સોના-ચાંદીના વાયદામાં ફરી તેજીનો સંચારઃ સોનાનો વાયદો રૂ. ૧૦૯૯ અને ચાંદીનો વાયદો રૂ. ૨૦૩૭ વધ્યો
In brief · AI summary એમસીએક્સ પર કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં કુલ રૂ. ૯૯૩૪૬.૬૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૧૫૦૮૦.૩૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૯૯ના ઉછાળા સાથે રૂ. ૯૪૦૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. ૨૦૩૭ના ઉછાળા સાથે રૂ. ૯૭૩૮૧ થયો હતો. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો ૨૧૭૨૫ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ક્રૂડ તેલના વાયદામાં રૂ. ૪૧ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૮૪૮૨.૪૩ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૮૦૮૬૩.૨૭ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૧૫૦૮૦.૩૫ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૨૧૭૨૫ પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૯૯૩૪૬.૬૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૮૪૮૨.૪૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૮૦૮૬૩.૨૭ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો ૨૧૭૨૫ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૧૦૪૫.૫૫ કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૧૫૦૮૦.૩૫ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨૮૮૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૪૧૮૦ અને નીચામાં રૂ. ૯૨૮૭૫ના મથાળે અથડાઈ, રૂ. ૯૨૯૦૧ના આગલા બંધ સામે રૂ. ૧૦૯૯ના ઉછાળા સાથે રૂ. ૯૪૦૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૫૧૮ ઊછળી રૂ. ૭૫૫૫૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૮૩ વધી રૂ. ૯૫૦૫ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૩૮ના ઉછાળા સાથે રૂ. ૯૩૯૮૬ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૩૨૦૬ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૪૩૨૭ અને નીચામાં રૂ. ૯૩૧૬૧ના સ્તરને સ્પર્શી, રૂ. ૯૩૨૩૮ના આગલા બંધ સામે રૂ. ૮૬૦ વધી રૂ. ૯૪૦૯૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. ૯૫૯૬૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૭૬૬૬ અને નીચામાં રૂ. ૯૫૯૬૫ના મથાળે અથડાઈ, રૂ. ૯૫૩૪૪ના આગલા બંધ સામે રૂ. ૨૦૩૭ના ઉછાળા સાથે રૂ. ૯૭૩૮૧ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. ૧૯૩૭ વધી રૂ. ૯૭૩૩૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. ૧૮૯૪ વધી રૂ. ૯૭૩૦૪ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. ૧૬૧૫.૬૮ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ. ૬.૬ વધી રૂ. ૮૫૭.૯ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ. ૧.૬ વધી રૂ. ૨૫૩.૭૫ થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ. ૧.૮૫ વધી રૂ. ૨૩૯.૨ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો ૬૫ પૈસા વધી રૂ. ૧૭૮.૫ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૧૭૭૨.૯૨ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ. ૫૨૩૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૫૩૩૯ અને નીચામાં રૂ. ૫૨૩૩ના સ્તરને સ્પર્શી, રૂ. ૫૨૯૨ના આગલા બંધ સામે રૂ. ૪૧ વધી રૂ. ૫૩૩૩ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ. ૪૦ વધી રૂ. ૫૩૩૨ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ. ૧.૬ વધી રૂ. ૩૧૧.૬ થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ. ૧.૫ વધી રૂ. ૩૧૧.૫ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ. ૯૧૬ના ભાવે ખૂલી, ૬૦ પૈસા વધી રૂ. ૯૧૫ થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. ૪૪૦ ઘટી રૂ. ૫૩૫૪૦ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૧૦૩૨૦.૫૨ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૪૭૫૯.૮૩ કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૬૩૬.૮૭ કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૧૩૬.૦૫ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. ૦.૩૦ કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. ૦.૨૬ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૮૨૮૪ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૩૫૦૮૭ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૧૩૭૧૮ લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૧૭૦૨૬૯ લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં ૧૧૨૧૯ લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં ૧૭૭૭૪ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૩૩૫૧૫ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૨૧૬૧૪ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૮૮૮૯ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૧૮૬૭૫ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો ૨૧૫૯૯ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૨૧૭૨૫ પોઇન્ટના સ્તર અને નીચામાં ૨૧૫૦૧ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૨૮૩ પોઇન્ટ વધી ૨૧૭૨૫ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. ૫૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૬.૨ વધી રૂ. ૮૭.૮ થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. ૩૨૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ ૩૫ પૈસા વધી રૂ. ૧૦.૭ થયો હતો.
સોનું મે રૂ. ૯૪૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૧ વધી રૂ. ૧૪૮૦.૫ થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. ૯૭૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૮૭૦.૫ વધી રૂ. ૩૨૩૫ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ. ૮૬૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨.૭૮ વધી રૂ. ૧૨.૦૫ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ. ૨૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૩૦ પૈસા વધી રૂ. ૫.૭૭ થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. ૫૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૨૨.૯ ઘટી રૂ. ૫૭.૩ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. ૩૧૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ ૪૫ પૈસા ઘટી રૂ. ૧૪.૧૫ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૫ ઘટી રૂ. ૬૭૬ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. ૯૭૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૧૨૭.૫ ઘટી રૂ. ૨૯૨૦ થયો હતો. તાંબું મે રૂ. ૮૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩.૩૫ ઘટી રૂ. ૯.૪ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ. ૨૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૨ પૈસા વધી રૂ. ૨ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.