Saturday, January 18

નવા વર્ષમાં પ્રવેશતાં ઉત્તરાયણ માટે લોકોમાં ઉત્સાહ છે. ઉત્સાહ સાથે જોશને જોડવા માટે અપકમિંગ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ ‘ફાટી ને?’ના મેકર્સે ફિલ્મનું પહેલું ગીત ‘આઘો ખસ’ રિલીઝ કર્યું છે. આ ગીત હાઈ એનર્જી ટ્રેક અને અસલ ગુજરાતી મિજાજને મોડર્ન ટ્વિસ્ટ સાથે બખૂબી જોડે છે. જોશીલા નૃત્ય અને મીઠડી ધૂનથી ગીત લોકજીભે ચડી રહ્યું છે. પરંપરા અને પ્રવાહના સુંદર સંગમથી ગીત ઉત્તરાયણે પતંગબાજી સાથે દરેક ધાબે ગૂંજવા તૈયાર છે. રંગો અને જોશની છોળો આ ગીત પ્રમુખ કલાકારો હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા પર ફિલ્માવામાં આવ્યું છે. ગીતમાં બન્ને કલાકારો દેશી અવતારમાં દમદાર નૃત્ય કરતા દેખાય છે. હોરર અને રમૂજનો સંગમ ધરાવતી ફિલ્મને લઈને પણ દર્શકોમાં આતુરતા છે.

ફિલ્મ અને ગીત વિશે હિતુ કનોડિયા જણાવે છે, આઘો ખસએક ગીતથી વિશેષ છે. એમાં આધુનિકતાની સાથે ગુજરાતી સંસ્કૃતિની ઝલક છે. ગીતનો શૂટિંગનો સમય અમારા માટે સાચે રોમાંચક રહ્યો. દરેક જણને આ ગીત પર અમને ડાન્સ કરતા જોતા હું મારી જાતને રોકી શકતો નથી. 

કલાકાર સ્મિત પંડ્યાએ જણાવે છે, આઘો ખસગીત ટોટલ ગેમ ચેન્જર છે! એનું પારંપરિક ધૂન અને આધુનિક વાઈબ્સનું ફ્યુઝન સૌને આકર્ષિત કરી રહ્યું છે. ગીતને ફિલ્માવવામાં અમને બેહદ આનંદ મળ્યો હતો. એને દર્શકો સમક્ષ રજૂ કરવા અમે આતુર છીએ.”

ગાયક ઉમેશ બારોટ કહે છે, “આ ગીત મારા માટે એક રોમાંચકારી અનુભવ રહ્યો છે. તેની લય અને ધૂનમાં અનોખું આકર્ષણ છે. મને લાગે છે કે ગીત સહુને ગમશે અને ઝડપથી લોકપ્રિય બની જશે. 

ગીતના શબ્દો વિશે સ્વેગી ધ રેપર કહે છે, “ગીતના શબ્દોમાં ગુજરાતનો જુસ્સો છલકે છે. અમે કંઈક એવું સર્જવા ઇચ્છતા હતા જેની સાથે લોકો તરત જોડાઈ જાય અને ઝૂમી ઊઠે. અંતે જે સર્જન થયું છે તેને લઈને હું ખૂબ રોમાંચિત છું.

ગીતની કોરિયોગ્રાફી વિશે અવની મિસ્ત્રી કહે છે, “આ ગીતને કોરિયોગ્રાફ કરવું મારા માટે અવિશ્વસનીય સફર રહી. તેના ડાન્સ મુવ્સમાં ટ્રેડિશનલ અને મોડર્ન સ્ટાઇલનું ફ્યુઝન છે. આ ગીત સૌને ઝૂમવા મજબૂર કરી દેશે.”

‘આઘો ખસ’ને સોશિયલ મીડિયા પર સરાહના મળી રહી છે. સોહમ નાઇકે સંગીતબદ્ધ કરેલું આ ગીત માણવાનો સમય આવી ગયો છે. ‘ફાટી ને?’ ફિલ્મ ફૈસલ હાશમી દિગ્દર્શિત અને લિખિત છે. ફેનિલ દવે લેખક છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સે કર્યું છે. રૂપમ એન્ટરટેઇનમેન્ટ વૈશ્વિક વિતરક છે. એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચરે એનું સર્જન કર્યું છે.

આ રહી ગીતની યુટ્યુબ લિન્કઃ tiny.cc/aghokhas

Leave A Reply

English
Exit mobile version