Saturday, January 18

આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસે દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન

દેશભરનાં વિવિધ ક્ષેત્રોના 1000 સ્ટાર્ટઅપ્સ ઇવેન્ટમાં ભાગ લેશે: કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા

મહારાષ્ટ્ર સરકારનાં કૌશલ્ય વિકાસ, રોજગાર અને નાવિન્ય મંત્રાલય અંતર્ગત રાજ્ય ઇનોવેશન સોસાયટીના ઉપક્રમે મુંબઈમાં આવતીકાલે રાષ્ટ્રિય સ્ટાર્ટઅપ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમ “એમ્પાવરિંગ ઇનોવેશન, એલિવેટીંગ મહારાષ્ટ્ર” નું ઉદ્ઘાટન રાજ્યનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરશે. જેમાં વિવિધ ક્ષેત્રોનાં 1000 જેટલા સ્ટર્ટઅપ્સ ભાગ લેશે.

રાજ્યનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાના જણાવ્યા અનુસાર, દેશભરમાંથી આવનારા ૧૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સમાં ટેકનોલોજી, કૃષિ, સેવા ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ્સ અને પ્રવાસન જેવા વિવિધ ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના જિયો વર્લ્ડ સેન્ટરમાં સવારે 10 વાગ્યે શરૂ થનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ ઉપસ્થિત રહેશે.

આ ઈવેન્ટમાં મેરીકો લિમિટેડના ચેરમેન હર્ષ મારીવાલા, અપગ્રેડ એન્ડ સ્વદેશ ફાઉન્ડેશનના, કો-ફાઉન્ડર, રોની સ્ક્રુવાલા, નાયકાના ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયર, વેન્ચર કેપિટલ એન્ડ સ્ટાર્ટ અપના ગ્લોબલ હેડ, અપૂર્વ ચમારિયા, સ્ટેટ ગવર્મેન્ટ અને શિક્ષણ અમેઝોન વેબ સર્વિસના હેડ અજય કૌલ, IVY કેપ વેન્ચર્સના સ્થાપક અને મેનેજીંગ પાર્ટનર વિક્રમ ગુપ્તા, એવેન્ડ્સ, ઇન્ક્યુબેશન, સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, રાનુ વોહરા, MGB ઈનોવેશન ફાઉન્ડેશન પાર્ટનર પ્રેસિડેન્ટ JITO જિનેન્દ્ર ભંડારી, વેન્ચર કેટાલિસ્ટ અને નાઈન યુનિકોર્ન્સના કો-ફાઉન્ડર અપૂર્વ રંજન શર્મા, બ્લુ સ્માર્ટ કો-ફાઉન્ડર પુનીત ગોયલ, રેનટ્રી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર લીના દાંડેકર, ઓપન સિક્રેટ ફાઉન્ડર અને સીઈઓ આહાના ગૌતમ, ચલો મોબિલિટી કંપનીના સ્થાપક અને ડાયરેક્ટર પ્રિયા સિંહ, જિયો જનરલ નેક્સ્ટના હેડ અમેય માશેલકર, સુપર બોટમ્સના સ્થાપક અને વડા એક્ઝિક્યુટિવ ઓફિસર પલ્લવી ઉટગી, ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ અને આર્ટિસ્ટ સલોની પટવર્ધન વગેરે ઉપસ્થિત રહેશે. આ મહાનુભાવો પોતાની નવીન પ્રવૃત્તિઓ રજૂ કરશે.

સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પેનલ ચર્ચાઓ યોજાશેઃ કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢા

મંત્રી શ્રી. મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે દિવસભરની પેનલ ચર્ચામાં રોકાણકારોની જરૂરિયાતો અને યુવા ઉદ્યોગ સાહસિકોની સફળતાની વાર્તાઓ પર વિશેષ સત્રોનો સમાવેશ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬ જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે જાહેર કર્યો છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલયના સોશિયલ મીડિયા પર કરવામાં આવશે. કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ ગણેશ પાટીલ, કૌશલ્ય વિકાસ કમિશનર પ્રદીપ કુમાર ડાંગેએ દરેકને એક દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરી છે.

Read More article on Deshwale here- https://deshwale.com/en/odisha-pension-emergency-detainees-gujarati/

Leave A Reply

English
Exit mobile version