કોટન-ખાંડીના વાયદામાં રૂ. 920ની તેજીઃ કપાસના વાયદામાં રૂ. 29ની વૃદ્ધિઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં નરમાઈનો માહોલઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ. 191174 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1126946 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 158876 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22107 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 21થી 24ના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 1318151.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 191174.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1126946.40 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22107 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 562.72 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 158876.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ. 96696ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 99358 અને નીચામાં રૂ. 94000ના સ્તરને સ્પર્શી, રૂ. 95254ના આગલા બંધ સામે રૂ. 658ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ. 95912ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ. 97 વધી રૂ. 76410ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો રૂ. 21 વધી સપ્તાહના અંતે રૂ. 9611 થયો હતો. સોનું-મિની મે વાયદો સપ્તાહના અંતે રૂ. 1023 વધી રૂ. 95807ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ. 96335ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 99135 અને નીચામાં રૂ. 94373ના સ્તરને સ્પર્શી, રૂ. 95000ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 402 વધી રૂ. 95402ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે રૂ. 95600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 98080 અને નીચામાં રૂ. 94417ના મથાળે અથડાઈ, રૂ. 95037ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 2474ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ. 97511ના ભાવે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ. 2113 વધી સપ્તાહના અંતે રૂ. 97106ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ. 2269 વધી સપ્તાહના અંતે રૂ. 97250ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 10668.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે તાંબું એપ્રિલ વાયદો રૂ. 9.35 વધી રૂ. 854.3 થયો હતો. જસત એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ. 6.55 વધી રૂ. 253.85 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ. 3.6 વધી રૂ. 234.65ના ભાવે બોલાયો હતો. સીસું એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ. 1.8 ઘટી રૂ. 175.3ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 21610.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે રૂ. 5382ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 5566 અને નીચામાં રૂ. 5272ના સ્તરને સ્પર્શી, રૂ. 5479ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 99 ઘટી રૂ. 5380ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ. 95 ઘટી સપ્તાહના અંતે રૂ. 5383 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો રૂ. 30 ઘટી સપ્તાહના અંતે રૂ. 263.5 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ. 30.1 ઘટી સપ્તાહના અંતે રૂ. 263.5ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ. 917ના ભાવે ખૂલી, રૂ. 6.1 ઘટી સપ્તાહના અંતે રૂ. 907.7 થયો હતો. કોટન ખાંડી મે વાયદો રૂ. 920 વધી સપ્તાહના અંતે રૂ. 55950ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 116133.94 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 42742.44 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 6531.71 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 1507.67 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 233.40 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 2396.15 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 6491.80 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 15118.88 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 17.04 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 1.54 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 18030 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 17738 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 486 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 3035 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 420 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 9509 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 4493 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 9960 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13690 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13453 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો સપ્તાહના પ્રારંભે 22000 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 22636 પોઇન્ટના સ્તર અને નીચામાં 21787 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 42 પોઇન્ટ વધી 22107 પોઇન્ટના સ્તરે હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

