કોટનનો વાયદો રૂ. 200 તેજઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 11347.15 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 79027.28 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8938.98 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23384 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 90376.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 11347.15 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 79027.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 23384 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 803.25 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8938.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 99300ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99425 અને નીચામાં રૂ. 99101ના મથાળે અથડાઈ, રૂ. 99328ના આગલા બંધ સામે રૂ. 87 ઘટી રૂ. 99241ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 154 વધી રૂ. 79521 થયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 10 વધી રૂ. 9964ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 61 ઘટી રૂ. 99156 થયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 99150ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99418 અને નીચામાં રૂ. 99042ના સ્તરને સ્પર્શી, રૂ. 99258ના આગલા બંધ સામે રૂ. 34 ઘટી રૂ. 99224ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 114629ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 115075 અને નીચામાં રૂ. 114251ના મથાળે અથડાઈ, રૂ. 115046ના આગલા બંધ સામે રૂ. 279 ઘટી રૂ. 114767ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 221 ઘટી રૂ. 114510ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 191 ઘટી રૂ. 114539 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 995.93 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો 20 પૈસા ઘટી રૂ. 896 થયો હતો. જસત જુલાઈ વાયદો 30 પૈસા વધી રૂ. 267.6 થયો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 25 પૈસા વધી રૂ. 253.7ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જુલાઈ વાયદો 40 પૈસા ઘટી રૂ. 178.55ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1387.36 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ. 4495ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 4495 અને નીચામાં રૂ. 4485ના સ્તરને સ્પર્શી, રૂ. 8 ઘટી રૂ. 4485 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ. 5660ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5684 અને નીચામાં રૂ. 5630ના સ્તરને સ્પર્શી, રૂ. 5697ના આગલા બંધ સામે રૂ. 28 ઘટી રૂ. 5669ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ. 29 ઘટી રૂ. 5670ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 3.5 ઘટી રૂ. 281.4ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ. 3.8 ઘટી રૂ. 281.4 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 892ના ભાવે ખૂલી, 70 પૈસા વધી રૂ. 891 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ. 200 વધી રૂ. 55800 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5430.17 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3508.81 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 675.78 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 99.25 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 20.50 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 200.40 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 4.12 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 340.60 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1042.64 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.71 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 1.27 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19297 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 45783 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10659 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 156683 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15943 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 21314 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 46415 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 181851 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 795 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 12306 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31054 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 23300 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23410 પોઇન્ટના સ્તર અને નીચામાં 23300 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 14 પોઇન્ટ વધી 23384 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 12.8 ઘટી રૂ. 173.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.25 ઘટી રૂ. 4.05ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 90.5 ઘટી રૂ. 257.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 158.5 ઘટી રૂ. 1270 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 54 પૈસા ઘટી રૂ. 3ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 2 પૈસા ઘટી રૂ. 3.29 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 14 વધી રૂ. 203.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.5 વધી રૂ. 6.5 થયો હતો.
સોનું જુલાઈ રૂ. 99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 11 ઘટી રૂ. 455ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 114000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 97 વધી રૂ. 1070ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ. 890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 10 પૈસા વધી રૂ. 2.43 થયો હતો. જસત જુલાઈ રૂ. 265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 46 પૈસા વધી રૂ. 1.5ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


