સોનાનો વાયદો રૂ. ૮૬,૫૯૨ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ. ૫૪૯ અને ક્રૂડ તેલમાં રૂ. ૭૭ની તેજી
બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૨૮૫૨.૨૧ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૬૨૪૯૪.૦૨ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૮૭૨૫.૯૭ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૨૦૭૦૭ પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૭૫૩૪૭.૬૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૨૮૫૨.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૬૨૪૯૪.૦૨ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો ૨૦૭૦૭ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૮૦૭.૦૭ કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૮૭૨૫.૯૭ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૬૦૫૮ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૮૬૫૯૨ના તેના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ. ૮૫૯૫૦ના મથાળે અથડાઈ, રૂ. ૮૬૧૧૩ના આગલા બંધ સામે રૂ. ૩૧૨ વધી રૂ. ૮૬૪૨૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો જૂન વાયદો રૂ. ૮૭,૩૨૦ના તેના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૫ વધી રૂ. ૬૯૯૧૦ના ભાવ થયો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૯૭ વધી રૂ. ૮૭૪૩ના ભાવ થયો હતો. સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૦ વધી રૂ. ૮૬૧૬૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૬૫૬૬ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૭૫૧૮ અને નીચામાં રૂ. ૯૬૪૨૨ના સ્તરને સ્પર્શી, રૂ. ૯૬૮૪૮ના આગલા બંધ સામે રૂ. ૫૪૯ વધી રૂ. ૯૭૩૯૭ના ભાવ થયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૫૮૬ વધી રૂ. ૯૭૧૫૦ના ભાવ થયો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. ૫૭૬ વધી રૂ. ૯૭૧૨૫ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. ૧૪૩૬.૩૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ. ૪.૬૫ વધી રૂ. ૮૭૩ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો ૫ પૈસા વધી રૂ. ૨૭૦.૧૫ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ. ૧.૮૫ વધી રૂ. ૨૬૩.૮ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો ૫ પૈસા વધી રૂ. ૧૭૯.૮ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૨૮૫૪.૧૧ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ. ૬૨૫૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૬૩૧૨ અને નીચામાં રૂ. ૬૨૫૨ના સ્તરને સ્પર્શી, રૂ. ૬૨૩૩ના આગલા બંધ સામે રૂ. ૭૭ વધી રૂ. ૬૩૧૦ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૭૯ વધી રૂ. ૬૩૧૦ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ. ૧૪.૮ વધી રૂ. ૩૫૩.૮ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૧૪.૮ વધી રૂ. ૩૫૩.૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ. ૯૨૯.૯ના ભાવે ખૂલી, ૧૦ પૈસા વધી રૂ. ૯૨૫.૧ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. ૧૬૦ વધી રૂ. ૫૪૫૩૦ના ભાવ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૫૯૦૪.૯૦ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૨૮૨૧.૦૮ કરોડના વેપાર થયો હતો. તાંબાંના વાયદાઓમાં રૂ. ૮૫૭.૨૪ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. ૨૭૫.૧૮ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. ૧૭.૭૫ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. ૨૮૬.૨૩ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૩૭૧.૫૬ કરોડનાં વેપાર થયો હતો. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૨૪૮૨.૫૫ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. ૪.૦૨ કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. ૪.૦૮ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૭૭૯૯ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૩૪૯૯૬ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૧૦૫૩૧ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૧૧૬૧૬૮ લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં ૨૭૬૮૫ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૩૭૯૩૪ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૩૧૦૦૧ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૦૦૪૪ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૨૮૩૧૮ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો ૨૦૫૫૫ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૨૦૭૦૭ પોઇન્ટના સ્તર અને નીચામાં ૨૦૫૫૫ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૨૦૯ પોઇન્ટ વધી ૨૦૭૦૭ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૬૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩૦ વધી રૂ. ૧૭૮.૬ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૬.૩ વધી રૂ. ૧૧.૬ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. ૮૭૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૫ વધી રૂ. ૫૫૨.૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨૯૧ વધી રૂ. ૧૯૨૯.૫ના ભાવ થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. ૮૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨.૮૧ વધી રૂ. ૭.૭૧ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. ૨૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૭ પૈસા ઘટી રૂ. ૧.૭૮ના ભાવ થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૬૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩૧.૫૫ વધી રૂ. ૧૮૦ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૫.૮૫ વધી રૂ. ૧૧.૫ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. ૮૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૯ વધી રૂ. ૬૮૯.૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૯૮૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૬.૫ વધી રૂ. ૭૦ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૬૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૪૧.૨ ઘટી રૂ. ૧૬૬ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૪.૫૫ ઘટી રૂ. ૯.૧૫ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. ૮૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૫.૫ ઘટી રૂ. ૩૧૦ના ભાવ થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨૫૮ ઘટી રૂ. ૫૭૧.૫ના ભાવ થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. ૮૬૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૮૪ પૈસા ઘટી રૂ. ૨ના ભાવ થયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. ૨૬૫ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૫૫ પૈસા ઘટી રૂ. ૦.૨૫ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૬૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩૪.૮ ઘટી રૂ. ૧૨૫.૪૫ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. ૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૩.૪૫ ઘટી રૂ. ૫ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. ૮૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૯ ઘટી રૂ. ૧૬૫.૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૯૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩૬ ઘટી રૂ. ૧૪ના ભાવ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.