શનિવાર, જાન્યુઆરી 18

રાજુલા પાંજરાપોળને અનુદાન આપીને તમે પવિત્ર કાર્યમાં જોડાઈ શકો છો

ઉત્તરાયણ આવી રહી છે. આ દિવસોમાં ગૌદાન શ્રેષ્ઠ દાન છે. શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ગૌસેવા એટલે જ પ્રભુસેવા. આ મંત્રને જીવનમાં અપનાવતાં 57 વરસથી પૂ. પૂંજાબાપુ સ્થાપિત અને શ્રી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘ સંચાલિત પાંજરાપોળ અમરેલી જિલ્લાના રાજુલામાં કાર્યરત છે. પાંજરાપોળમાં આશરે 600 અંધ, અપંગ, કેન્સરગ્રસ્ત, વસૂકી ગયેલી ગાય અને અનાથ વાછરડાંની સેવા થાય છે.

આ પાંજરાપોળ સંપૂર્ણપણે ગૌદાન પર નિર્ભર છે . એને આર્થિક પીઠબળની જરૂર રહે છે. બીમાર, વિકલાંગ ગૌમાતાઓ તંદુરસ્ત અને હરતીફરતી રહે એ ભાવનાથી ગૌચરણ માટે લેવાયેલી ભૂમિ માટે ભૂમિદાન યોજનામાં રૂ. 51,000નું દાન આપનાર દાતાઓના નામ સોનેરી અક્ષરે તકતીમાં અંકિત કરવામાં આવે છે. ખુશી ક્રિયેશન્સના ધર્મેશ વકીલે ઉત્તરાયણ નિમિત્તે અરજ કરી છે કે ઉદારહૃદયી દાતાઓ ગૌશાળામાં દાન આપીને પુણ્યોપાર્જન કરે.

વધુ વિગતો તેમ જ દાન આપવા કપોળ વૈષ્ણવશ્રેષ્ઠી ગોપાલદાસ પારેખનો 93240 47909 અથવા 70210 33275 મોબાઇલ પર સંપર્ક કરવો. સંસ્થાને આપેલું દાન સીએસઆર પ્રવૃત્તિઓ અને આવકવેરાની કલમ 80જી હેઠળ રાહતને પાત્ર છે. તો, પતંગ ચગાવવા સાથે પરોપકાર પણ કરીએ અને ગૌમાતા માટે દાન પણ કરીએ.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version