સોનાના વાયદાના ભાવમાં રૂ. 672 અને ચાંદીના વાયદામાં રૂ. 939નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ. 6નો મામૂલી સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ. 250 તેજઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 10,822 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 41,339 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7,564 કરોડનાં કામકાજ
એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 52164.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 10822.6 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 41339.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19540 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 884.01 કરોડનું થયું હતું.
ઉલ્લેખનીય છે કે એમસીએક્સે શનિવાર, પહેલી ફેબ્રુઆરી, 2025ના રોજ વિશેષ લાઇવ ટ્રેડિંગ સત્રનું આયોજન કર્યું છે. એનાથી કેન્દ્રીય બજેટ રજૂ થવાના દિવસે બજારના સહભાગીઓને તેમના રિયલ ટાઇમ જોખમ સંચાલન અને હેજિંગની જરૂરિયાતો પૂરી કરવા ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ રહેશે. આ માટે એક્ચેન્જ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી નોર્મલ ટ્રેડ માટે ખુલ્લું રહેશે.
ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7564.51 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ. 80566ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 81088 અને નીચામાં રૂ. 80414ના મથાળે અથડાઈ, રૂ. 80280ના આગલા બંધ સામે રૂ. 672ના ઉછાળા સાથે રૂ. 80952ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ. 461 ઊછળી રૂ. 64986ના ભાવ હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ. 41 વધી રૂ. 8024ના ભાવ રહ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ. 622ની તેજી સાથે રૂ. 80932ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 92241ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 93068 અને નીચામાં રૂ. 92201ના સ્તરને સ્પર્શી, રૂ. 91866ના આગલા બંધ સામે રૂ. 939ના ઉછાળા સાથે રૂ. 92805ના ભાવ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 862ની તેજી સાથે રૂ. 92684ના ભાવ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 896ની વૃદ્ધિ સાથે રૂ. 92705ના સ્તરે પહોંચ્યો હતો. બિનલોહ ધાતુઓમાં રૂ. 930.80 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ. 7.2 વધી રૂ. 827.75ના સ્તરે પહોંચ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો 5 પૈસા ઘટી રૂ. 262.1ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ. 1.95 વધી રૂ. 259.3ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ. 1.35 વધી રૂ. 177.8ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2339.10 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ. 6295ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 6310 અને નીચામાં રૂ. 6250ના મથાળે અથડાઈ, રૂ. 6294ના આગલા બંધ સામે રૂ. 6 વધી રૂ. 6300ના ભાવે રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 6 વધી રૂ. 6303ના ભાવ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 6.2 વધી રૂ. 279.9ના ભાવ થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 6.1 વધી રૂ. 279.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ. 915.3ના ભાવે ખૂલી, રૂ. 1 વધી રૂ. 917ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. 250ના ઉછાળા સાથે રૂ. 53610ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4666.31 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2898.21 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 524.55 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 155.25 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 14.03 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 236.98 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 396.19 કરોડનાં વેપાર થયા હતા. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1942.90 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.43 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 2.39 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16667 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34344 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6060 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 61413 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 25109 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38526 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 151357 લોટ નોંધાયા હતા. ક્રૂડ તેલના વાયદાઓમાં 8789 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17448 લોટ હતા.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19467 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19542 પોઇન્ટના સ્તર અને નીચામાં 19443 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 107 પોઇન્ટ વધી 19540 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 90 પૈસા ઘટી રૂ. 175.4ના ભાવ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. 2.7 વધી રૂ.15.95ના ભાવ બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. 82000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 234 વધી રૂ. 1040ના ભાવે બોલાયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 486.5 વધી રૂ. 3030નો ભાવ હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. 830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 92 પૈસા વધી રૂ. 12.96ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 28 પૈસા વધી રૂ. 4.25ના ભાવ થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 1.2 ઘટી રૂ. 177.55ના ભાવ થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. 3.55 વધી રૂ. 21ના ભાવ થયા હતા. સોનું-મિની ફેબ્રુઆરી રૂ. 81000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 266.5 વધી રૂ. 1078.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 560 વધી રૂ. 2890ના ભાવ હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 2.9 ઘટી રૂ. 178.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. 2.35 ઘટી રૂ. 11.7ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. 80000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 124 ઘટી રૂ. 725ના ભાવ થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 353 ઘટી રૂ. 2255ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. 820ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.63 ઘટી રૂ. 7.01ના ભાવ હતો. જસત ફેબ્રુઆરી રૂ. 265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 46 પૈસા ઘટી રૂ. 4.1ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 2.65 ઘટી રૂ. 181ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. 2.35 ઘટી રૂ. 11.7ના ભાવ થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ. 80000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 147.5 ઘટી રૂ. 838ના ભાવ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. 90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 253.5 ઘટી રૂ. 1213ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.