આજકાલ દુનિયા સતત પરિવર્તનશીલ બની રહી છે, અને આ બદલાવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી ટેક્નોલોજી તરીકે ઊભરી રહી છે. AI એટલે એવી ટેક્નોલોજી કે જેમાં કમ્પ્યુટરો માનવ બુદ્ધિની જેમ શીખે છે, વિચાર કરે છે અને નિર્ણય લે છે. આજના સમયમાં સ્માર્ટફોનના વોઇસ આસિસ્ટન્ટથી લઈને મોટાં ઉદ્યોગોમાં ઉપયોગ થતી રોબોટિક્સ સુધી AI દરેક ક્ષેત્રમાં એના અસરકારક footprints મૂકતું હોય છે. આ ટેક્નોલોજી અર્થતંત્રને નવી દિશા આપે છે અને વ્યવસાયની કાર્યક્ષમતા વધારો છે.
આર્થિક વિશ્લેષકોના અનુમાન મુજબ, 2035 સુધી AI સમગ્ર વૈશ્વિક GDPમાં લગભગ 15%નો વધારો કરી શકે છે, જે ટ્રિલિયન્સ ડોલરના યોગદાન સમાન છે. વિશ્વભરના મોટા દેશો, ખાસ કરીને અમેરિકા, ચીન અને યુરોપ, આ ક્ષેત્રમાં પ્રગતિ માટે સ્પર્ધા કરી રહ્યા છે. 2025માં દુનિયામાં 100થી વધુ ટોચના AI મોડલ ઉપલબ્ધ રહેશે, જેમાં અમેરિકા 60%થી વધુ ડોમિનેશન ધરાવે છે. આટલુ જ નહીં, ચીન પણ બૌદ્ધિક વિકાસમાં પાછળ નથી, જયારે ભારત અને અન્ય યુરોપીય દેશો પણ AIના વિકાસમાં આગળ વધતા જોવા મળ્યા છે.
AIના વ્યવસાય પર પલટાવનાર પ્રભાવમાં ઓટોમેશન મુખ્ય છે. તે માનવ મહેનતને ઘટાડીને ખર્ચ અને સમય બંને બચાવે છે. AIના ઉપયોગથી 20થી 30% ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટ ટ્રેન્ડ્સનું વિશ્લેષણ ઝડપથી કરી, ઝડપદાર અને સચોટ નિર્ણયો લેવાય છે. ગ્રાહક સેવા પણ AIના કારણે વધુ પર્સનલાઇઝ્ડ અને ઝડપી બની રહી છે, જેના કારણે વેપારીઓ સ્પર્ધામાં આગળ રહે છે. 2025માં AIનું વૈશ્વિક બજાર 638 અબજ ડોલરનું હતું અને 2034 સુધી તે 3680 અબજ ડોલર સુધી વધશે તે આગાહી છે.
નોકરીઓ અને AI અંગે ચિંતાઓ સામાન્ય છે, પરંતુ હકીકત એ છે કે AI કેટલાક રૂટીન અને મેન્યુઅલ કામો ઓટોમેટ કરે છે, જ્યારે તે 2030 સુધીમાં 92 મિલિયન નવી નોકરીઓનું સર્જન પણ કરશે. નવી નોકરીઓમાં AI એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ, ઓટોમેશન મેનેજર જેવા પોઝિશન્સ શામેલ છે. એટલે કે AI નોકરીઓનું નિરસ્તરણ નહીં કરે, પરંતુ તેનો સ્વરૂપ અને પ્રકાર બદલશે.
પ્રત્યેક વેપારી માટે AI શીખવું આવશ્યક બની ગયું છે, કેમકે તે માર્કેટ એનાલિસિસ સરળ બનાવે છે, સેલ્સમાં વધારો કરે છે અને ખર્ચ ઘટાડે છે. 2025 પછી જે લીડર્સ AIમાં પ્રવીણતા હાંસલ કરશે, તેઓ જ બજારમાં સફળતા મેળવશે. AIનું કામ ચાર પ્રાથમિક તબક્કા ધરાવે છે: ડેટા એકત્ર કરવું, મશીન લર્નિંગથી પ્રોસેસ કરવું, સચોટ નિષ્કર્ષ કાઢવો અને સતત સુધારણા કરવી.
AI માટે ડેટા સેન્ટરો મહત્વપૂર્ણ છે. આ પાવરહાઉસમાં ઊંચી ક્ષમતા વાળા કમ્પ્યુટરો AI મોડલોને ટ્રેઇન અને ચલાવે છે. 2025માં વિશ્વમાં 12,000થી વધુ ડેટા સેન્ટર છે, જેમાં ભારતનું સ્થાન ખાસ છે. ગુજરાત સરકારે GIFT સિટીમાં 40 MW ક્ષમતા ધરાવતો આધુનિક AI ડેટા સેન્ટર શરૂ કર્યો છે, જે રાજ્ય માટે મહત્વપૂર્ણ પ્રગતિ છે.
અમેરિકા AI ક્ષેત્રમાં વૈશ્વિક લીડર છે, કારણ કે તે વિશ્વના 75% રોકાણકાર છે અને OpenAI, Google જેવી કંપનીઓ અહીં છે. અમેરિકા પાસે સૌથી વધુ પ્રતિભાશાળી ટેકનિકલ ટીમ છે, અને લગભગ 70% અમેરિકન કંપનીઓ AI ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
ભારતની વાત કરીએ તો AIમાં આગળ વધવા માટે સ્કિલ ડેવલપમેન્ટ, વધુ ડેટા સેન્ટર ખોલવા, અને ‘AI for All’ જેવી નીતિઓને અમલમાં લાવવા જરૂરી છે. ભારત પાસે યુવા શક્તિ છે, જે AI ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. AIનો ઉપયોગ વધતો જાય તે માટે ટેક્નોલોજી સુલભ બનાવવી જરૂરી છે.
2025માં આશરે 1.7 થી 1.8 અબજ લોકો AIનો ઉપયોગ કરી ચુક્યા છે, જેમાં 900 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. વિશ્વની 11% વસ્તી હવે AIના સક્રિય ઉપયોગમાં છે. સૌથી વધુ AIથી પ્રગતિ પામનારા સેક્ટરોમાં હેલ્થકેર, ફાઇનાન્સ, મેન્યુફેક્ચરિંગ, રિટેલ અને એજ્યુકેશન શામેલ છે, જ્યાં 35% સુધી વૃદ્ધિની સંભાવના દર્શાવવામાં આવી છે.
આ રીતે, AI માત્ર ટેક્નોલોજી નહિ પરંતુ આગામી દાયકાનું શક્તિશાળી કેન્દ્ર બની ચૂક્યું છે. જે દેશ અને વેપારી AIને ઝડપથી અપનાવશે, તે જ ભવિષ્યમાં વિજયી રહેશે. ગુજરાત અને ભારત આ દિશામાં તેજીથી આગળ વધી રહ્યા છે અને આ ક્ષેત્રનો ભાવિ ખૂબ તેજસ્વી છે.

Secretary — InGlobal Business Foundation (IBF)
Director — ReNis Agro International LLP, Ahmedabad, India
Subscribe Deshwale on YouTube


