પક્ષીઓ માટે આ વિસ્તાર અને તેમાં એક સરસ રીતે ચણાયેલો અને કાર્યરત ચબતૂરો હોય એ આદર્શ વ્યવસ્થા ગણાશે

અત્યારે જ્યાં મેટલનો બનેલો ચબૂતરો છે એ જગ્યાએ ક્યારેક વિશાળ પીપળો લહેરાતો હતો. આ ખાંચાને એનું નામ પણ એ વૃક્ષ થકી મળ્યું હતું. થોડાં વરસ પહેલાં પીપળો જોખમી હદે નમી પડતાં તેને કાપવો પડ્યો હતો. એ પછી એની જગ્યાએ લોકોના બેસવા માટે ઓટલો અને તેની સાથે ચબૂતરો બાંધવામાં આવ્યો. શહેરી ભીડ અને શોરબકોરથી આ વિસ્તાર હજી સારા પ્રમાણમાં અલિપ્ત છે. વળી તેનું વેપારીકરણ પણ નથી થયું. આ મુદ્દાઓ ધ્યાનમાં લઈએ તો પક્ષીઓ માટે આ વિસ્તાર અને તેમાં એક સરસ રીતે ચણાયેલો અને કાર્યરત ચબતૂરો હોય એ આદર્શ વ્યવસ્થા ગણાશે.
આ ચબૂતરાનું નિર્માણ રહેવાસીઓએ તો ઓટલાનું નિર્માણ મ્યુનિસિપાલિટીએ કર્યું હતું. ચબૂતરાને માંડ સાત-આઠ વરસ થયાં છે. સારી બાબત એ છે કે અહીં રહેતા લોકો ચબૂતરામાં રોજ ચણ નીરે છે અને પાણી સાથે ગાંઠિયા વગેરેની સેવા પણ કરે છે. તેના લીધે પક્ષીઓ ઉપરાંત ખિસકોલીઓની પણ સેવા થાય છે.
दान के लिये वर्तमान ही सबसे उचित समय है। युधिष्ठिर के पास एक भिखारी आया। उन्होंने उसे अगले दिन आने के लिये कहा। इस पर भीम हर्षित हो उठें। उन्होंने सोचा कि उनके भाई ने कल तक के लिये मृत्यु पर विजय प्राप्त कर ली है।
– महाभारत
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

