શનિવાર, જાન્યુઆરી 18

2024માં પશ્ચિમ બંગાળનું કોલકાતા, કર્ણાટકના બેંગલુરુને પાછળ મૂકીને ભારતનું સૌથી ધીમા ટ્રાફિકવાળું શહેર બન્યું છે. હોલેન્ડની લોકેશન ટેકનોલોજી નિષ્ણાત કંપની ટૉમટૉમે પ્રસિદ્ધ કરેલા તાજા ટ્રાફિક ઇન્ડેક્સ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ, કોલકાતામાં ડ્રાઇવરોને 10 કિલોમીટરનું અંતર કાપતાં સરેરાશ 34 મિનિટ 33 સેકન્ડ લાગે છે. 2023માં એ માટે 10 સેકન્ડ ઓછી લગાતી હતી. એની તુલનામાં બેંગલુરુમાં આટલું અંતર કાપતાં 34 મિનિટ અને 10 સેકન્ડનો સમય નોંધાયો હતો.

કોલકાતામાં વાહનની સરેરાશ ઝડપ 17.4 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. બેંગલુરુમાં વાહનની પ્રતિકલાક ગતિ  17.6 કિલોમીટર હતી. આ શહેરો ઉપરાંત, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ, અને મુંબઈ પણ ભારતનાં સૌથી ટ્રાફિક ભરેલાં શહેરો તરીકે ઉભરી આવ્યાં છે. નવી દિલ્હીએ રિપોર્ટમાં દસમું સ્થાન મેળવ્યું છે. પાટનગરમાં 10 કિલોમીટર પ્રવાસ માટે સરેરાશ 23 મિનિટનો સમય નોંધાયો છે.

વિશ્વવ્યાપી દૃષ્ટિએ, કોલંબિયાના બેરંકુઇલ્લાએ ટ્રાફિકના મામલે વિશ્વના સૌથી ધીમા શહેર તરીકે સ્થાન મેળવ્યું છે. ત્યાં 10 કિલોમીટરના પ્રવાસ માટે 36 મિનિટ લાગે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વિશ્વનાં 500 શહેરોમાં જ્યાં ટ્રાફિકનો અભ્યાસ કરાયો એમાંના 76% શહેરોમાં 2023ની તુલનામાં 2024માં વાહનોની ગતિ ઘટી હતી. 

ટૉમટૉમ અને તેના ટ્રાફિક રિપોર્ટ વિશે: હોલેન્ડની કંપની ટૉમટૉમ મેપિંગ અને નેવિગેશન ઉત્પાદનો માટે જાણીતી છે. ટૉમટૉમ ટ્રાફિક ઇન્ડેક્સ વાર્ષિક રિપોર્ટ છે, જે વિશ્વનાં શહેરોમાં ટ્રાફિકના સ્તરનું વિશ્લેષણ કરે છે. આ ઇન્ડેક્સ ફ્લોટિંગ કાર ડેટા પર આધારિત છે. ચોક્કસ માર્ગ પરના પ્રવાસ સમયનું વિશ્લેષણ કરવા અને ટ્રાફિક ડેટા અલ્ગોરિધમનું મૂલ્યાંકન કરવા માટેની એ એક પદ્ધતિ છે. વિવિધ સ્ત્રોતોથી માહિતી એકઠી કરીને ટૉમટૉમ રિપોર્ટ તૈયાર કરે છે. એનો રિપોર્ટ ટ્રાફિકનાં માળખાં, વાહનની સરેરાશ ગતિ અને મુસાફરીના સમય અંગેની માહિતી આપે છે. શહેરી યોજનાઓ અને મકાન વ્યવસ્થાના વિકાસ માટે આ માહિતી ઉપયોગી બને છે.

આ રહ્યા રિપોર્ટ સાથે પ્રસિદ્ધ થયેલા અન્ય મહત્ત્વના ચાર્ટ્સઃ

Leave A Reply

ગુજરાતી
Exit mobile version