સોનાના વાયદામાં રૂ.૨૯૯૯ અને ચાંદીના વાયદામાં રૂ.૫૯૭નો સાપ્તાહિક ધોરણે ઘટાડોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા
In brief · AI summary એમસીએક્સ પર ૯થી ૧૫ના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૧૮૧૬૫૦૩.૩૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો જૂન વાયદો સપ્તાહના અંતે રૂ. ૨૯૯૯ ઘટી રૂ. ૯૩૧૬૯ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે ચાંદી જુલાઈ વાયદો રૂ.૫૯૭ ઘટી રૂ.૯૫૯૧૫ થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો રૂ.૧૦૮ વધી રૂ.૫૨૭૧ના ભાવે બંધ થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો રૂ.૧૪.૭ ઘટી રૂ.૨૯૨.૧ના સ્તરે પહોંચ્યો હતો.
કોટન-ખાંડીના વાયદામાં રૂ.૨૬૦ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસના વાયદામાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૨૦૬૮૩૮ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૧૬૦૯૬૫૩ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૧૫૪૫૮૮ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૨૧૪૯૮ પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ૯થી ૧૫ના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૧૮૧૬૫૦૩.૩૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૨૦૬૮૩૮.૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૧૬૦૯૬૫૩.૧૭ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો ૨૧૪૯૮ પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૨૬૫૩૨.૧૮ કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૧૫૪૫૮૮.૪૬ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૯૬૦૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૯૬૭૪૧ અને નીચામાં રૂ.૯૦૮૯૦ના સ્તરને સ્પર્શી, રૂ. ૯૬૧૬૮ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. ૨૯૯૯ ઘટી રૂ. ૯૩૧૬૯ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે ૮ ગ્રામદીઠ રૂ. ૨૫૧૭ ઘટી રૂ. ૭૪૯૫૪ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો સપ્તાહના અંતે ૧ ગ્રામદીઠ રૂ. ૨૮૦ ઘટી રૂ. ૯૪૨૫ થયો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૯૮ ઘટી સપ્તાહના અંતે રૂ. ૯૩૧૫૫ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬૪૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૯૬૯૨૮ અને નીચામાં રૂ. ૯૧૨૭૯ના સ્તરને સ્પર્શી, રૂ. ૯૬૪૦૧ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૩૦૭૧ ઘટી રૂ. ૯૩૩૩૦ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૯૬૧૯૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૯૭૬૬૬ અને નીચામાં રૂ.૯૩૮૦૦ના સ્તરને સ્પર્શી, રૂ.૯૬૫૧૨ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૫૯૭ ઘટી રૂ.૯૫૯૧૫ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.૬૦૭ ઘટી સપ્તાહના અંતે રૂ.૯૫૮૯૯ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.૬૦૩ ઘટી સપ્તાહના અંતે રૂ.૯૫૯૧૦ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.૧૫૧૦૩.૨૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.૬.૩૫ વધી રૂ.૮૬૨.૨૫ થયો હતો. જસત મે વાયદો રૂ.૮ વધી રૂ.૨૫૯.૦૫ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.૬.૭૫ વધી રૂ.૨૪૧.૦૫ના ભાવે બોલાયો હતો. સીસું મે વાયદો ૪૫ પૈસા વધી રૂ.૧૭૮.૭ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.૩૭૧૩૪.૧૮ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૫૧૬૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૪૪૨ અને નીચામાં રૂ.૫૧૪૬ના સ્તરને સ્પર્શી, રૂ.૫૧૬૩ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૧૦૮ વધી રૂ.૫૨૭૧ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.૧૧૦ વધી રૂ.૫૨૭૨ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.૧૪.૭ ઘટી રૂ.૨૯૨.૧ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.૧૪.૬ ઘટી રૂ.૨૯૨.૩ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.૯૨૩ના ભાવે ખૂલી, રૂ.૧૫ ઘટી રૂ.૯૧૦.૪ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.૨૬૦ વધી રૂ.૫૪૪૫૦ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.૧૧૪૦૨૩.૩૬ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.૪૦૫૬૫.૧૦ કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.૯૬૨૮.૩૪ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.૧૯૧૦.૬૭ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.૩૪૬.૭૦ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.૩૨૧૭.૪૯ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.૧૦૪૩૭.૬૮ કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.૨૬૬૯૬.૫૦ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.૮.૯૪ કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.૩.૯૩ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં ૧૧૦૭૯ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૨૪૯૦૦ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૬૪૭૬ લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૬૬૪૨૧ લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં ૬૧૬૭ લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં ૨૦૫૨૬ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૨૫૬૦૩ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૮૨૯૮૫ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૭૧૪૪ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૧૬૦૫૧ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો ૨૧૯૩૭ પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૨૨૨૨૨ પોઇન્ટના સ્તર અને નીચામાં ૨૧૦૭૯ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૬૩૪ પોઇન્ટ ઘટી ૨૧૪૯૮ પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.