ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, એટલે જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, (ઇસરો) આજે તેના 100મા મિશન સાથે ઐતિહાસિક તબક્કે પહોંચવાને સજ્જ છે. ગણતરીની મિનિટોમાં એનું જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હિકલનું (જીએસએલવી-એફ-15) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લિફ્ટ-ઓફ્ફ થશે. સમય છે સવારે 6:23નો. એનાથી એનવીએસ-02 નેવિગેશન ઉપગ્રહ જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં તરતું થશે.
આ મિશન ઇસરો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઇસરોના જીએસએલવીનું સત્તરમું મિશન છે. સાથે એ એનું અગિયારમું એવું મિશન પણ છે જેમાં સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજનો ઉપયોગ થયો છે. ઉપરાંત, ઇસરોના નવનિયુક્ત અધ્યક્ષ વી. નારાયણનના નેતૃત્વ હેઠળનું સંસ્થાનું આ પ્રથમ અવકાશ મિશન છે. નારાયણને 13 જાન્યુઆરીએ પદભાર સંભાળ્યો હતો.
એનવીએસ-02 ઉપગ્રહ ભારતની નેવિગેશન વિથ ઇન્ડિયન કૉન્સ્ટેલેશન (નેવિક) સિસ્ટમનો ભાગ છે. ભારતની સરહદથી 1,500 કિલોમીટર દૂર સુધીના વિસ્તારમાં ઇસરોના ગ્રાહકોને આ સિસ્ટમ સચોટ સ્થિતિ, ગતિ અને સમયની સેવાઓ પૂરી પાડે છે.
આ ઉપગ્રહ પરિવહન, કૃષિ, કટોકટકાળની સેવાઓ વિમાનસેવાઓ અને મોબાઇલ આધારિત સ્થાનોની સેવાઓ જેવી વિવિધ સેવાઓને સુધારવા બની છે.
એનવીએસ-02 નવા પેઢીની એનવીએસ શ્રેણીનો બીજો ઉપગ્રહ છે. એ 29 મે 2023ના રોજ લોન્ચ થયેલા એનવીએસ-01ને અનુસરે છે. આ ઉપગ્રહ એલ-વન, એલ-ફાઇવ અને એસ બૅન્ડમાં નેવિગેશન પે-લોડ તેમ જ સી-બૅન્ડમાં રેન્જિંગ પે-લોડ ધરાવે છે. એનવીએસ-02માં સ્વદેશી અને આયાતી ઓટોમિક ઘડિયાળ હોવાથી એ સમયસૂચકતાના મામલે કમાલની ચોકસાઈ ધરાવે છે.
એનવીએસ-02 ની મુખ્ય વિશેષતાઓ
- વજન: ~2,250 કિલોગ્રામ
- પ્લેટફોર્મ: સ્ટાન્ડર્ડ આઈ-2કે બસ
- પાવર સંભાળવાની ક્ષમતા: ~3 કિલોવૉટ
- કક્ષીય સ્થિતિ: 111.75°E, જે IRNSS-1Eને બદલી દેશે
- પે-લોડ સુવિધાઓ: ટ્રાઈ-બૅન્ડ નેવિગેશન સિસ્ટમ અને ઓટોમિક ફ્રિક્વન્સી સ્ટાન્ડર્ડ
જીએસએલવી-એફ15: તબક્કા
જીએસએલવી-એફ15 ત્રણ તબક્કાવાળું લોન્ચ વ્હિકલ છે. એ ઉપગ્રહને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)માં તરતો મૂકે છે. તેની મુખ્ય તબક્કાઓ છે:
- પ્રથમ તબક્કો (જીએસ-વન): એસ139 સોલિડ રોકેટ મોટર + ચાર એલ40એચ લિક્વિડ સ્ટ્રેપ-ઓન બૂસ્ટર્સ
- બીજો તબક્કો (જીએસ2): જીએલ40એચટી લિક્વિડ એન્જિન
- ત્રીજો તબક્કો (જીએસ3): સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન (સીયુએસ15)
જીએસએલવી-એફ15ની વિગતો:
- રૉકેટ ઊંચાઈ: 50.9 મીટર
- વજનવહન ક્ષમતા: 420.7 ટન
- લક્ષ્ય કક્ષાઓ: 170 કિલોમીટર પેરિજી, 36,577 કિલોમીટર એપોજી
- એનવીએસ-02 ઉપગ્રહ અલગ થવાનો અંદાજિત સમય: ~1,150 સેકંડ લિફ્ટ-ઓફ્ફ પછી
એનવીએસ-02: વિકાસ અને પરીક્ષણ
એનવીએસ-02ને યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર, બેંગલુરુમાં વિકસાવવામાં આવ્યું છે. એ કાર્યમાં ઇસરોનાં વિવિધ કેન્દ્રોએ સહયોગ આપ્યો હતો. ઉપગ્રહે નીચે મુજબની કડક પરીક્ષણ પ્રક્રિયા પાર કરી છે:
- થર્મો-વેક્યુમ ટેસ્ટિંગ (નવેમ્બર-ડિસેમ્બર 2024) – અવકાશ પરિસ્થિતિઓની સમીક્ષા
- ગતિશીલ પરીક્ષણ (ડિસેમ્બર 2024) – લૉન્ચ દરમ્યાનના દબાણને સહન કરવાની ક્ષમતા
- એકોસ્ટિક અને વાઇબ્રેશન ટેસ્ટ્સ – અવકાશમાં સલામત રીતે કાર્યરત રહેવા માટેનું પરીક્ષણ
27 ડિસેમ્બર 2024ના રોજ પ્રિ-શિપમેન્ટ સમીક્ષા પછી, એનવીએસ-02ને પાંચમી જાન્યુઆરીએ શ્રીહરિકોટા મોકલવામાં આવ્યું હતું. આજે એ લૉન્ચ માટે તૈયાર છે.
ઇસરોનું 100મું મિશન અને જીએસએલવી-એફ15 – તથ્યો
વિશેષતા | વિગતો |
---|---|
મિશન | ઇસરોનું 100મું અવકાશ લૉન્ચિંગ |
રૉકેટ | જીએસએલવી-એફ15 (17મું GSLV મિશન, 11મું ક્રાયોજેનિક સ્ટેજવાળું) |
લૉન્ચ સમય | 29 જાન્યુઆરી 2025, સવારે |
લૉન્ચ સ્થળ | સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા |
પેલોડ | એનવીએસ-02 નેવિગેશન ઉપગ્રહ (~2,250 કિગ્રા) |
લક્ષ્ય કક્ષાઓ | જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ) |
ઇસરો અધ્યક્ષ | વી. નારાયણન (તેમના નેતૃત્વ હેઠળ પ્રથમ અવકાશ મિશન) |