દરેક ભાષાની પોતાની આગવી અભિવ્યક્તિ હોય છે. સૌનો અનુભવ છે કે અમુક શબ્દો, વાક્યપ્રયોગ અને લાગણીને પોતાની ભાષા સિવાય કોઈ રીતે વ્યક્ત કરી શકાતી નથી. પુરણપોળીને, દાખલા તરીકે, અંગ્રેજીમાં શું કહીશું. હજી તો અંગ્રેજી પાસે રોટલી શબ્દનો આટલો અસરકારક પર્યાય નથી ત્યાં પુરણપોળીની વાત વધારે પડતી ગણાય. બિલકુલ કંઈક આવી જ રીતે માણસ માણસમાં ગમે તેટલી પ્રગાઢ સામ્યતા હોય છતાં દરેક માણસ બીજા કરતાં નોખો છે અને રહેવાનો જ. આ નોખાપણું જ સ્વભાવ, આવડત… ગમા-અણગમા સહિતની દરેક બાબતને આગવો સ્પર્શ આપે છે. માણસ માટે એમાં એક પરીક્ષા છુપાયેલી છે. રોજબરોજના જીવનમાં એણે પોતાની પ્રકૃતિની એ વાતોને કોરાણે રાખીને ચાલવું પડે છે જે એનો અન્ય સાથેનો મનમેળ ના થવા દે. પછી એકાંતવાસમાં, પોતાના વિચારોની આગવી સૃષ્ટિમાં જ્યારે ડોકિયું કરવા મળે ત્યારે માણસે એ ખૂબીઓનો છૂપો અર્થ સમજીને પોતાને વિશિષ્ટ બનાવવા માટે સંનિષ્ઠ પ્રયત્ન આદરવા પડે. દરેક ડોક્ટર જેમ ડોક્ટર હોય છતાં બાહોશ ડોક્ટર જુદો તરી આવે, એ રીતે. સરેરાશ કામ કરીને પણ સફળતા, સિદ્ધિ અને અસામાન્યપણું પ્રાપ્ત તો કરી શકાય છે. એટલા તો, નાસીપાસ થવાનો જીવનમાં પ્રશ્ન ઊભો થતો નથી. અંગ્રેજીને પુરણપોળીનો પર્યાય ના મળે એનાથી એ ભાષા વામણી કે નબળી પુરવાર થવાની નથી. ભાષાની જેમ આપણે પણ પોતાની આગવી તાકાતને પૂર્ણ સ્વરૂપમાં ખીલવી શકીએ તો ઘણું. આજના દિવસથી ક્યારેય એવું વિચારતા નહીં કે મારામાં શું ખૂટે છે? આજથી વિચારજો એવું કે મારી પાસે જે પણ છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય. એમ વિચારતાં જેટલું સિદ્ધ કરશો એટલા અસામાન્ય તમે બનશો.
Trending
- Paatal Lok 2: Another Review: A Compelling Watch
- વિક્લી માર્કેટ રિપોર્ટ: સોનાના વાયદાના ભાવમાં રૂ. 1,122 અને ચાંદીના વાયદામાં રૂ. 1,092નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ. 461 તેજ
- Public Reactions to Shahid Kapoor’s Deva Trailer on the Internet
- Paatal Lok 2: More Twists, More Thrills!
- દુબઈ સફરઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન
- સોનાના વાયદાના ભાવમાં રૂ. 226, ચાંદીના વાયદામાં રૂ. 618 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ. 23ની નરમાઈ
- Mahakumbh 2025: Over 7 Crore Devotees Take Holy Dip in Just Six Days
- Real Estate Sector’s Key Expectations Ahead of the Union Budget 2025-26