Saturday, January 18
એઆઈ ઇમેજ

ઓડિશા રાજ્ય સરકારે 1975-77ની કટોકટીમાં રાજકીય કારણોસર જેલવાસ ભોગવનારા નાગરિકોને માસિક રૂ. 20,000ની પેન્શન આપવાની  જાહેરાત કરી છે. આ યોજના એ વ્યક્તિઓ માટે છે, જેઓ પહેલી જાન્યુઆરી 2025ના રોજ જીવિત છે. કટોકટીમાં મુશ્કેલીઓનો સામનો કરનારપા આવા નાગરિકોને પેન્શન ઉપરાંત પણ લાભ આપવામાં આવશે. 

એ લાભમાં તબીબી લાભો પણ સામેલ છે. ઓડિશા સરકારનો આ નિર્ણય ભારતના ઇતિહાસના એ તંગ સમયગાળામાં વિપદા સહન કરનારનું યોગ્ય સન્માન કરવા તરફનું પગલું લેખાવવામાં આવ્યું છે. 

જેઓ પેન્શન મેળવવા પાત્ર હોય તેઓ રાજ્ય સરકારને અરજી કરી શકે છે. એ માચે સરકારે અરજી મગાવવાની શરૂઆત કરી છે. અરજદારે કટોકટી વખતના એના જેલવાસના પુરાવા સાથે નોંધણી કરાવવાની રહેશે. 

કટોકટી શું હતી?

ભારતમાં રાજકીય ઇમરજન્સી કે ઇમરજન્સી 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદી હતી. 21 માર્ચ 1977ના રોજ એનો અંત આવ્યો હતો. એ સમયગાળો ભારતીય રાજકારણનો એક કાળો તબક્કો ગણવામાં આવે છે. એમાં નાગરિકોના સ્વાતંત્ર્ય પર લદાવા સાથે પ્રેસ સેન્શરશિપ અને રાજકીય વિરોધીઓને ગિરફતાર કરવાની ઘટનાઓ પણ બની હતી. એ સમયે સરકારે કટોકટી લાદવાની ફરજ આંતરિક અવ્યવસ્થાને કારણે પડી હોવાનો દાવો કર્યો હતો. જોકે એને સત્તા કબજે રાખવાના ઉપાય તરીકે જોવામાં આવે છે. આ વિવાદાસ્પદ સમયગાળામાં લોકોના અધિકારોનું હનન અને બળજબરીપૂર્વકના સ્ટરિલાઈઝેશન કેમ્પેઇન એટલે નસબંધી અભિયાન પણ પાર પાડવામાં આવ્યાં હતાં. આપણી લોકશાહી પર આવેલી એ કદાચ સૌથી મોટી આફત હતી. 

આ સમયગાળાને કેન્દ્રમાં રાખીને બનેલી કંગના રાણાવતની ફિલ્મ “ઇમકજન્સી” પણ આ શુક્રવારે એટલે 17 જાન્યુાઈરી 2025ના રિલીઝ થવાની છે.ફિલ્મની દિગ્દર્શિકા પણ કંગના છે. ફિલ્મમાં એના ઉપરાંત અનુમ ખેર, શ્રેયસ તળપદે, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ, સતીશ કૌશિક વગેરે કલાકારો પણ છે. 

Leave A Reply

English
Exit mobile version