કોમોડિટી વાયદાઓમાં રૂ. 14530.79 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 69535.27 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10978.49 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23034 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 84068.34 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 14530.79 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 69535.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 23034 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 897.2 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10978.49 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97320ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98069 અને નીચામાં રૂ. 97320ના મથાળે અથડાઈ, રૂ. 97473ના આગલા બંધ સામે રૂ. 502 વધી રૂ. 97975ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 211 વધી રૂ. 78506 થયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 30 વધી રૂ. 9869ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 475 વધી રૂ. 97929 થયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97301ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98150 અને નીચામાં રૂ. 97300ના સ્તરને સ્પર્શી, રૂ. 97615ના આગલા બંધ સામે રૂ. 459 વધી રૂ. 98074 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 112529ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 113688 અને નીચામાં રૂ. 112505ના મથાળે અથડાઈ, રૂ. 112334ના આગલા બંધ સામે રૂ. 852 વધી રૂ. 113186 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 819 વધી રૂ. 112937 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 794 વધી રૂ. 112919ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1746.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો રૂ. 5.5 વધી રૂ. 888.1ના સ્તરે પહોંચ્યો હતો. જસત જુલાઈ વાયદો રૂ. 4.2 વધી રૂ. 262.75ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો રૂ. 1 વધી રૂ. 250.05ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જુલાઈ વાયદો 75 પૈસા વધી રૂ. 178.75ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1786.05 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ. 4506ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 4507 અને નીચામાં રૂ. 4481ના સ્તરને સ્પર્શી, રૂ. 13 ઘટી રૂ. 4490ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ. 5788ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5902 અને નીચામાં રૂ. 5788ના મથાળે અથડાઈ, રૂ. 5792ના આગલા બંધ સામે રૂ. 71 વધી રૂ. 5863ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ. 70 વધી રૂ. 5864ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.5 વધી રૂ. 307.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ. 1.5 વધી રૂ. 307.5ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 890ના ભાવે ખૂલી, રૂ. 2.7 ઘટી રૂ. 889 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ. 100 ઘટી રૂ. 55600 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7003.36 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3975.13 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 909.97 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 167.75 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 38.49 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 630.41 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 8.24 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 752.04 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1025.78 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.19 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.74 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16242 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41862 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 14337 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 198471 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 17057 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19516 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44469 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 174900 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 754 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 22205 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 26670 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22929 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23067 પોઇન્ટના સ્તર અને નીચામાં 22929 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 176 પોઇન્ટ વધી 23034 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 29.4 વધી રૂ. 186.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ. 9.15ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 64 વધી રૂ. 389.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 307.5 વધી રૂ. 1910 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.82 વધી રૂ. 10.58ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.99 વધી રૂ. 4.27 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 40.5 ઘટી રૂ. 222.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ. 7.35 થયો હતો.
સોનું જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 220 ઘટી રૂ. 409 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 618.5 ઘટી રૂ. 1710 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.18 ઘટી રૂ. 2.05ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.72 ઘટી રૂ. 0.79ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


