કોટન-ખાંડી વાયદો રૂ. 380 ઘટ્યોઃ મેન્થા તેલ, નેચરલ ગેસના વાયદા પણ નરમઃ બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એકંદરે મિશ્ર વલણઃ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કોમોડિટી વાયદાઓમાં રૂ. 206884 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1211614 કરોડ (નોશનલ)નું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 159627 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22029 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 16થી 22 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 1418503.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 206884.14 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1211614.1 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ રૂ. 19,751.70 કરોડનું પ્રીમિયમ ટર્નઓવર થયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22029 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 159627.74 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 92859ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 96383 અને નીચામાં રૂ. 91615ના સ્તરને સ્પર્શી, રૂ. 93169ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 2367ના ઉછાળા સાથે રૂ. 95536ના સ્તરે પહોંચ્યો હતો.
ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ. 1590 વધી સપ્તાહના અંતે રૂ. 76544ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ. 182 વધી રૂ. 9607 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 2306 ઊછળી સપ્તાહના અંતે રૂ. 95461ના ભાવે બંધ થયો હતો.
ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 93051ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 96173 અને નીચામાં રૂ. 92000ના સ્તરને સ્પર્શી, રૂ. 93330ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 2168ની તેજી સાથે રૂ. 95498ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ. 95751ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 99365 અને નીચામાં રૂ. 94376ના સ્તરને સ્પર્શી, રૂ. 95915ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 1881ના ઉછાળા સાથે રૂ. 97796 થયો હતો.
સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 1772 ઊછળી રૂ. 97671ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 1761ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ. 97671ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 13802.82 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો સપ્તાહના અંતે રૂ. 3.05 ઘટી રૂ. 859.2 થયો હતો. જસત મે વાયદો રૂ. 1.4 વધી સપ્તાહના અંતે રૂ. 260.45ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો સપ્તાહના અંતે રૂ. 4.2 ઘટી રૂ. 236.85ના ભાવે બોલાયો હતો. સીસું મે વાયદો રૂ. 1.35 ઘટી સપ્તાહના અંતે રૂ. 177.35 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 33431.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ. 5231ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 5437 અને નીચામાં રૂ. 5201ના સ્તરને સ્પર્શી, રૂ. 5257ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 8ના સુધારા સાથે રૂ. 5265ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ. 6 સુધરી રૂ. 5265 થયો હતો.
નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 11.2 ઘટી સપ્તાહના અંતે રૂ. 280.9ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો સપ્તાહના અંતે રૂ. 11.3 ઘટી રૂ. 281 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ. 911.1ના ભાવે ખૂલી, રૂ. 1.7 ઘટી રૂ. 908.7ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ રૂ. 380ના ભાવઘટાડા સાથે રૂ. 54070ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 121233.74 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 38394 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 8697.92 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 1983.54 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 256.24 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 2865.13 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 7159.51 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 26272.20 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 12.41 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 9.46 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 9678 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 18780 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 3417 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 38998 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 4621 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16788 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 25863 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 78915 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11533 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 9307 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21498 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 22200 પોઇન્ટના સ્તર અને નીચામાં 21251 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 531 પોઇન્ટ વધી 22029 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


