શનિવાર, જાન્યુઆરી 18

એક તરફ છોડ અને બીજી તરફ મકાનની ભીંત વચ્ચે ચબૂતરો રૂંધાતો હોય તેવી પણ જરાતરા લાગણી થાય  છે. વળી ચબૂતરાની બરાબર સામે સ્ટ્રીટલાઇટ તો ખરી જ

રંગીલા પોલીસ ચોકીની નજીક આવેલી ભવાનપુરા પોળનો ચબૂતરો વિશિષ્ટતાઓનું એક કેન્દ્ર છે, શાહપુરમાં આવેલી આ પોળમાં આવેલા ચબૂતરાને જુઓ કે તેમાં કોતરવામાં આવેલી પથ્થરની ઢીંગલીઓને એકીટશે નિરખવાનું મન થાય જે, જાણે એની તવારીખ.

આશરે સિત્તેર વરસ પહેલાં આ ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નિર્માણ થયું હતું પોળના પંચના પ્રયત્નો થકી. મોટાભાગે જ્યાં પટેલ પરિવારો વસે છે તેવી આ પોળમાં પટેલ પંચ ટ્રસ્ટ પોળની જવાબદારી સંભાળે છે. રહેવાસીઓ અને પંચ ચબૂતરો સદાય કાર્યરત રહે તે માટે સજાગ છે. તેથી જ, નિર્માણથી માંડીને આજ સુધી આ ચબૂતરો ક્યારેય નિષ્ક્રિય રહ્યો નથી.

આ ચબૂતરામાં ચણ, ગાંઠિયા, પાણી વગેરે બધું નિયમિત ઉપલબ્ધ રહે છે. તેના લીધે અહીં પક્ષીઓ આવતાં રહે છે, જો કે સરસ મજાના કોતરકામવાળા આ ચબૂતરાના માથે છાપરું ઢાળવામાં આવ્યું છે તે અને બે ખુલ્લી દિશાઓમાં જાળી અને તારથી કરવામાં આવેલી આડશ જરા કઠે તેવી છે. સાથે જ, એક તરફ છોડ અને બીજી તરફ મકાનની ભીંત વચ્ચે ચબૂતરો રૂંધાતો હોય તેવી પણ જરાતરા લાગણી થાય છે. વળી ચબૂતરાની બરાબર સામે સ્ટ્રીટલાઇટ તો ખરી જ.

આ બધાં વચ્ચે સરાહનીય છે બાબત એ ખરી જ કે કોઇપણ વિઘ્ન વિના ચબૂતરો સદાય કાર્યરત રહ્યો છે. એટલી જ સારી બાબત એ પણ ખરી જ કે કોઇ જાતની બહારની મદદની અપેક્ષા રાખ્યા વિના આ જવાબદારી રહેવાસીઓ પોતે ઉઠાવે છે, ભવિષ્યમાં પણ આ ચબૂતરો આ રીતે જ કાર્યરત રહે તે માટે પણ તેઓ એટલા જ કટિબદ્ધ છે. આવા રહેવાસીઓને ભલે કોઇ યોગદાનની જરૂર નથી પણ જો સહકાર મળે તોu તેમની સેવામાં વધુ નિખાર ચોક્કસ આવે !

પિયરને પીપળેથી આવ્યું પારેવડું, પારેવડાંને સોના કેરી ચાંચ રે… પારેવડાંને કોઈ ના ઉડાડશો…

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version