Read inEnglishहिन्दीગુજરાતી
Science and Tech

સ્વાગત છે, #Crew9! આ ધરતી તમને યાદ કરે છે: પીએમ

In brief · AI summary ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-૯ ટીમ અંતરિક્ષમાંથી સકુશળ પાછી ફરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને સુરક્ષિત પરત ફરવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમની હિંમત, દૃઢ નિશ્ચય તથા અવકાશ સંશોધનમાં યોગદાનની પ્રશંસા કરી છે. મોદીએ X પર સંદેશમાં કહ્યું કે તેમના ધૈર્ય અને સાહસની આ કસોટી રહી છે, અને સુનિતા વિલિયમ્સ તથા #Crew9 અંતરિક્ષ યાત્રીઓ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

By Deshwale Science and Environment Desk  ·   ·  1 min read
સ્વાગત છે, #Crew9! આ ધરતી તમને યાદ કરે છે: પીએમ

ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમ ક્રૂ-૯ અંતરિક્ષમાંથી સકુશળ પાછી ફરી છે. આ અવકાશયાત્રીઓને પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમ જ મોદીએ ક્રૂ-૯ અંતરિક્ષ યાત્રીઓની હિંમત, દૃઢ નિશ્ચય અને અવકાશ સંશોધનમાં યોગદાનની પ્રશંસા કરી છે.

સ્વાગત છે, #Crew9! આ ધરતી તમને યાદ કરે છે: પીએમ

આ અંગે એમણે X પર એક સંદેશમાં કહ્યું; “સ્વાગત છે, #Crew9! આ ધરતી તમને યાદ કરે છે.

સ્વાગત છે, #Crew9! આ ધરતી તમને યાદ કરે છે: પીએમ

તેમના ધૈર્ય, સાહસ અને અસીમ માનવીય ભાવનાની આ કસોટી રહી છે. સુનિતા વિલિયમ્સ અને #Crew9 અંતરિક્ષ યાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે ખરા અર્થમાં દ્રઢતાનો અર્થ શું થાય છે. વિશાળ અજ્ઞાતની સામે તેમનો અટલ નિશ્ચય લાખો લોકો માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

સ્વાગત છે, #Crew9! આ ધરતી તમને યાદ કરે છે: પીએમ

અવકાશ સંશોધન એ માનવ ક્ષમતાની મર્યાદાઓને આગળ ધપાવવા, સ્વપ્ન જોવાની હિંમત કરવા અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાના સાહસ રાખવા વિશે છે. સુનિતા વિલિયમ્સ, એક પથદર્શક અને આદર્શ, જેમણે પોતાની કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે. અમને તે બધા લોકો પર પણ ખૂબ જ ગર્વ છે, જેમણે તેઓને સુરક્ષિત ઘરવાપસીની આ સફર માટે અથાક મહેનત કરી છે.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

કોમ્પોઝિટ ફર્મિયન્સની ક્રાંતિકારી શોધ બદલ પ્રોફેસર જૈનેન્દ્ર કે. જૈનને પ્રતિષ્ઠિત વુલ્ફ પ્રાઇઝ ડોંબિલવીમાં ગુજરાતી-મરાઠી સંત ધર્મ સાહિત્ય આદાનપ્રદાન વિષય પર ગ્રામ્ય મહોત્સવ યોજાયો ટેક્નોલોજી જાયન્ટ્સઃ કન્ટેન્ટ જનરેશનથી શોષણનું વૈશ્વિક મશીન