સોએક વરસથી આસપાસની ઘટનાઓને નિહાળી રહેલા આ ચબૂતરાનો પર્યાપ્ત ઉપયોગ થાય તો પંખીઓને ખૂબ રાહત મળે તેમ છે. પહેલાં અહીં નિયમિત ચણ નાખવામાં આવતું હતું
દરિયાપુર વિસ્તારની જાદા ભગતની પોળમાં આવેલો આ ચબૂતરો આજે ખંડિત હાલતમાં છે. ચબૂતરો સિમેન્ટ-ક્રોંક્રીટના ભાંગ્યાતૂટ્યા ઓટલા ઉપર ઊભો છે. ઓટલા ઉપર લોખંડની કોતરણીવાળી જાળી છે. વચ્ચે લોખંડના સળિયા ઉપર પતરાનું છાપરું દેખાય છે.
અહીં સિત્તેરેક ટકા ઘર મારવાડીઓનાં છે અને બાકીનાં વિવિધ કોમનાં. પીપળાની લગોલગ આવેલો આ ચબૂતરો તેના ગોળાકારને લીધે ધ્યાનાકર્ષક લાગે છે. આ પોળમાં ગણેશજીનું મંદિર છે જેમાં નિયમિત પૂજા-પાઠ ઉપરાંત અન્નકૂટ સમયે વિશેષ આરતી પણ થાય છે. આટલી સારી બાબતોની વાત કરીએ પછી વિચાર આવે કે આ ચબૂતરો આજે કાર્યરત કેમ નથી.
કારણો બિલકુલ એવાં જ છે જે બીજા અનેક ચબૂતરા વિશે આ પુસ્તકમાં ચર્ચવામાં આવ્યાં છે. બધી જ રીતે મજાના આ ચબૂતરાને જરૂર છે સાચા સેવાભાવીઓની. સોએક વરસથી આસપાસની ઘટનાઓને નિહાળી રહેલા આ ચબૂતરાનો પર્યાપ્ત ઉપયોગ થાય તો પંખીઓને ખૂબ રાહત મળે તેમ છે. પહેલાં અહીં નિયમિત ચણ નાખવામાં આવતું હતું. આજે ચણસેવામાં નિયમિતતા રહી નથી. ચબૂતરાની ફરતે આવેલી જાળીમાં પહેલાં દરવાજો હતો જે આજે રહ્યો નથી.
God’s dream is that you and I and all of us will realize that we are family, that we are made for togetherness for goodness, and for compassion.
– Desmond Tutu
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.