Saturday, January 18

મુંબઈના અમેરિકન રાજદૂતાલયમાં સેવા આપનારા રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતમાં એમના કાર્યકાળ અને નોકરીને પોતાના જીવનની સૌથી અસાધારણ નોકરી ગણાવી છે. મુંબઈમાં યોજાએલી એક ઇવેન્ટમાં તેઓએ એ સાથે ભારત અને અમેરિકાના સંબંધોને વધુ ગાઢ કરવાના મુદ્દે પણ વિચાર વ્યક્ત કર્યો હતો. 

મુંબઈના અમેરિકન રાજદૂતાલયમાં સેવા આપનારા રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતમાં એમના કાર્યકાળ અને નોકરીને પોતાના જીવનની સૌથી અસાધારણ નોકરી ગણાવી છે. મુંબઈમાં યોજાએલી એક ઇવેન્ટમાં તેઓએ એ સાથે ભારત અને અમેરિકાના સંબંધોને વધુ ગાઢ કરવાના મુદ્દે પણ વિચાર વ્યક્ત કર્યો હતો. 

ગાર્સેટ્ટીએ મે 2023થી ભારતમાં ફરજ નિભાવી છે. વિદાય લેનારા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતને અમેરિકાનો એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો એ વાતનું પણ ગાર્સેટ્ટીએ સ્મરણ કર્યું હતું. 

ગાર્સેટ્ટી આ પહેલાં લોસ એન્જલેસના મેયર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વેપાર, રોકાણ અને લશ્કરી સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને અમેરિકા વચ્ચે સહયોગ વધે એ માટે પણ તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. બેઉ દેશની ભાગીદારી, ગાર્સેટ્ટીના મતે, અમર્યાદિત તકો ધરાવે છે. એના આધારે બેઉ દેશો વૈશ્વિક મોરચે ભવિષ્ય ઘડવામાં ભૂમિકા ભજવશે, એવું તેઓએ ઉમેર્યું હતું.   

ટૂંક સમયમાં બેંગલુરુમાં પણ અમેરિકન કોન્સ્યુલેટની શરૂઆત થવાની છે. એ વિશે પણ ગાર્સેટ્ટી ઉત્સાહિત હતા. એમના મતે આ કોન્સ્યુલેટ બેઉ દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો, આર્થિક અને સાસ્કૃતિક આપલે વધશે. ભારતમાં અમેરિકાની રાજદ્વારી હાજરી સુદ્રઢ કરવાની દિશામાં આ એક ઉપયોગી પગલું સાબિત થશે, ખાસ કરીને ટેક્નોલોજી અને શિક્ષણના ક્ષેત્રે, એવું તેમણે જણાવ્યું હતું. 

ભારતમાં કાર્ય કરવાના અનુભવ વિશે તેઓએ કહ્યું હતું કે ભારતે તેમનું દિલ જીત્યું છે. સાથે, ભારત વિશ્વમંચ પર એની પ્રગતિથી વધુ મહત્તવપૂર્ણ ભૂમિકા ભજવવા સજ્જ છે એવું પણ તેઓએ કહ્યું હતું. 

લોસ એન્જલસના 42મા મેયર તરીકે સેવા આપવા ઉપરાંત તેઓએ આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. માનવ અધિકાર અને શિક્ષણ માટે તેઓ વિશેષ પ્રતિબદ્ધિત છે. 

મુંબઈનું યુએસ કોન્સ્યુલેટ વૈશ્વિક સ્તરે એક સૌથી મોટું અને વ્યસ્ત કોન્સ્યુલેટ છે. 

Leave A Reply

English
Exit mobile version