કોટન-ખાંડી વાયદામાં રૂ. 190ની નરમાઈઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 14340.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 77806.28 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10241.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 19840 પોઇન્ટના સ્તરે

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 92149.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 14340.87 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 77806.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19840 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1516.38 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10241.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ. 81799ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 82820ના ઓલ ટાઇમ હાઈના સ્તરે બોલાઈ અને નીચામાં રૂ. 81799ના સ્તરને સ્પર્શી, રૂ. 81971ના આગલા બંધ સામે રૂ. 849ના ઉછાળા સાથે રૂ. 82820ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ. 455 ઊછળી રૂ. 66305ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ. 60 વધી રૂ. 8174ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ. 613 ઊછળી રૂ. 82550ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 92699ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 94045 અને નીચામાં રૂ. 91725ના મથાળે અથડાઈ, રૂ. 93214ના આગલા બંધ સામે રૂ. 607ની તેજી સાથે રૂ. 93821ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 573 વધી રૂ. 93675ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 585 વધી રૂ. 93677ના ભાવે બોલાયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1026.13 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ. 2.55 ઘટી રૂ. 825.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો 80 પૈસા વધી રૂ. 263.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 25 પૈસા ઘટી રૂ. 249.7ના ભાવ થયા હતા. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 65 પૈસા વધી રૂ. 179.1ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 3120.34 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ. 6400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 6505 અને નીચામાં રૂ. 6400ના સ્તરને સ્પર્શી, રૂ. 6350ના આગલા બંધ સામે રૂ. 143ના ઉછાળા સાથે રૂ. 6493ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 146 વધી રૂ. 6493ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ. 21.6 વધી રૂ. 288.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 21.5 વધી રૂ. 289.2ના ભાવ થયા હતા.
કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ. 926.2ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ. 920.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. 190 ઘટી રૂ. 53410ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5947.28 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4294.02 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 582.70 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 120.69 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 76.17 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 246.57 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 930.16 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2190.18 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 0.93 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 1.57 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17837 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 38162 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7210 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 67252 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 27642 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39835 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 155843 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 5567 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16503 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19667 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19840 પોઇન્ટના સ્તર અને નીચામાં 19667 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 95 પોઇન્ટ વધી 19840 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. 6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 72.5 વધી રૂ. 168.7ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 8.95 વધી રૂ. 16.15ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. 84000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 283.5 વધી રૂ. 930ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 376.5 વધી રૂ. 2079ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ. 830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.73 ઘટી રૂ. 9.02ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 26 પૈસા વધી રૂ. 2.38ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. 6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 71.55 વધી રૂ. 170.45ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 12.85 વધી રૂ. 26.8ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. 82000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 281 વધી રૂ. 1430ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. 93000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 377.5 વધી રૂ. 2670ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. 6400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 61 ઘટી રૂ. 127.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 10.5 ઘટી રૂ. 12ના ભાવ થયા હતા.
સોનું ફેબ્રુઆરી રૂ. 81000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 150.5 ઘટી રૂ. 588ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. 93000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 227.5 ઘટી રૂ. 2135ના ભાવે બોલાયો હતો. તાંબુ ફેબ્રુઆરી રૂ. 820ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 41 પૈસા વધી રૂ. 8.28ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.17 ઘટી રૂ. 3.48ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. 6400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 58.6 ઘટી રૂ. 129.85ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 10.45 ઘટી રૂ. 12.15ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. 81000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 275.5 ઘટી રૂ. 720.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. 93000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 186 ઘટી રૂ. 1999ના ભાવ થયા હતા.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.