ચબૂતરામાં ચણ નાખવા તેના ગુંબજ સુધી દોરી જતી સીડી આજે સાવ નિષ્ક્રિય થઈ ગઈ છે. કેબલ્સે પણ ચબૂતરાનો ભરડો લીધો છે

આ સ્ટોડિયા ઢોળની પોળ અમદાવાદની સોના-ચાંદી બજાર (જે રાતના ખાણીપીણીના કેન્દ્રમાં ફેરવાઈ જાય છે) માણેક ચોક નજીક આવેલી છે. ખૂબ જૂની આ પોળમાં બહુચર માતાજીનું એક મંદિર છે. કહેવાય છે કે આ મંદિરમાં સ્થાપિત માતાજીની મૂર્તિ અહીંના કૂવામાંથી મળી આવી હતી. આવી આ પોળમાં આવેલો ચબૂતરો અસ્તિત્વના આઠ-નવ દાયકા પૂર્ણ કરી ચૂક્યો છે.
લાંબા ઓટલાની એક તરફ આવેલા આ ચબૂતરાની પાસે જ બહુચર માતાજીનું મંદિર આવેલું છે. ચબૂતરાનું નિર્માણ અહીંના માતાવાળા ખાંચાના પંચે કરાવ્યું હોવાની જાણકારી સ્થાનિકો પાસેથી મળે છે.
ગુલાબી પથ્થરનો આ ચબૂતરો અમદાવાદમાં જોવા મળતી જૂની સ્થાપત્યકળાનું એક ગમતીલું દૃષ્ટાંત છે. પોળના મકાનની લગોલગ આવેલા આ ચબૂતરાની વર્તમાન સ્થિતિ જોકે એટલી ગમતીલી નથી. તેની ટોચ પર એક જમાનામાં ચિત્તાકર્ષક એવું મોરનું એક શિલ્પ હતું. માતાજીની મૂર્તિની જેમ જ એ શિલ્પ પણ કૂવામાંથી મળી આવ્યું હતું. આજે એ શિલ્પ અહીં નથી.
ચબૂતરામાં ચણ નાખવા તેના ગુંબજ સુધી દોરી જતી સીડી આજે સાવ નિષ્ક્રિય થઈ ગઈ છે. કેબલ્સે પણ ચબૂતરાનો ભરડો લીધો છે. ચબૂતરાની નીચે પથ્થરની લાદીઓ પડી રહી છે. અહીં ચણ નાખવાની કોઈ તસ્દી લેતું નથી તેથી પક્ષીઓના આવવાનો પ્રશ્ન ઊભો થતો નથી. રંગકામ, જાળવણી વગેરે વિના ચબૂતરો એકલોઅટૂલો, શૂન્યમન્સક ઊભો રહીને જાણે એમ કહી રહ્યો છે, “જરા આ તરફ પણ રહેમનજર થાય તો મારો ઉદ્ધાર થાય.”
महानत्ता और उदारता साथ-साथ चलती है। देने का अर्थ ही प्यार करना है और प्यार करना, स्नेह लुटाना मनुष्य का सबसे बड़ा कर्तव्य है। जो कुछ तुम सहर्ष उदारतापूर्वक दोगे, वह अपत्याशित तरीकों में तुम्हारे जीवन को समृध्ध कर जाएगा।
– ईसा मसीह
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.