Read inEnglishहिन्दीગુજરાતી
Money

સોનાના વાયદાના ભાવમાં રૂ. ૮૨૮ અને ચાંદીના વાયદામાં રૂ. ૩,૪૭૮નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા

By Pooja Kamble Thukarul  ·   ·  1 min read

સપ્તાહના અંતે સોનાના ઓપ્શન્સ (૧ કિ.ગ્રા.) કોન્ટ્રેક્ટ્સમાં ઓલ ટાઇમ હાઈ રેકોર્ડ ટર્નઓવર અને વોલ્યુમ નોંધાયાઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે નરમાઈનો માહોલઃ કોટન-ખાંડી વાયદામાં રૂ. ૯૧૦નો નોંધપાત્ર ઘટાડોઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧,૪૭,૬૦૬ કરોડ અને ઓપ્શન્સમાં રૂ. ૧૧૩૭૪૨૧.૭૬ કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. ૩૪ કરોડનાં કામકાજ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ૨૧થી ૨૭ ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન ૮૩,૬૫,૫૮૩ સોદાઓમાં કુલ રૂ. ૧૨,૮૫,૦૬૨.૨૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. ૧,૪૭,૬૦૬.૩૩ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૧૧૩૭૪૨૧.૭૬ કરોડનો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્તાહના અતે ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરીના રોજ એમસીએક્સ પર સોનાના ઓપ્શન્સ (૧ કિ.ગ્રા.) કોન્ટ્રેક્ટ્સમાં રૂ. ૧,૭૧,૦૨૫ કરોડનું ઓલ ટાઇમ હાઈ ટર્નઓવર (નોશનલ) નોંધાયું હતું. આ સાથે સોનાના ઓપ્શન્સ (૧ કિ.ગ્રા.) કોન્ટ્રેક્ટ્સમાં ૨૦૦ મે.ટનનું ઉચ્ચતમ વોલ્યુમ પણ નોંધાયું હતું. આ અગાઉ સપ્તાહ દરમિયાન સોમવાર, ૨૪ ફેબ્રુઆરીના રોજ સોનું-મિનીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ. ૫૧,૧૪૯ કરોડનાં રેકોર્ડ ટર્નઓવર (નોશનલ) નોંધાયું હતું.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર ૮,૬૫,૫૦૩ સોદાઓમાં રૂ. ૧,૦૧,૭૩૩.૬૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૫,૭૧૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૮૬,૫૭૬ અને નીચામાં રૂ. ૮૪,૮૭૯ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૮૨૮ ઘટી રૂ. ૮૫,૧૯૬ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ. ૬૨૩ ઘટી રૂ. ૬૯,૩૮૧ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ. ૪૮ ઘટી રૂ. ૮,૬૮૯ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦૭ ઘટી રૂ. ૮૫,૧૨૩ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧ કિલોદીઠ રૂ. ૯૬,૮૦૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૯૭,૦૭૯ અને નીચામાં રૂ. ૯૩,૦૭૫ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૩,૪૭૮ ઘટી રૂ. ૯૩,૬૩૫ ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. ૩,૨૧૧ ઘટી રૂ. ૯૫,૬૦૮ અને ચાંદી-માઇક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. ૩,૧૯૭ ઘટી રૂ. ૯૫,૬૧૨ બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે ૯૧,૫૭૨ સોદાઓમાં રૂ. ૧૨,૬૯૪.૧૫ કરોડના વેપાર થયા હતા. તાંબું માર્ચ વાયદો રૂ. ૮૭૨.૩૦ના ભાવે ખૂલી, રૂ. ૯.૩૫ ઘટી રૂ. ૮૬૪.૪૫ જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. ૪.૧૫ ઘટી રૂ. ૨૫૮.૭૫ તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. ૦.૯૦ ઘટી રૂ. ૧૮૧ના ભાવ થયો હતો. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. ૫.૩૫ ઘટી રૂ. ૨૬૮ના ભાવ થયો હતો. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો ૧ કિલોદીઠ રૂ. ૩.૯૦ ઘટી રૂ. ૨૫૮.૮૫ સીસું-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. ૦.૮૫ ઘટી રૂ. ૧૮૧.૧૫ જસત-મિની માર્ચ વાયદો રૂ. ૫.૨૦ ઘટી રૂ. ૨૬૮.૧૫ બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ૭,૫૧,૯૪૬ સોદાઓમાં રૂ. ૩૩,૧૬૬.૧૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧ બેરલદીઠ રૂ. ૬,૨૭૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૬,૨૯૯ અને નીચામાં રૂ. ૫,૯૭૬ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૧૮૧ ઘટી રૂ. ૬,૧૩૫ બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. ૧૮૪ ઘટી રૂ. ૬,૧૩૩ બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ. ૩૫૭ના ભાવે ખૂલી, રૂ. ૧.૫૦ ઘટી રૂ. ૩૪૭.૭૦ અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો ૧.૨ ઘટી ૩૪૭.૭ બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ. ૧૨.૪૪ કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧ ખાંડીદીઠ રૂ. ૫૪,૨૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૫૪,૨૦૦ અને નીચામાં રૂ. ૫૩,૫૧૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૯૧૦ ઘટી રૂ. ૫૩,૫૧૦ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ. ૭.૦૦ ઘટી રૂ. ૯૨૭.૭૦ બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૫૭,૬૪૭.૭૨ કરોડનાં ૬૭,૧૭૫.૨૮૨ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૪૪,૦૮૫.૯૦ કરોડનાં ૪,૫૮૨.૦૮૪ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ. ૪,૬૫૬.૫૧ કરોડનાં ૭૬,૧૧,૭૨૦ બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ. ૨૮,૫૦૯.૬૧ કરોડનાં ૮૦,૧૬,૪૬,૦૦૦ એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ. ૧,૮૫૪.૩૮ કરોડનાં ૭૧,૨૭૧ ટન સીસું અને સીસું-મિની વાયદાઓમાં રૂ. ૩૪૨.૯૧ કરોડનાં ૧૯,૦૫૧ ટન તાંબાંના વાયદાઓમાં રૂ. ૭,૫૮૧.૭૭ કરોડનાં ૮૭,૫૨૦ ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ. ૨,૯૧૫.૦૯ કરોડનાં ૧,૦૮,૦૩૭ ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ. ૧૯ કરોડનાં ૧૪૪ ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ. ૧૨.૨૫ કરોડનાં ૧૩૨.૪૮ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૯,૮૪૧.૨૭૫ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૯૮૭.૯૪૧ ટન, તાંબાંના વાયદાઓમાં ૧૬,૨૨૭.૫૦૦ ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં ૧૭,૫૧૮ ટન, સીસું અને સીસું-મિનીમાં ૩,૭૬૮ ટન તથા જસત અને જસત-મિનીમાં ૧૬,૦૦૬ ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં ૫,૧૧,૯૦૦ બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં ૨,૯૩,૭૯,૫૦૦ એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં ૧૨,૧૯૨ ખાંડી અને મેન્થા તેલ વાયદામાં ૧૧૨.૩૨ ટનના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ. ૩૪.૧૫ કરોડનાં ૩૩૩ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં ૬૪ લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો ૨૦,૫૦૨ પોઇન્ટ ખૂલી, ઉપરમાં ૨૦,૬૫૦ અને નીચામાં ૨૦,૨૨૦ બોલાઈ, ૪૩૦ પોઇન્ટની મૂવમેન્ટ સાથે ૪૭૮ પોઇન્ટ ઘટી ૨૦,૨૬૪ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. ૧૧૩૭૪૨૧.૭૬ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૩૩૮૯૧.૨૪ કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. ૭૪૭૦૨.૯૮ કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. ૩૩૪૩૧૨.૮૭ કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. ૧૮૫૮૮૨.૬૧ કરોડનાં કામકાજ થયાં હતાં.

Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

NSDLની આવકમાં ૧૧.૭% વૃદ્ધિ, H1 FY27માં ચોખ્ખા નફામાં ૧૦.૪%નો વધારો ૨૯ વર્ષ, એક જ ચહેરો: Hikalએ ફરી કેમ Sameer Hiremath પર જ દાવ લગાવ્યો? કોલ્ટે-પાટીલનો નવો વિક્રમ: ‘વાયના એટ ધ રિઝર્વ’માં ૬૦ કલાકમાં રૂ. ૬૦૦ કરોડથી વધુનું વેચાણ