Read inEnglishहिन्दीગુજરાતી
Science and Tech

શું ભારત પોતે જ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બની શકે?

In brief · AI summary ભારત આઈટી સેવાઓમાં મોટો દેશ હોવા છતાં, મૂળ ટેકનોલોજી અને પ્લેટફોર્મ પર ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન અને મેટા જેવી અમેરિકન કંપનીઓનો કબજો છે. અંદાજે ૭૫-૮૦% ભારતીય ડિજિટલ ડેટા અમેરિકન સર્વર પર જાય છે, અને આ કંપનીઓ ભારતમાંથી વાર્ષિક બસ્સો કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. આ નિર્ભરતામાંથી મુક્ત થવા માટે ભારતીય સર્ચ એન્જિન, સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ, ક્લાઉડ અને ડેટાબેસ વિકસાવવા તથા ડેટા દેશમાં જ સંગ્રહિત કરવો જ

By Deshwale Technology Desk  ·   ·  1 min read
શું ભારત પોતે જ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બની શકે?

આજના યુગમાં ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં એક વિચિત્ર સ્થિતિનો સામનો કરી રહ્યો છે. એક તરફ આપણે આઈટી સેવાઓનો મહાસાગર છીએ, તો બીજી તરફ ટેકનોલોજીના માલિક નથી. આપણે સોફ્ટવેર સેવાઓ તો પૂરી પાડીએ છીએ, પરંતુ મૂળ ટેકનોલોજી અને પ્લેટફોર્મ પર અમેરિકન કંપનીઓનો કબજો છે.

આ નિર્ભરતાના કેટલાક સ્પષ્ટ ઉદાહરણો જોઈએ. ગૂગલનો સર્ચ એન્જિન, યુટ્યુબ અને એન્ડ્રોઈડ – ભારતમાં કરોડો લોકો દરરોજ આ સેવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ આથી થતા ડેટા અને આવકનો ફાયદો અમેરિકન કંપનીને મળે છે. ભારતમાં ફક્ત જાહેરાતો માટે સ્થાનિક કાર્યાલયો જ છે. તે જ રીતે, માઈક્રોસોફ્ટના વિન્ડોઝ, ઓફિસ અને એઝ્યોર ક્લાઉડ – ભારતીય સરકાર, યુનિવર્સિટીઓ અને કંપનીઓ મોટાભાગે આ પર આધારિત છે અને લાઇસન્સ ફી ડોલરમાં ચૂકવવી પડે છે. એમેઝોન વેબ સેવાઓ અને મેટાની એપ્સ (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ) વિના મોટા ભારતીય સ્ટાર્ટઅપ્સ આગળ વધી શકતા નથી, કારણ કે મોટાભાગનો ડિજિટલ ડેટા તેમના સર્વર પર સંગ્રહિત થાય છે.

હાલની પરિસ્થિતિ ચિંતાજનક છે. અંદાજે ૭૫-૮૦% ભારતીય ડિજિટલ ડેટા અમેરિકન સર્વર પર જાય છે. આ કંપનીઓ ભારતમાંથી વાર્ષિક બસ્સો કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ પોતાનો ૬૦%થી વધુ સમય અમેરિકન એપ્સ પર વિતાવે છે. આ ડેટાનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિમત્તાની તાલીમ, જાહેરાત લક્ષ્યીકરણ અને નવા ઉત્પાદન વિકાસ માટે થાય છે.

આ અમેરિકન ટેક કંપનીઓ ડેટાની માલિકી, ટેકનોલોજી એકાધિકાર, ક્લાઉડ આધાર અને ડોલર આધારિત ચુકવણી જેવી રીતોથી નિયંત્રણ રાખે છે. આ નિર્ભરતામાંથી મુક્ત થવા માટે ભારતે ભારતીય સર્ચ એન્જિન અને બ્રાઉઝર વિકસાવવા, સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા, ડેટા સ્થાનિકીકરણ દ્વારા ભારતીય ડેટા દેશમાં જ સંગ્રહિત કરવો, સ્ટાર્ટઅપ્સને કૃત્રિમ બુદ્ધિમત્તા, ક્લાઉડ અને ડેટાબેસ ક્ષેત્રે પ્રોત્સાહન આપવું, “ડિજિટલ આત્મનિર્ભર ભારત” માટે કડક કાનૂની માળખું તૈયાર કરવું અને સરકારી અને ખાનગી ભાગીદારીમાં ભારતીય ડેટાબેસ અને ક્લાઉડ સેવાઓ વિકસાવવી જરૂરી છે.

ભારત પાસે યુવા પ્રતિભા અને વિશાળ બજાર છે, પરંતુ મૂળ ટેકનોલોજી પર નિયંત્રણ નથી. જો ભારતે પોતાનું સર્ચ એન્જિન, ઓપરેટિંગ સિસ્ટમ, ક્લાઉડ અને ડેટાબેસ ઊભું કર્યું, તો જ આપણે ટેકનોલોજીમાં આત્મનિર્ભર બની શકીશું. નહીં તો આપણે હંમેશા અમેરિકન કંપનીઓ પર આધારિત રહેવું પડશે.

By – હીરેન ગાંધી (લેખક આંતરરાષ્ટ્રીય બિઝનેસના નિષ્ણાત છે)

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

કોમ્પોઝિટ ફર્મિયન્સની ક્રાંતિકારી શોધ બદલ પ્રોફેસર જૈનેન્દ્ર કે. જૈનને પ્રતિષ્ઠિત વુલ્ફ પ્રાઇઝ ડોંબિલવીમાં ગુજરાતી-મરાઠી સંત ધર્મ સાહિત્ય આદાનપ્રદાન વિષય પર ગ્રામ્ય મહોત્સવ યોજાયો ટેક્નોલોજી જાયન્ટ્સઃ કન્ટેન્ટ જનરેશનથી શોષણનું વૈશ્વિક મશીન