તેના પર ખડકી દેવામાં આવેલા લબાચાથી, ગીચતાથી મુક્ત તો કરી જુઓ. તેના ખંડિત થઈ ગયેલાં શિલ્પોને ફરી પૂર્વવત્ કરવાની મહેનત તો કરી જુઓ

રંગીલાની પોળની સામે, શાહપુર વિસ્તારમાં પોલીસ ચોકી છે. ચોકીની સામે ફૂટપાથ પર જુઓ તો અતિક્રમણ સહિત જાતજાતનાં દૂષણો દૃશ્યમાન થાય. એ બધા વચ્ચે જરાક તસ્દી લઈને આંખોને નિરીક્ષણ કરવાની ફરજ પાડો તો એક ચબૂતરો દેખાય. અને એને જોતાં જ ઉદ્ગાર સરી પડે: અરે ભગવાન! આવા મજાના ચબૂતરાની આટલી ખરાબ સ્થિતિ?!
નહીં નહીં તોય સોએક વરસ જૂના આ ચબૂતરાને ફૂટપાથ પરના અતિક્રમણે બરાબર ભીંસમાં લીધો છે. એમ કહો કે ચબૂતરાને ઘેરીને ઊભેલાં ઝૂંપડાં વગેરે તેને ડારી રહ્યા છે: તું કોણ? તારી વિસાત શી? જે સમજી શકે છે, વારસાની મહત્તા જાણે છે તેને તરત એટલું થશે કે આ ચબૂતરો અમદાવાદની શાનમાં ઉમેરો કરનારું સ્થાન હતું અને ફરી બની શકે છે. એના પથ્થરના સુંદર સ્થાપત્યને તેના પર ખડકી દેવામાં આવેલા લબાચાથી, ગીચતાથી મુક્ત તો કરી જુઓ. તેના ખંડિત થઈ ગયેલાં શિલ્પોને ફરી પૂર્વવત્ કરવાની મહેનત તો કરી જુઓ.
આ કાર્ય કોણ કરશે અને ક્યારે કરશે એ સવાલનો જવાબ કોણ આપશે એ પણ કોઈ જાણતું નથી. આ ચબૂતરાની આસપાસ રહેતા લોકોમાં તેની ઉપયોગિતા વિશે કોઈ જાગૃતિ જ નથી. એક ખૂણામાં એક જૂનું સ્ટ્રક્ચર ઊભું છે તો ભલે, આપણે તેનાથી શી લેવાદેવા એવી જાણે અહીં માનસિકતા પ્રવર્તે છે. કોઈકે અહીંના લોકોને નવેસરથી વિચારતા કરવા પ્રેરવાના છે. કોઈકે આ ચબૂતરાને ફરી કાર્યરત કરવાનો છે. કોઈકે પક્ષીઓને કલાપીના શબ્દોમાં ભાવભર્યું ઇજન આપવાનું છે: રે પંખીડા સુખથી ચણજો…
બેની શેરીમાં રમે, બેની સૌને ગમે,
બેનીને ઝબલે રૂપાળા મોર છે બેની મારી મારા કાળજાની કોર છે!


