એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનામાં રૂ. ૨૨૫ અને ચાંદીમાં રૂ. ૨૯૩ની નરમાઈ
ક્રૂડ તેલનો વાયદો રૂ. ૭૫ ઘટ્યોઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૧૯૦૩ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૭૬૪૧૧ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૭૫૯૦ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૨૦૫૨૪ પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૮૮૩૧૫.૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૧૯૦૩.૦૯ કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૭૬૪૧૧.૨૯ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો ૨૦૫૨૪ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૯૨૭.૯૮ કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૭૫૯૦.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૫૭૧૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૮૫૯૨૨ અને નીચામાં રૂ. ૮૫૪૭૦ના સ્તરને સ્પર્શી, રૂ. ૮૬૦૨૪ના આગલા બંધ સામે રૂ. ૨૨૫ ઘટી રૂ. ૮૫૭૯૯ના ભાવ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૩૦૧ ઘટી રૂ. ૬૯૬૪૪ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૧૧ ઘટી રૂ. ૮૭૨૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૨ ઘટી રૂ. ૮૫૫૪૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૬૮૦૨ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૭૦૭૯ અને નીચામાં રૂ. ૯૬૪૪૪ના મથાળે અથડાઈ, રૂ. ૯૭૧૧૩ના આગલા બંધ સામે રૂ. ૨૯૩ ઘટી રૂ. ૯૬૮૨૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૩૧૩ ઘટી રૂ. ૯૬૬૧૦ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. ૨૯૯ ઘટી રૂ. ૯૬૫૭૭ના ભાવ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. ૧૪૧૫.૦૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ. ૨.૯૫ ઘટી રૂ. ૮૬૬.૮ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ. ૧.૨ ઘટી રૂ. ૨૭૦.૩૫ના ભાવ થયો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ. ૧ વધી રૂ. ૨૬૫.૫ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો ૭૦ પૈસા ઘટી રૂ. ૧૭૮.૬ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૨૮૯૫.૩૧ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ. ૬૨૭૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૬૨૯૯ અને નીચામાં રૂ. ૬૨૨૯ના મથાળે અથડાઈ, રૂ. ૬૩૧૬ના આગલા બંધ સામે રૂ. ૭૫ ઘટી રૂ. ૬૨૪૧ના ભાવ થયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. ૭૨ ઘટી રૂ. ૬૨૪૫ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ. ૧૯.૩ વધી રૂ. ૩૭૨.૧ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૧૯ વધી રૂ. ૩૭૧.૯ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ. ૯૨૪.૮ના ભાવે ખૂલી, રૂ. ૨.૫ ઘટી રૂ. ૯૨૧ના ભાવ થયો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૪૭૧૪.૯૧ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૨૮૭૫.૨૯ કરોડના વેપાર થયા હતા. તાંબાંના વાયદાઓમાં રૂ. ૮૫૮.૦૧ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૪૪.૨૭ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. ૫૦.૪૭ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. ૩૬૨.૨૫ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૨૯૮.૩૧ કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૨૫૯૭.૦૧ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. ૨.૫૭ કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. ૨.૫૭ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૭૭૪૨ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૩૦૮૭૮ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૧૦૨૨૫ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૧૧૯૪૩૩ લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં ૨૬૪૭૭ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૩૬૦૬૨ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૨૩૩૩૨ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૩૮૪૪ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૨૮૪૧૧ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો ૨૦૫૪૬ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૨૦૫૬૧ પોઇન્ટના સ્તર અને નીચામાં ૨૦૫૧૫ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૯૮ પોઇન્ટ ઘટી ૨૦૫૨૪ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૬૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩૮.૭ ઘટી રૂ. ૧૩૮.૯ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. ૩૮૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૧.૭૫ વધી રૂ. ૨.૭૫ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. ૮૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧ ઘટી રૂ. ૫૮૯.૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૭૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨૨૯.૫ ઘટી રૂ. ૭૩૨ના ભાવ થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. ૮૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩.૫૫ ઘટી રૂ. ૦.૮૮ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. ૨૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૫૫ પૈસા ઘટી રૂ. ૧.૨ના ભાવ થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૬૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩૮.૩૫ ઘટી રૂ. ૧૪૧.૮ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. ૩૯૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ ૪૫ પૈસા વધી રૂ. ૦.૯ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. ૮૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૦.૫ ઘટી રૂ. ૨૨૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. ૧૦૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૯૯ ઘટી રૂ. ૩૦૭૬ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૬૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩૬.૮ વધી રૂ. ૧૯૭.૨ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. ૩૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૧૪.૨ ઘટી રૂ. ૫.૦૫ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. ૮૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪.૫ વધી રૂ. ૩૫૧.૫ના ભાવ થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩૮.૫ ઘટી રૂ. ૩૮૪ના ભાવ થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. ૮૬૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૭૯ પૈસા ઘટી રૂ. ૦.૨૧ના ભાવ થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૬૩૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩૬.૫ વધી રૂ. ૧૯૮.૪ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. ૩૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૧૪.૨૫ ઘટી રૂ. ૫.૧ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. ૮૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ ૫૦ પૈસા વધી રૂ. ૧૬૦ના ભાવ થયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. ૯૭૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૫ ઘટી રૂ. ૨૯૦૦ના ભાવ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.