એમસીએક્સ પર રૂ.૫,૦૩,૩૩૫ કરોડનું ઓલ ટાઇમ હાઈ ટર્નઓવરઃ ક્રૂડ ઓઇલના ઓપ્શન્સમાં રૂ.૪,૧૧,૨૬૫ કરોડનાં રેકોર્ડ કામકાજ
સોનાના વાયદામાં રૂ.૩૫૪ અને ચાંદીના વાયદામાં રૂ.૬૦૪નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.૧૩ ઢીલું – બુધવારે કોમોડિટી વાયદાઓમાં રૂ.૧૦૬૭૨.૧૭ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.૧૧૮૫૦૮.૫૭ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૫૩૨૧.૨૮ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૧૯૦૭૨ પોઇન્ટના સ્તરે
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ૧૩ જાન્યુઆરી સોમવારના રોજ વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.૫,૦૩,૩૩૫ કરોડનું ઓલ ટાઇમ હાઈ ટર્નઓવર નોંધાયું હતું. સાથે એક્સચેન્જ પર ક્રૂડ ઓઇલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.૪,૧૧,૨૬૫ કરોડનાં રેકોર્ડ કામકાજ થયાં હતાં, જે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ટ્રેડરોનો વિશેષ રસ દર્શાવે છે.
એમસીએક્સ પર ૧૫ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.૧૨૯૧૮૧.૪૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.૧૦૬૭૨.૧૭ કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.૧૧૮૫૦૮.૫૭ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯૦૭૨ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.૧૨૬૩.૮૭ કરોડનું થયું હતું.
કિંમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૫૩૨૧.૨૮ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૮૩૨૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૭૮૬૮૭ અને નીચામાં રૂ.૭૮૨૪૧ના સ્તરને સ્પર્શી, રૂ.૭૮૧૫૬ના આગલા બંધ સામે રૂ.૩૫૪ વધી રૂ.૭૮૫૧૦ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૦૩ વધી રૂ.૬૩૨૮૩ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૩૭ વધી રૂ.૭૮૦૬ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૩૫ વધી રૂ.૭૮૪૮૬ના ભાવ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૦૮૬૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૯૧૪૨૦ અને નીચામાં રૂ.૯૦૫૧૦ના સ્તરને સ્પર્શી, રૂ.૯૦૫૫૬ના આગલા બંધ સામે રૂ.૬૦૪ વધી રૂ.૯૧૧૬૦ના ભાવ હતો. સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.૫૯૧ વધી રૂ.૯૧૧૯૬ના ભાવ હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.૫૮૮ વધી રૂ.૯૧૨૦૭ના ભાવ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.૧૫૦૨.૪૫ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.૨.૬૫ ઘટી રૂ.૮૨૬.૯ના ભાવ થયો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.૩.૩ ઘટી રૂ.૨૭૦.૩૫ના ભાવ થયો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો ૮૫ પૈસા ઘટી રૂ.૨૪૬.૧ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ.૧.૩૫ ઘટી રૂ.૧૭૬.૩૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.૩૯૯૫.૯૮ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.૬૭૨૬ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૬૭૮૧ અને નીચામાં રૂ.૬૬૮૦ના સ્તરને સ્પર્શી, રૂ.૬૭૩૬ના આગલા બંધ સામે રૂ.૧૩ ઘટી રૂ.૬૭૨૩ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.૧૨ ઘટી રૂ.૬૭૨૬ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.૩.૭ ઘટી રૂ.૩૪૪.૬ના ભાવ થયા હતા. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.૩.૬ ઘટી રૂ.૩૪૪.૫ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૨૮ના ભાવે ખૂલી, રૂ.૨.૪ ઘટી રૂ.૯૨૪ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.૮૦ ઘટી રૂ.૫૪૪૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.૨૯૯૨.૮૫ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.૨૩૨૮.૪૩ કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.૭૭૬.૬૬ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.૧૯૪.૩૧ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.૪૭.૩૪ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.૪૮૪.૧૪ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.૭૨૧.૨૬ કરોડનાં વેપાર થયા હતા. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.૩૨૭૪.૭૨ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.૧.૮૦ કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.૬.૭૨ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૬૬૨૧ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૨૬૪૯૨ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૬૦૮૬ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૮૦૯૯૦ લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં ૨૪૨૧૨ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૪૧૮૬૭ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૫૪૦૮૦ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૪૫૦૨ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૧૬૩૯૯ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯૦૦૧ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૧૯૧૦૦ પોઇન્ટના સ્તર અને નીચામાં ૧૯૦૦૧ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૯૫ પોઇન્ટ વધી ૧૯૦૭૨ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.૬૭૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.૧૯.૯ ઘટી રૂ.૫૩.૨ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુ દીઠ રૂ.૨.૧ ઘટી રૂ.૨૩.૫ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.૮૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ.૭૩ વધી રૂ.૩૦૧.૫ના ભાવે બોલાયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.૯૧૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.૩૦૭ વધી રૂ.૨૯૨૦ થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.૮૩૦ની સ્ટ્રાઈક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.૧.૮૩ ઘટી રૂ.૭.૪ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.૨૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.૨.૨૪ ઘટી રૂ.૩.૬૫ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.૬૭૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.૨૧.૭૫ ઘટી રૂ.૫૩.૭ના ભાવ થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ.૧.૮૫ ઘટી રૂ.૨૩.૬ના ભાવ થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.૭૮૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૪ વધી રૂ.૮૪૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૯૧૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.૩૪૧ વધી રૂ.૨૮૩૨.૫ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.૬૭૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.૫ ઘટી રૂ.૩૨.૬ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ ૯૦ પૈસા વધી રૂ.૧૮.૩૫ના ભાવ થયા હતા.
સોનું જાન્યુઆરી રૂ.૭૮૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૧.૫ ઘટી રૂ.૫૭૩ના ભાવ થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.૯૧૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.૨૧૦.૫ ઘટી રૂ.૨૭૭૨.૫ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.૮૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૪ પૈસા વધી રૂ.૧૦.૬૬ના ભાવ થયો હતો. જસત જાન્યુઆરી રૂ.૨૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૮૦ પૈસા વધી રૂ.૩.૧ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.૬૭૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.૭.૦૫ ઘટી રૂ.૩૨.૮ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ ૭૦ પૈસા વધી રૂ.૧૮.૨ના ભાવ થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.૭૮૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૦.૫ ઘટી રૂ.૫૮૧ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૯૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.૧૪૩ ઘટી રૂ.૨૧૨૧.૫ના ભાવે બોલાયો હતો.
Disclaimer: This article has been published based on a press release. Only the headline has been modified, and grammatical improvements have been made for clarity and readability.