શનિવાર, જાન્યુઆરી 18

ભારતના અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવા શિખરને પામતાં, ઇન્ડિય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરોએ) સફળતાપૂર્વક સ્પેસ ડોકિંગ એક્સપરિમેન્ટ (SPADEx) પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ સાથે ઇસરોએ ભારતને એવો ચોથો દેશ બનાવ્યો છે જે સેટેલાઇટ ડોકિંગ કરી શકવાને સમર્થ બન્યો છે. આ પહેલાં વિશ્વમાં માત્ર અમેરિકા, રશિયા અને ચીન આ કાર્ય કરવા સક્ષમ દેશ છે. 

ઇસરોનું સ્પેસડેક્સ મિશન બે સ્વદેશી સેટેલાઈટ્સને અવકાશમાં સફળતાપૂર્વક જોડવામાં સફળ રહ્યું છે. ભવિષ્યમાં અવકાશ સ્ટેશનનાં ઓપરેશન્સ અને ઓરબિટ સર્વિસિંગ મિશન માટે એ અત્યંત મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. જાણો આ અનન્ય કાર્યની રૂપરેખાઃ 

  • તૈયારી તબક્કો: ઇસરોના વૈજ્ઞાનિકોએ સ્પેસડેક્સ મિશન માટે તલસ્પર્શી આયોજન કરવા સાથે, પૃથ્વી પર કડક પરીક્ષણો પછી એને અવકાશમાં લોન્ચ માટે તૈયાર કર્યું હતું. 
  • લૉન્ચ: ડિસેમ્બર 2024માં પોલાર સેટેલાઈટ લૉન્ચ વિકલ (પીએસએલવી)નો ઉપયોગ કરીને બે સેટેલાઈટ્સને નીચી પૃથ્વી કક્ષામાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
  • ડોકિંગ સફળતા: 15 જાન્યુઆરી 2025એ બે સેટેલાઈટ્સ સફળતાપૂર્વક જોડાયા હતા. ભારતના અવકાશ કાર્યક્રમ માટે એ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ છે. 
  • ટેકનૉલોજિકલ હરણફાળઃ ઇસરોનું સફળ ડોકિંગ અવકાશમાં દેશની જટિલ કાર્ય સંપન્ન કરવાની ક્ષમતા પ્રદર્શિત કરે છે. એનાથી જ આપણી અવકાશી મહત્વાકાંક્ષાઓના ઉજળા ભવિષ્યનો માર્ગ પણ પ્રશસ્ત થયો છે. 
  • વૈશ્વિક સ્થાન: આ સફળતા સાથે, ભારત પોતાની ટેકનૉલોજિકલ ક્ષમતાઓ અને મહત્‍વાકાંક્ષાઓ સિદ્ધ કરતા વિશ્વના ચુનંદા દેશોની યાદીમા સ્થાન મેળવ્યું છે. 

આ નિમિત્તે ઇસરોએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જણાવ્યું હતું, “સ્પેસડેક્સ, ભારતનો પ્રથમ સ્પેસ ડોકિંગ પ્રયોગ, સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ભારતની અવકાશી મહત્‍વાકાંક્ષાઓ માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.”

સ્પેસડેક્સ મિશનની સફળતા ઇસરોની પ્રતિબદ્ધતા અને કુશળતાનું ઉ્તકૃષ્ટ ઉદાહરણ છે, જે અવકાશી સંશોધન ક્ષેત્રમાં સ્થાયી શક્તિ તરીકે ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર સંદેશ મૂકીને ઇસરો અને એના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા, “@ઇસરોના આપણા વૈજ્ઞાનિકો અને અવકાશી ક્ષેત્રની ટીમને સેટેલાઇટના સફળ સ્પેસ ડોકિંગ માટે અભિનંદન. ભારતીય સ્પેસ મિશન્સના ભવિષ્ય માટે આ એક મહત્ત્વનું સીમાચિહ્ન છે.”

Leave A Reply

ગુજરાતી
Exit mobile version