ક્રૂડ તેલના વાયદામાં રૂ. 79ની વૃદ્ધિઃ નેચરલ ગેસના વાયદામાં 20 પૈસાનો નોમિનલ સુધારોઃ કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદામાં ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 25492.27 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 85237.57 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23179.29 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22453 પોઇન્ટના સ્તરે

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 110733.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 25492.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 85237.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 22453 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1072.68 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23179.29 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ પર સોનાનો બેન્ચમાર્ક જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98753ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99358ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 97902 બોલાઈ, રૂ. 97279ના આગલા બંધ સામે રૂ. 1075ના ઉછાળા સાથે રૂ. 98354 થયો હતો. આ સામે સોનાનાં દૂર ડિલિવરીના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો રૂ. 1,00,000, ઓક્ટોબર વાયદો રૂ. 1,00,500 અને ડિસેમ્બર વાયદો રૂ. 1,02,275ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શ્યા હતા. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 1198 વધી રૂ. 78940 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 189 વધી રૂ. 9913 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1218 વધી રૂ. 98018ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97851ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99135 અને નીચામાં રૂ. 97851ના મથાળે અથડાઈ, રૂ. 96992ના આગલા બંધ સામે રૂ. 1358 વધી રૂ. 98350ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 95793ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95989 અને નીચામાં રૂ. 94417ના સ્તરને સ્પર્શી, રૂ. 95247ના આગલા બંધ સામે રૂ. 81 ઘટી રૂ. 95166ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 66 ઘટી રૂ. 95032 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 126 ઘટી રૂ. 94955ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1070.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ. 5350ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5435 અને નીચામાં રૂ. 5346ના સ્તરને સ્પર્શી, રૂ. 5336ના આગલા બંધ સામે રૂ. 79 વધી રૂ. 5415ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ. 78 વધી રૂ. 5417ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 40 પૈસા વધી રૂ. 258.6ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 20 પૈસા વધી રૂ. 258.5 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 915.4ના ભાવે ખૂલી, 70 પૈસા ઘટી રૂ. 919.6ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 100 ઘટી રૂ. 54930 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 18186.48 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4992.81 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 767.56 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 164.15 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 29.31 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 310.86 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 331.61 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 739.18 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.42 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.20 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 24595 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 52438 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11944 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 116949 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 7462 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22767 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40243 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 139611 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 16317 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31675 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 22554 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22631 પોઇન્ટના સ્તર અને નીચામાં 22411 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 199 પોઇન્ટ વધી 22453 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 32 વધી રૂ. 216.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા ઘટી રૂ. 4.9 થયો હતો.
સોનું એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 407.5 વધી રૂ. 841 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 123 ઘટી રૂ. 684.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 29 પૈસા વધી રૂ. 4.5 થયો હતો. જસત એપ્રિલ રૂ. 275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 10 પૈસા ઘટી રૂ. 0.1 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 47 ઘટી રૂ. 208.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 10 પૈસા ઘટી રૂ. 6.45ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 186 ઘટી રૂ. 590.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 24.5 ઘટી રૂ. 900.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ. 840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.91 ઘટી રૂ. 2.91ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 245ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 25 પૈસા ઘટી રૂ. 0.75ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

