોડી જિર્ણ થયેલી અવસ્થા અને ઉપરનો સાધારણ એવો મુખ્ય ભાગ, એ છે આ ચબૂતરાની વર્તમાન સ્થિતિ

આ ચબૂતરાની મુલાકાત લેતી વખતે આસપાસ રહેતા લોકો ખૂબ પ્રેમપૂર્વક કુતૂહલભરી આંખોથી નિહાળવા માંડે છે. રેંટિયા વાડીની મારવાડીની ચાલીમાં આવેલો આ ચબૂતરો ઇતિહાસનો ભાગ નથી. કારણ ચબૂતરાનું નિર્માણ લગભગ ત્રીસેક વરસ પહેલો જ કરવામાં આવ્યું હતું. તેનું સરળ અને કિફાયતી સ્થાપત્ય પણ એ વાતની સાક્ષી પૂરનારું છે.
આ વિસ્તારમાં રહેતા નગીનભાઈના પિતાશ્રી સારાભાઈ વાઘેલાએ જીવદયા અને પક્ષીપ્રેમથી પ્રેરાઈને આ ચબૂતરાનું નિર્માણ કર્યું હતું. પિતાના સદ્કાર્યને સન્માન આપતાં નગીનભાઈ આજે એની દેખરેખ રાખવાની જવાબદારી નિભાવે છે. રોજેરોજ સાફ-સફાઈ કરવી, જરૂર વર્તાય ત્યારે સમારકામ કરવું અને સમયાંતરે રંગરોગાન કરાવવું એ દરેક કાર્ય તેમણે પાર પાડ્યું છે. એ બધાંથી વિશેષ એટલે દરરોજ ચણ નાખવાનું કાર્ય પણ તેઓ નિભાવે છે.
રેંટિયા વાડીમાં રહેવાસીઓથી ધમધમતો વિસ્તાર છે. અહીં આશરે બે હજાર ઘર છે. આ ઘરોમાં વિવિધ ધર્મના લોકો હળીમળીને રહે છે. એમ કહો કે અનેકતામાં એકતાનું એ આગવું પ્રતીક છે. લોખંડનો થાંભલો, નીચે લટકતાં વસ્ત્રો થોડી જિર્ણ થયેલી અવસ્થા અને ઉપરનો સાધારણ એવો મુખ્ય ભાગ, એ છે આ ચબૂતરાની વર્તમાન સ્થિતિ.
ચબૂતરાની આગળના ભાગમાં ભગવાન રામનું એક મંદિર પણ આવેલું છે. બાજુમાં છે જોગણી માતાનું મંદિર. સામેની શાળા પાસે વળી ભગવાન મહાદેવ અને ભગવાન રામનું હજી એક મંદિર પણ અહીં છે, તો વાડીની બહાર છે અંગ્રેજોના કાળનો ચર્ચ. આટઆટલા ભગવાન જેની ચોતરફ છે તેવો આ ચબૂતરો પોતે પણ એક સેવાસ્થાનક જેવો આભાસ કરાવે છે!
मोर बताता है कि कैसी होती है खुशी
मैना बाँटती है निश्छल हँसी
तोता बनाना है रट्टू भगत
गौरैया का गुण है अच्छी संगत
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


