મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 27926 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 220334 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19103 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23105 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 248264.06 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 27926.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 220334.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 23105 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 4167.03 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19103.75 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 99500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 100403ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 99493ના મથાળે અથડાઈ, રૂ. 98392ના આગલા બંધ સામે રૂ. 1445ના ઉછાળા સાથે રૂ. 99837ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ. 1087 ઊછળી રૂ. 79669 થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ. 122ની તેજી સાથે રૂ. 9970 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1380ના ઉછાળા સાથે રૂ. 99166ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98339ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99939 અને નીચામાં રૂ. 98339ના મથાળે અથડાઈ, રૂ. 97969ના આગલા બંધ સામે રૂ. 1401 ઊછળી રૂ. 99370ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 106450ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 106940 અને નીચામાં રૂ. 105710ના મથાળે અથડાઈ, રૂ. 105885ના આગલા બંધ સામે રૂ. 243ની તેજી સાથે રૂ. 106128 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 252 વધી રૂ. 105874ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 252 વધી રૂ. 105857 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1859.81 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ. 6.85 ઘટી રૂ. 868ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો રૂ. 3.65 ઘટી રૂ. 248.45 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ. 2.45 ઘટી રૂ. 240.15ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 35 પૈસા ઘટી રૂ. 179.25ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 6726.53 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ. 6077ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 6465ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 6077ના સ્તરને પહોંચી, રૂ. 5844ના આગલા બંધ સામે રૂ. 512ના ઉછાળા સાથે રૂ. 6356ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ. 512 ઊછળી રૂ. 6355ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 6.2 વધી રૂ. 305.3 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ. 6 વધી રૂ. 305.2 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ. 932.9ના ભાવે ખૂલી, રૂ. 10.4 ઘટી રૂ. 921.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13821.07 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5282.67 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 968.30 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 216.44 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 59.22 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 615.85 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 5279.34 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1447.19 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.09 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17991 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 51216 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12252 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 127591 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 18530 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22920 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 48220 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 184025 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19563 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17045 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 23090 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23480 પોઇન્ટના સ્તર અને નીચામાં 23087 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 292 પોઇન્ટ વધી 23105 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 180.4 વધી રૂ. 196.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.35 વધી રૂ. 10.15 થયો હતો.
સોનું જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 665 વધી રૂ. 1568.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 80.5 વધી રૂ. 2037.5 થયો હતો. તાંબું જૂન રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.57 ઘટી રૂ. 5.25ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.98 ઘટી રૂ. 2.53 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 59.8 ઘટી રૂ. 21.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.65 ઘટી રૂ. 9.8ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 503 ઘટી રૂ. 809 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 204 ઘટી રૂ. 1860ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ. 870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.06 વધી રૂ. 11 થયો હતો. જસત જૂન રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.09 વધી રૂ. 3.5ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


