શનિવાર, જાન્યુઆરી 18

જેમાં આપણું મન લાગે નહીં એવું કોઈપણ કામ કરવા માટે આપણને પૃથ્વી પર મોકલવામાં નથી આવ્યા – રસ્કિન બોન્ડ

”મજા નથી આવતી.” આ ત્રણ શબ્દો જેણે જેણે બોલવા પડે એ બધા માણસોએ પોતાની જીવનશૈલી તરફ તપાસભરી નજરે જોવાની શરૂઆત કરી દેવી જોઈએ.

અરે, જિંદગી તમારી, દિવસ તમારો, વિચાર તમારા છતાં જીવવાની મજા ન આવે એવું કંઈ રીતે બની શકે? ફરિયાદ કરનારા લોકો સામાન્યપણે એવી કબૂલાત કરી બેસતા હોય છે કે અમને સરખું જીવતા નથી આવડયું. ચાલો, માની લઈએ કે જિંદગીના આરોહ-અવરોહમાં શક્ય છે કે કોઈકને ચોવીસેય કલાક આનંદ પ્રાપ્ત થાય એવું ન પણ બને. એ સ્થિતિ એટલે હંગામી કંટાળાની સ્થિતિ હોઈ શકે. પણ જો મજા નથી આવતી એવી માન્યતા જીવન પર ગ્રહણ બનીને છવાઈ ગઈ હોય, આજે, ગઈ કાલે અને વરસ પહેલાં પણ આવી જ કંઈક લાગણી સતાવતી રહી હોય તો પછી વાંક કોનો કાઢશો? પોતાને મજા ન આવે એ માટે પહેલી જવાબદારી માણસે પોતે સ્વીકારવી રહી. જો આટલું કરવાની નૈતિક હિંમત કેળવી શકાય તો પોતાને જ નવેસરથી જીવવાની ટેવ પાડવા તૈયાર પણ કરી શકાય. આજનો દિવસ આવી તૈયારીનો દિવસ બનાવી દો. આજથી મજા નથી આવતી એ શબ્દોને, એ લાગણીને જાકારો આપવા કમર કસો. સંતુષ્ટ જીવન માટેનો સંઘર્ષ પહેલાં પોતાના મનથી શરૂ કરો. પછી સૌ સારાંવાનાં થઈ જશે.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version