Read inEnglishहिन्दीગુજરાતી
Money

વિેદેશી રોકાણકારોની સતત વેચવાલીથી બજારમાં મંદી, છતાં બહુ ચિંતા જેવું કેમ નથી?

By Deshwale Editorial Desk  ·   ·  1 min read
વિેદેશી રોકાણકારોની સતત વેચવાલીથી બજારમાં મંદી, છતાં બહુ ચિંતા જેવું કેમ નથી?

એક બાજુ સોના-ચાંદી બજારમાં ધૂમ તેજી છે અને સોનુ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૮૯,૦૦૦ની સપાટીને અડી ગયું છે. ત્યારે બીજી બાજુ, ભારતીય શેરબજાર ગબડી રહ્યું છે અને રોજે રોજ નવા તળિયા બનાવી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર મજબૂત છે છતાં વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. તેના કારણે બજારોમાં મંદી ચાલી રહી છે. વૈશ્વિક અર્થતંત્રોમાં અનિશ્ચિતતા છે અને અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે પગલાં લઈ રહ્યા છે તેના કારણે વિશ્વના દેશોમાં આર્થિક અને રાજકીય પરિસ્થિતિ તંગ બનવાનો ડર છે. તેના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) શેરબજારોમાં વેચવાલી કરી રહ્યા છે અને સોના જેવી સલામત એસેટમાં રોકાણ વધારી રહ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે જ સોનામાં તેજી આવી છે. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ એનએસઈનો નિફ્ટી-૫૦ ઇન્ડેક્સે ૨૬,૨૭૭ની ઓલટાઇમ ટોચ બનાવી હતી તે પછી ઘટાડો શરૂ થયો છે અને વેચવાલી ચાલતી રહી છે. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ નિફટી ઇન્ડેક્સે ૨૨, ૭૨૦ની નીચી સપાટી બની છે. આમ નિફ્ટી લગભગ ૩,૫૦૦થી વધુ પોઇન્ટ એટલે કે ૧૩.૫ ટકા તૂટી ચૂક્યો છે. હજુ ક્યાં જઈને અટકશે તેની અટકળ કરવી મુશ્કેલ છે. વિદેશી રોકાણકારોની વેચવાલીના આંકડા પર નજર નાંખીએ.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા જાહેર કરાયેલા ડેટા પર નજર કરીએ તો, ૨૦૨૫ ના પ્રથમ બે મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારોમાંથી એક લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ઇક્વિટી પાછા ખેંચી લીધા છે. આ વર્ષે અત્યાર સુધીમાં FPI દ્વારા કુલ ઉપાડ રૂ. ૧,૦૧૭૩૭ કરોડ છે, જે દેશના શેરબજારમાં સૌથી મોટી મૂડી ઉડાન છે. ૧૭ ફેબ્રુઆરીથી ૨૧ફેબ્રુઆરી દરમિયાન, FPIsએ ૨,૪૩૭.૦૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ પાછલા અઠવાડિયાની સરખામણીમાં વેચાણની તીવ્રતામાં ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, ભારતી એરટેલના શેરમાં ભારે રોકાણને કારણે, વેચાણનું દબાણ ઓછું થયું છે, જેનાથી બજારને થોડી રાહત મળી છે. સૌથી વધુ વેચવાલી ફાઇનાન્સિયલ,

એફએમસીજી, કન્સ્ટ્રક્શન મટીરિયલ અને ઓઇલ એન્ડ ગેસમાં જોવા મળી છે. બજાર નિષ્ણાતો કહે છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ખર્ચા ઘટાડવાના અને અમેરિકાને મજબૂત કરવાના પગલાના કારણે ભારત જેવા ઉભરતા બજારોમાંથી અમેરિકન બજારો તરફ વિદેશી રોકાણકારો જઈ રહ્યા છે. રોકાણકારો ફરી એકવાર અમેરિકન બજારો તરફ નજર કરી રહ્યા છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર લાંબા ગાળા માટે મજબૂત છે. એફપીઆઈ ૨૦૧૩થી ભારતીય બજારોમાં મેનીપ્યુલેશન કરીને બજારોને અસ્થિર કરતા હતા, પરંતુ ૨૦૧૪ થી તેઓ બજારમાં મોટી હેરફેર કરી શક્યા નથી, કેમકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને ભારતીય રીટેલ રોકાણકારોની સંખ્યાબળ પણ બજારને ટેકો આપી રહ્યું છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

NSDLની આવકમાં ૧૧.૭% વૃદ્ધિ, H1 FY27માં ચોખ્ખા નફામાં ૧૦.૪%નો વધારો ૨૯ વર્ષ, એક જ ચહેરો: Hikalએ ફરી કેમ Sameer Hiremath પર જ દાવ લગાવ્યો? કોલ્ટે-પાટીલનો નવો વિક્રમ: ‘વાયના એટ ધ રિઝર્વ’માં ૬૦ કલાકમાં રૂ. ૬૦૦ કરોડથી વધુનું વેચાણ