પંખીઓને પાણી પાવા માટે તેમાં કૂંડું લટકતું જણાય છે. છતાં તેનામાં પાણી ભરવામાં આવતું નથી તેથી તેના હોવાનો કોઈ અર્થ સરતો નથી

સાવ અવાવરુ અને મદદની યાચના કરતો હોય તેવો છે આ ચબુતરો. આશરે દોઢસો વરસ પહેલાં જેનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેવો આ ચબૂતરો પક્ષીઓ પ્રત્યે માનવીની ઉપેક્ષાનું એક દૃષ્ટાંત છે. એવું દૃષ્ટાંત કે બેદરકારીને લીધે અહીં મૂળ લાકડાનો ચબૂતરો તો નામશેષ થઈ જ ગયો, પણ એના સ્થાને બનાવવામાં આવેલા સિમેન્ટ-કોંક્રીટના ચબૂતરાની પણ કોઈને પરવા નથી.
ગોળાકાર થાંભલા પર ઊભેલા આ ચબૂતરાનો મુખ્ય ભાગ ચોતરફથી ખુલ્લો છે. પંખીઓને પાણી પાવા માટે તેમાં કૂંડું લટકતું જણાય છે. છતાં તેનામાં પાણી ભરવામાં આવતું નથી તેથી તેના હોવાનો કોઈ અર્થ સરતો નથી.
ઇમિટેશન જ્વેલરી અને લેડીઝ આઇટમ્સ માટેની ભરચક બજાર વચ્ચે આ ચબૂતરો કાયમ શૂન્યમનસ્ક રહે છે. અત્યારના ચબૂતરાનું નિર્માણ દસ-બાર વરસ પહેલાં કરવામાં આવ્યું હતું. અહીં પોળમાં ક્યારેક પચાસ-સાંઇઠ ઘર હતાં. એવું ધારી શકાય કે કદાચ ત્યારે ચબૂતરો ઘણી સારી અવસ્થામાં હશે. આજે આ પોળના માંડ પાંચેક ઘરમાં વસતિ છે. પોળની દેખરેખ ખજૂરીની પોળના પંચ હસ્તક હતી. જે સાવ નિ:સહાય છે. જેને થોડીક કરુણા દર્શાવીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે તેવા આ ચબૂતરાને ફરી ચમકદમક આપવા વિશે હૃદયમાં સ્પંદનો જગાવવાં રહ્યાં. આવો, આપણે સાથે મળીને આના સહિત બીજા અનેક ચબૂતરાને નવપલ્લવિત કરીએ.
A wise old owl
lived in an oak,
The more he saw
the less he spoke,
The less he spoke
the more he heard.
Why can’t we all be
like that wise old bird?
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.