શનિવાર, જાન્યુઆરી 18

જે બાબતોથી તમારે દૂર જ રહેવાનું હોય એમાંની ઘણી એવી હોય છે જે ક્યારેક તમે કરીને એનાં અવળાં પરિણામ ભોગવ્યાં હોય

જીવનનો એક સહજ સ્વભાવ અનુભવોમાંથી વ્યક્તિના વાણી, વિચાર અને વ્યક્તિત્વને ઘડવાનો છે. અમુક બાબતો છતાં પણ માણસથી વારંવાર ભૂલનું પુનરાવર્તન થયા વિના રહેતું નથી. દાખલા તરીકે સમયની પાબંદી. દરેક જણ શિસ્તબદ્ધ રીતે જીવવા ઈચ્છતા હોવા છતાં વારંવાર ઘણાં ક્ષુલ્લક કારણોસર બિનજરૂરી છૂટ લઈ લેતા હોય, મોડું થવાનું ન હોય છતાં મોડા પડતા હોય. એવી જ રીતે શરીરને સદે નહીં એવા ખોરાકથી અળગા રહેવું સૌને સમજાય એવી વાત છે. તોય શરદીમાં ઠંડું અને ઉધરસમાં તળેલું ખાવાથી ઘણા લોકો દુર રહી શકતા નથી. માણસ માટે જીભના ચટકાની જેમ જ જીવનની નાની-નાની અનેક લાલચોને ટાળવી અઘરી આમાંથી જ થાય છે. એટલે જ એટલું સમજવાનું છે કે જેનાથી દૂર રહેવાનું છે એ બાબતોથી યેનકેન રીતે દૂર રહેવું જ જોઈએ. મનને કાબૂમાં રાખી, ક્ષણિક આનંદને જતો કરીને પણ. જેનામાં સુધરવાની તીવ્ર ઈચ્છા હોય એ માણસનું જ જીવન પણ રોજબરોજ સુધરતું જ રહે. આજના દિવસથી આ નિયમનો અપનાવી લો. જેટલી ઝડપથી લાંબાગાળાના સુખ માટે પ્રયત્નશીલ થઈ જશો એટલી ઝડપથી નાટયોત્મક રીતે તમે તમારા પોતાનામાં ફેરફાર અનુભવશો.

બોલો, શું ઈચ્છો છો તમે?

Leave A Reply

ગુજરાતી
Exit mobile version