એમસીએક્સ પર કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ. ૧૮૦ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં સુધારો
In brief · AI summary એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૬૦૦૪૦.૩૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯ ઘટી રૂ. ૮૫૯૬૫ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. ૩૩૬ ઘટી રૂ. ૯૭૮૦૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બ
સોનાના વાયદાના ભાવમાં રૂ. ૬૯ અને ચાંદીમાં રૂ. ૩૩૬ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ. ૮૯ સુધર્યું: કોમોડિટી વાયદાઓમાં રૂ. ૭૭૨૯ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૫૨૩૧૦ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૪૧૮૬ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૨૦૫૨૭ પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૬૦૦૪૦.૩૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૭૭૨૯.૦૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૫૨૩૧૦.૨૮ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો ૨૦૫૨૭ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૯૧૬.૧૯ કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૪૧૮૬.૭૬ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૫૭૪૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૮૬૦૬૦ અને નીચામાં રૂ. ૮૫૭૧૩ના મથાળે અથડાઈ, રૂ. ૮૬૦૩૪ના આગલા બંધ સામે રૂ. ૬૯ ઘટી રૂ. ૮૫૯૬૫ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૭૪ ઘટી રૂ. ૬૯૭૮૩ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૭ ઘટી રૂ. ૮૭૫૫ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮ ઘટી રૂ. ૮૫૯૪૪ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. ૯૭૯૫૬ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૮૨૦૦ અને નીચામાં રૂ. ૯૭૮૦૧ના મથાળે અથડાઈ, રૂ. ૯૮૧૪૧ના આગલા બંધ સામે રૂ. ૩૩૬ ઘટી રૂ. ૯૭૮૦૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. ૨૮૦ ઘટી રૂ. ૯૭૭૭૨ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. ૨૮૫ ઘટી રૂ. ૯૭૭૭૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. ૧૩૫૩.૯૮ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ. ૪.૧૫ ઘટી રૂ. ૮૮૬.૭ થયો હતો. જસત માર્ચ વાયદો રૂ. ૧.૨૫ ઘટી રૂ. ૨૭૪.૫૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો ૧૦ પૈસા ઘટી રૂ. ૨૬૪.૩ થયો હતો. સીસું માર્ચ વાયદો ૮૦ પૈસા ઘટી રૂ. ૧૮૦.૮ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૨૨૧૫.૪૮ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ. ૫૭૯૮ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૫૮૮૩ અને નીચામાં રૂ. ૫૭૮૪ના મથાળે અથડાઈ, રૂ. ૫૭૮૪ના આગલા બંધ સામે રૂ. ૮૯ વધી રૂ. ૫૮૭૩ થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. ૮૭ વધી રૂ. ૫૮૭૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. ૯ ઘટી રૂ. ૩૬૪.૯ થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ. ૯.૩ ઘટી રૂ. ૩૬૪.૯ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૩૦ના ભાવે ખૂલી, રૂ. ૨.૬ વધી રૂ. ૯૩૩ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. ૧૮૦ વધી રૂ. ૫૨૮૪૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૨૭૯૫.૧૬ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૧૩૯૧.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. ૯૬૬.૦૮ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૦૩.૪૩ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. ૫૬.૯૬ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. ૨૨૭.૫૨ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૪૯૫.૯૭ કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૭૧૯.૫૨ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. ૧.૪૮ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૮૫૩૨ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૨૪૩૩૬ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૭૭૮૮ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૧૦૭૭૦૪ લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં ૨૧૭૭૪ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૩૦૨૩૬ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૦૪૭૮૧ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૮૨૯૩ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૨૦૮૩૪ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો ૨૦૫૦૩ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૨૦૫૩૫ પોઇન્ટના સ્તર અને નીચામાં ૨૦૫૦૩ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૯ પોઇન્ટ ઘટી ૨૦૫૨૭ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૫૯૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૨૮.૯ વધી રૂ. ૧૦૬.૮ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. ૩૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૫.૭૫ ઘટી રૂ. ૧૬.૭ના ભાવ થયો હતો.
સોનું માર્ચ રૂ. ૮૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭.૫ ઘટી રૂ. ૧૦૯૧.૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. ૧૦૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૭૦ ઘટી રૂ. ૨૪૧૨.૫ના ભાવ થયો હતો. તાંબું માર્ચ રૂ. ૯૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨.૧ ઘટી રૂ. ૭.૩૬ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ. ૨૭૫ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૬૭ પૈસા ઘટી રૂ. ૩.૪૨ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૫૮૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૪૩.૩૫ વધી રૂ. ૧૬૨.૮ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. ૩૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૫.૬ ઘટી રૂ. ૧૬.૭૫ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ. ૮૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬ ઘટી રૂ. ૧૦૭૪.૫ના ભાવ થયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. ૧૦૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૯૧ ઘટી રૂ. ૨૨૩૬.૫ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૫૮૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૪૪.૮ ઘટી રૂ. ૯૧.૪ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. ૩૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૩.૪ વધી રૂ. ૨૧.૭ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ. ૮૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ. ૬૮૭ના ભાવ થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. ૯૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૯ ઘટી રૂ. ૧૯૦૦ના ભાવ થયો હતો. તાંબું માર્ચ રૂ. ૮૮૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧ વધી રૂ. ૯.૪૨ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ. ૨૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૪૧ પૈસા વધી રૂ. ૨.૦૫ના ભાવ થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૫૮૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૪૪.૫ ઘટી રૂ. ૯૩ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. ૩૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૩.૩૫ વધી રૂ. ૨૧.૭ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ. ૮૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦.૫ વધી રૂ. ૬૮૨ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. ૯૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૪૭.૫ વધી રૂ. ૧૮૪૮.૫ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.