ગોલ્ડ-મિનીના ઓપ્શન્સમાં રેકોર્ડ ટર્નઓવર (નોશનલ) નોંધાયુઃ સોના-ચાંદીના વાયદામાં જોવાયો તેજીનો માહોલ
ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૨૮૧૧ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૪૬૨૭૭ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૯૫૭૪ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૨૦૫૭૦ પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૫૯૦૯૦.૮૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૨૮૧૧.૮૯ કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૪૬૨૭૭.૨૯ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો ૨૦૫૭૦ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૬૪૯.૩૯ કરોડનું થયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવાર, ૨૪ ફેબ્રુઆરીના રોજ એમસીએક્સ પર ગોલ્ડ-મિનીના ઓપ્શન્સમાં રૂ. ૫૧,૧૪૯ કરોડનું રેકોર્ડ ટર્નઓવર (નોશનલ) નોંધાયું હતું, જે સોનાના ભાવમાં ચાલી રહેલી મોટી ઊથલપાથલ સામે હેજિંગની જરૂરિયાત માટે ટ્રેડરોનો ઓપ્શન્સમાં વધી રહેલો રસ દર્શાવે છે.
મંગળવારના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૯૫૭૪.૭૬ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૬૩૨૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૮૬૫૨૬ અને નીચામાં રૂ. ૮૬૧૫૫ના સ્તરને સ્પર્શી, રૂ. ૮૬૧૮૪ના આગલા બંધ સામે રૂ. ૨૪૬ વધી રૂ. ૮૬૪૩૦ના ભાવ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૧૩૬ વધી રૂ. ૭૦૨૮૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૨૫ વધી રૂ. ૮૭૩૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૫ વધી રૂ. ૮૬૨૧૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૫૫૦૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૫૭૮૦ અને નીચામાં રૂ. ૯૪૯૧૧ના મથાળે અથડાઈ, રૂ. ૯૫૦૮૯ના આગલા બંધ સામે રૂ. ૩૧૦ વધી રૂ. ૯૫૩૯૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૨૪૬ વધી રૂ. ૯૫૫૫૯ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. ૩૬૪ વધી રૂ. ૯૫૫૨૮ના ભાવ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. ૧૪૯૬.૧૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ. ૧.૫ વધી રૂ. ૮૬૨.૮ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો ૪૦ પૈસા ઘટી રૂ. ૨૬૭.૧૫ના ભાવ થયો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો ૫ પૈસા વધી રૂ. ૨૬૨.૧૫ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો ૨૦ પૈસા વધી રૂ. ૧૭૭.૩૫ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૧૭૬૪.૮૫ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ. ૬૧૫૭ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૬૨૦૬ અને નીચામાં રૂ. ૬૧૫૭ના મથાળે અથડાઈ, રૂ. ૬૧૫૦ના આગલા બંધ સામે રૂ. ૨૯ વધી રૂ. ૬૧૭૯ના ભાવ થયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. ૨૬ વધી રૂ. ૬૧૭૫ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ. ૩.૬ વધી રૂ. ૩૫૦.૬ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૪.૪ વધી રૂ. ૩૫૧.૪ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ. ૯૧૪.૨ના ભાવે ખૂલી, રૂ. ૧.૪ વધી રૂ. ૯૧૮ના ભાવ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૫૪૭૭.૦૫ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૪૦૯૭.૭૦ કરોડના વેપાર થયા હતા. તાંબાંના વાયદાઓમાં રૂ. ૮૧૦.૬૬ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. ૨૭૧.૭૫ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. ૪૨.૫૮ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. ૩૭૧.૧૪ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૨૮૧.૯૦ કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૪૮૨.૯૬ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. ૨.૧૨ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૮૭૯૦ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૩૪૭૭૬ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૯૩૪૯ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૧૧૧૩૪૮ લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં ૨૪૬૪૫ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૨૬૯૯૦ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૦૩૪૮૯ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૩૭૧૬ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૨૨૮૩૦ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો ૨૦૫૦૪ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૨૦૫૭૦ પોઇન્ટના સ્તર અને નીચામાં ૨૦૫૦૦ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૩૩ પોઇન્ટ વધી ૨૦૫૭૦ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૬૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૧.૨ વધી રૂ. ૧૫૪.૫ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૨.૦૫ વધી રૂ. ૨૩.૫૫ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. ૮૭૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૭ વધી રૂ. ૨૨૩ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. ૧૦૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૪૯.૫ વધી રૂ. ૨૩૨૧.૫ના ભાવ થયો હતો. તાંબું માર્ચ રૂ. ૮૮૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧.૫૧ વધી રૂ. ૧૦.૦૧ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ. ૨૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨.૨૬ ઘટી રૂ. ૪.૨ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૬૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૧.૬૫ વધી રૂ. ૧૫૬.૨ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૧.૯ વધી રૂ. ૨૩.૫૫ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ. ૮૭૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૭.૫ વધી રૂ. ૧૦૬૪.૫ના ભાવ થયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. ૧૦૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૧ વધી રૂ. ૨૨૨૧.૫ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૬૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૮.૬ ઘટી રૂ. ૧૭૫.૩ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. ૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૧.૯ ઘટી રૂ. ૧૭.૭ના ભાવ થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. ૮૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૩.૫ ઘટી રૂ. ૨૯૨ના ભાવ થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. ૯૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૫૩.૫ ઘટી રૂ. ૨૩૨૪ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ. ૮૬૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧.૫૧ ઘટી રૂ. ૧૧.૬ના ભાવ થયો હતો. જસત માર્ચ રૂ. ૨૬૫ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧.૦૨ વધી રૂ. ૩.૧૮ના ભાવ થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૬૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૬.૫ ઘટી રૂ. ૧૭૮ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. ૨૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ. ૦.૫૫ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ. ૮૬૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૬ ઘટી રૂ. ૧૧૬૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. ૯૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૪૩ ઘટી રૂ. ૨૨૫૧.૫ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.