દિલ્હી વિધાનસભા ચૂંટણીની પ્રારંભિક મત ગણતરીમાં મળતા વર્તારા અનુસાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આગળ છે. દસ વરસ અને ત્રણ ટર્મ પછી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ડચકાં ખાઈ રહી છે. કોંગ્રેસની પરિસ્થિતિ જેમની તેમ છે.

મતગણતરીના સવારના દોરમાં ભાજપ દિલ્હીની 70માંથી 45 બેઠકો પર આગળ છે. આપ 25 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ફક્ત એક બેઠક પર આગળ છે.
નવી દિલ્હી બેઠક પર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભાજપના પરવેશ વર્મા સામે તીવ્ર હરીફાઈ છે. ઓખલા અને જંગપુરા જેવી બેઠકો પર પણ તીવ્ર ટક્કર છે. ત્યાં ભાજપના ઉમેદવારો આપને પડકાર આપી રહ્યા છે. કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન સ્પષ્ટ કરે છે કે દિલ્હી રાજકારણ હવે તેનો ગજ વાગી રહ્યો નથી. આ ચૂંટણીમાં પણ સક્રિય પ્રયાસો છતાં, મતદારોએ પક્ષને સદંતર જાકારો આપ્યો છે, એવું હમણાં જણાય છે.
60% જેવા મતદાન સાથે દિલ્હીના મતદાતાઓએ પોતાના રાજકીય ભવિષ્યની દિશા નક્કી કરતાં નરેન્દ્ર મોદીના વડપણવાળા ભાજપ પર મત્તું માર્યું છે એવું હમણાં લાગી રહ્યું છે. અંતિમ પરિણામો આજ સાંજ સુધી સ્પષ્ટ થવાની વકી છે. હાલની સ્થિતિ યથાવત્ રહેશે તો દિલ્હીના રાજકારણમાં નવા પ્રકરણની શરૂઆત થશે.