વીકલી માર્કેટ રિપોર્ટ: સોનાના વાયદાના ભાવમાં રૂ. ૧,૧૨૨ અને ચાંદીના વાયદામાં રૂ. ૧,૦૯૨નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ. ૪૬૧ તેજ
કોટન-ખાંડી વાયદો રૂ. ૩૭૦ નરમઃ મેન્થા તેલ ઢીલુઃ બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧,૫૫,૪૧૯ કરોડ અને ઓપ્શન્સમાં રૂ. ૧૮૬૧૯૮૧.૧૪ કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. ૧૩ કરોડનાં કામકાજ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ૧૦થી ૧૬ જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન ૧૭૦,૭૦,૪૧૩ સોદાઓમાં કુલ રૂ. ૨૦,૧૭,૪૧૨.૯૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. ૧,૫૫,૪૧૯.૩૧ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૧૮૬૧૯૮૧.૧૪ કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર ૯,૦૩,૮૯૬ સોદાઓમાં રૂ. ૮૧,૨૧૭.૫૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮,૩૦૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૭૯,૨૭૦ અને નીચામાં રૂ. ૭૭,૯૬૫ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૧,૧૨૨ના ઉછાળા સાથે રૂ. ૭૯,૨૨૬ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ. ૮૨૨ ઊછળી રૂ. ૬૩,૭૦૩ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ. ૧૦૫ વધી રૂ. ૭,૮૫૨ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧,૦૯૨ના ઉછાળા સાથે રૂ. ૭૯,૧૬૦ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧ કિલોદીઠ રૂ. ૯૧,૮૯૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૯૩,૬૬૦ અને નીચામાં રૂ. ૮૯,૯૧૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૧,૦૯૨ના ઉછાળા સાથે રૂ. ૯૨,૮૦૩ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૧,૦૬૫ની તેજી સાથે રૂ. ૯૨,૭૫૮ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૧,૦૫૯ની વૃદ્ધિ સાથે રૂ. ૯૨,૭૫૫ બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે ૧,૦૪,૧૧૮ સોદાઓમાં રૂ. ૧૩,૩૩૯.૩૬ કરોડના વેપાર થયા હતા. તાંબુ જાન્યુઆરી વાયદો રૂ. ૮૨૬ના ભાવે ખૂલી, રૂ. ૧૨.૬૫ વધી રૂ. ૮૩૭.૬૫ એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૧૦.૧૫ વધી રૂ. ૨૫૨.૫૫ તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૧.૪૦ વધી રૂ. ૧૭૮ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૨.૫૫ વધી રૂ. ૨૭૪ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો ૧ કિલોદીઠ રૂ. ૯.૮૦ વધી રૂ. ૨૫૨.૪૦ સીસું-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૧.૧૦ વધી રૂ. ૧૭૮.૩૦ જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ. ૨.૦૫ વધી રૂ. ૨૭૪.૧૫ બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ૧૨,૪૨,૭૧૫ સોદાઓમાં રૂ. ૬૦,૮૪૨.૪૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧ બેરલદીઠ રૂ. ૬,૩૬૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૬,૯૫૮ અને નીચામાં રૂ. ૬,૩૬૩ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૪૬૧ વધી રૂ. ૬,૮૩૩ બોલાયો હતો, ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ. ૪૬૫ વધી રૂ. ૬,૮૩૭ બંધ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો ૧ એમએમબીટીયુદીઠ રૂ. ૩૨૧ના ભાવે ખૂલી, રૂ. ૩૦.૩૦ વધી રૂ. ૩૫૬.૩૦ અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો ૩૦.૧ વધી ૩૫૫.૯ બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ. ૧૯.૯૦ કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧ ખાંડીદીઠ રૂ. ૫૪,૮૮૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૫૬,૦૦૦ અને નીચામાં રૂ. ૫૪,૧૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૩૭૦ ઘટી રૂ. ૫૪,૨૨૦ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ. ૨૩.૨૦ ઘટી રૂ. ૯૨૪.૭૦ બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૩૮,૭૮૭.૨૭ કરોડના ૪૯,૨૨૯.૯૩૦ કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૪૨,૪૩૦.૨૯ કરોડનાં ૪,૬૦૩.૮૮૪ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ. ૧૩,૯૬૯.૪૮ કરોડનાં ૨,૦૮,૨૧,૫૩૦ બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ. ૪૬,૮૭૩.૦૧ કરોડનાં ૧,૩૮,૬૬,૩૩,૭૫૦ એમએમબીટીયુનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ. ૨,૪૩૯.૭૧ કરોડનાં ૯૮,૫૯૭ ટન સીસું અને સીસું-મિની વાયદાઓમાં રૂ. ૫૦૮.૬૫ કરોડનાં ૨૮,૫૩૫ ટન તાંબાના વાયદાઓમાં રૂ. ૬,૮૪૦.૫૭ કરોડનાં ૮૨,૪૦૫ ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ. ૩,૫૫૦.૪૩ કરોડનાં ૧,૩૦,૦૩૯ ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ. ૮.૫૯ કરોડનાં ૬,૨૮૮ ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ. ૧૧.૩૧ કરોડનાં ૧૨૦.૯૬ ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૨૦,૭૮૧.૫૯૩ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૧,૦૪૬.૧૫૮ ટન, તાંબાના વાયદાઓમાં ૨૧,૪૮૭.૫૦૦ ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં ૨૫,૦૮૭ ટન, સીસું અને સીસું-મિનીમાં ૬,૯૬૬ ટન તથા જસત અને જસત-મિનીમાં ૨૧,૩૫૭ ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં ૧૬,૪૮,૨૩૦ બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં ૨,૯૬,૦૬,૦૦૦ એમએમબીટીયુ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં ૨૧,૬૪૮ ખાંડી અને મેન્થા તેલ વાયદામાં ૧૮૧.૮ ટનના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ. ૧૨.૫૪ કરોડનાં ૧૩૧ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં ૭૦ લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯,૦૯૦ પોઇન્ટ ખૂલી, ઉપરમાં ૧૯,૨૯૩ અને નીચામાં ૧૮,૯૫૦ બોલાઈ, ૩૪૩ પોઇન્ટની મૂવમેન્ટ સાથે ૨૫૮ પોઇન્ટ વધી ૧૯,૨૭૪ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. ૧૮,૬૧,૯૮૧.૧૪ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. ૧,૩૩,૪૮૩.૩૧ કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૧,૬૬૩.૩૩ કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. ૧૫,૩૦,૯૮૬.૩૬ કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. ૧,૫૪,૫૮૦.૩૭ કરોડનાં કામકાજ થયાં હતાં.
Disclaimer: This article has been published based on a press release. Only the headline has been modified, and grammatical improvements have been made for clarity and readability.